નાનપણની યાદો –
શું ફરી મળશે બાળપણ?
આઠ વર્ષની કોકી ઉનાળાના વેકેશનમાં
ઘણીવાર દાદી ભેગી ફઈ ના ઘરે રોકાવા જાતી કોકી ને ફઈબા ના ઘરે બહુ ગમતું ત્યાં ઘણી બધી ભેસો
અને એક બળદ ગાડું હતું તેમાં બે મોટા બળદ હતા. ફઈબા ને એક મોટી વાડી પણ હતી અને નદીથી નજીક જ ફઈબા નું ઘર હતું કોકીને ત્યાં બહુ મજા પડતી. ફઈબા ની છોકરીઓ સાથે રમતી વાડીએ જાતી અને મજા કરતી. હવે કોકી થોડીક સાતક વરસ ની મોટી થઈ ગઈ હતી એટલે આ વખતે તે એકલી જ ફઈબા ના ઘરે રોકાવા જવાનું નક્કી થયું એટલે કોકી ખૂબ રાજી થઈ ગઈ અને (દાદીમા) માને કીધું કે હા હું તો ફઈબા ના ઘરે રોકાઈ અને ખૂબ મજા કરીશ પણ માને ચિંતા હતી કે કોકી બહુ તોફાની છે નહીં ને કંઈક તોફાન કરશે તો મારી દીકરીને નહીં ગમે અને સાચવવી બહુ અઘરી છે પણ માં કંઈ બોલતા નથી ખાલી એટલું કહે છે જો દીકરા ફઈબા ના ઘરે જઈ અને તોફાન ન કરતી. તારી બિલકુલ ફરિયાદ ના આવી જોઈએ કોકી ઉત્સાહમાં કહે છે હા હા દાદીમા તમે જેમ કહેશો તેમ હું જરાય તોફાન નહીં કરું બસ તમે મને ફઈબા ના ઘરે રોકાવા જાવા દ્યો મારે ત્યાં બધી છોકરીઓ સાથે રમવું છે અને રહેવું છે.
પછી કોકી ફઈના ગામે રોકાવા આવી.
શહેરની સરખામણીમાં ગામનો માહોલ સાવ જુદો હતો – ખુલ્લું આકાશ, લીલા ખેતરો અને ઢોર-ઢાખરનો સાથ!ફઈની દીકરી હંસલી સાથે કોકીનું ખૂબ જ ગોઠતું. બંને રોજ નવા ઉત્સાહ સાથે ગમતળે ફરી વળે. ફઈની વાડીએ ખૂબ હાથલા વાયા હતા ચોર વાયા હતા તેમાં લાલ ખાવાના ડીંડલા થાય
કાંટા લાગતા હોવા છતાં કોકીને તો ડીડલા બહુ ભાવતા રોજ કાટા લગાડે અને રોજ ઘરમાં ગરમ રોટલામાં હાથ નાખવો પડે નહિતર કાંટા નીકળે નહીં અને કાંટા દુખે બહુ તોય કોકી લાલ ડીંડલા ખાવાનું મુક્તિ નહીં તેને બહુ ભાવતા.
ફઈના ઘરમાં એક વિશેષ ભેંસ હતી, મનકી ભેંસ – માથા પર ગોળ વાંકા શીંગડા, તંદુરસ્ત શરીર અને ચમકતી ત્વચાવાળી.મનકી ભેંસ સહજપણે કોઈને પાસે આવવા ન દે, પણ કોકી એની સામે બેસે, વાતો કરે, તો ભેંસ કંઇ ન કહે.એક દિવસ કોકી ભેંસ પાસે બેસી રમતી હતી, ત્યારે ફઈભાએ કહ્યું,
"કોકી, તને આ કાળી ભેંસ સાથે વાતો કરવી ગમે છે?"
કોકી ભીતરથી ખટકી. "કારી ભેંસ"?!
કેમ બધી દુનિયા એને કાળી કાળી કહે છે?
એમ વિચારીને એક દિવશ કોકી એક મજેદાર
યોજના લઈને બેસી.
હવે જો હું ભેસ ને સિંગાર કરું અને મજાની બનાવુ
ભેંસનો ‘સિંગાર’
એક સાંજ કોકી અને હંસલી ભેંસને વાડીએ લેવા ગયાં.
જતાં પહેલાં, કોકીએ ઘરમાંથી એક કટકો સાબુ લઈ લીધો, અને એને કપડા માં છુપાવી મૂક્યો.પાછા ફરતી વખતે, કોકીએ હંસલીને મસ્ત વિચારો શેર કર્યા:
"હું મનકી ભેંસને રૂપાળી બનાવીશ!"
નદી પાસે પહોંચતા, કોકી અને હંસલી ભેંસને
પાણીમાં લઈ ગયા.બે હાથમાં સાબુ ઘસ્યો અને મનકી ભેંસના શરીર પર મસળવા લાગ્યાં.સાબુના ફીણ
પાણીમાં વહી રહ્યાં.હંસલી ખુશખુશાલ –
"અરે, કોકી, ભેંસ પર ફીણ કેટલું સરસ લાગે છે!"
કોકી તો મજા માણી રહી –
"હવે કોઈ આને 'કાળી ભેંસ' નહીં કહે!"
આ બાજુ ફઈને ચિંતા થવા લાગી.બાળકીઓ
ક્યાં જતી રહી? ભેંસ ક્યાં છે?
ફઈ શોધતા-શોધતા નદી કિનારે પહોંચ્યાં...
અને ત્યાંથી જોઈ અને શબ્દ થઈ ગયા થોડીક વાર તો કાંઈ સમજાણું નહિ કે આ શું ચાલી રહ્યું છે
– ભેંસે ફીણ ઢાંકી દીધી હતી!ફઈ સમજી ગયા. એમણે ગુસ્સેથી ચીસ પાડી:
"વાલા મૂઈ!" ઉભી રહેજો.....
મનકી ભેંસ સમજી ગઈ કે કંઈક ગડબડ છે.એ પાણીમાંથી તરતી બહાર નીકળી, પોતાના ઘરની દિશામાં દોડી...........
• એના પાછળ કોકી!•
કોકી પાછળ હંસલી!•
હંસલી પાછળ ફઈ!
બધાં વાજો-વાજ
દોડયા!
હાસ્યથી ભરેલો અંતસાંજે ઘેર પહોંચ્યા.
ફઈએ આ મજાકની વાત ઘરમાં કઇ.
બધાં હસતાં-હસતાં બેવડ વળી ગયાં!"
અને ફઈના છોકરાએ મજાકમાં પૂછ્યું
એ ભેંસને સાબુથી નવડાવવાનું શું હતું?
"ભોળી કોકી વિલામોઢે બોલી:"
બધા તેને કાળી... કાળી... કહે છે...એટલે
હું એને , સાબુથી ઘસીને રૂપાળી બનાવવા ગઈ હતી!
"ઘરમાં હાસ્યની લહેર ફરી વળી.
મનકી ભેંસ પણ
પોતાની ખાસ "સિંગાર સ્નાન" થી પ્રસન્ન થઈ લાગી છે
શિક્ષા:ભોળા બાળકના વિચારો ચોખ્ખા અને નિર્દોષ હોય.તેમની માસૂમિયત ક્યારેક હાસ્ય, તો ક્યારેક પ્રેમની મીઠાશ છોડી જાય.**(શોભા બહેને એકવાર અમને આ વાર્તા કહી હતી)
*D h a m a k*
Dh, story book" ☘️**