Shaapit Dhan - 2 in Gujarati Horror Stories by Dhamak books and stories PDF | શ્રાપિત ધન - ભાગ 2

The Author
Featured Books
Categories
Share

શ્રાપિત ધન - ભાગ 2


ગોવિંદની પત્ની અશ્રુભીનાં નયનથી માથું ધોણાવીને કહે, હા, ઠીક છે.;


ધનજી શેઠ ઘરે પાછા જાય છે. કુમુદબેન તેમની રાહ જોઈ રહી હોય છે. શેઠ જેમ ઘરમાં પ્રવેશ કરે, તેમ જ કુમુદબેન પૂછે, હવે ગોવિંદની તબિયત કેવી છે? બધું ઠીક છે ને?

ધનજી શેઠ કહે હા, હવે ઠીક છે. ઓપરેશન સફળ થયું છે. હમણાં થોડા દિવસ આરામ કરવો પડશે.


કુમુદબેન શાંત સ્વરે કહે, કાંઈ વાંધો નહીં. આરામ કરવા દો, સાજો થઈ જશે. ચાલો, હું જમવાની તૈયારી કરું. હું કદીની તમારી રાહ જોઈ રહી છું.


ધનજી શેઠ થાકેલા અવાજમાં કહે,મને ભૂખ નથી. હું ખૂબ થાકી ગયો છું. બસ આરામ કરવા માંગું છું.


પણ તમે સવારે કશું ખાધું નથી કુમુદબેન ચિંતિત અવાજે કહે છે.


ધનજી શેઠ કશું બોલતા નથી, ફક્ત કુમુદબેન તરફ નિહાળી રહે છે. કુમુદબેન સમજી જાય છે કે શેઠને આરામની જરૂર છે. તેઓ ચુપચાપ પથારી કરી દે છે અને ધનજી શેઠ સુઈ જાય છે.


ગુરુજીનુ આગમન

બીજે દિવસે સવારે, ગુરુજીના શિષ્યનો ફોન આવે છે. શિષ્ય ધનજી શેઠને ગુરુજીનું સરનામું આપે છે. ત્યારબાદ, ધનજી શેઠ ગુરુજીને તેમના ઘરે લેવા જાય છે.


ગાડી ગેટની બહાર ઉભી રહે છે. જેમ જ ગુરુજી ગાડીમાંથી પગ મૂકે છે, તેમ જ તેમને એક અનોખો અહેસાસ થાય છે. તેઓ ઘરની અંદર પ્રવેશ કરે છે, પણ ધનજી શેઠના ઘરની નજીક આવ્યા ત્યારે અચાનક થોભી જાય છે.


ધનજી, આ ઘર કોનું છે? ગુરુજી પૂછે છે.


ગુરુજી, આ મારું જ ઘર છે. પધારો.

ગુરુજી કશું બોલતા નથી, ફક્ત ઘરની આસપાસ નિરીક્ષણ કરે છે. જ્યારે તેઓ ઘરમાં પગ મૂકે છે, ત્યારે તેમના શરીરમાં અજીબ ધ્રુજારી ઉપડી જાય છે.


તેઓ તરત જ કહે, ધનજી, તે આ ઘર ક્યાં વસાવ્યું છે? 

તું ઘર બનાવવા પહેલા મારો પરામર્શ લીધો હોત, તો સારું થાત.


ધનજી શેઠ બે હાથ જોડી પૂછે ગુરુજી, તમે એવું શા માટે કહી રહ્યા છો? આ ઘરમાં શું વાંધો છે? કૃપા કરીને મને સ્પષ્ટ કહો.


ધનજી, આ વાત અહીં નહીં થઈ શકે. આ આસપાસ કોઈ મંદિર છે? ગુરુજી પૂછે.


હા, મહારાજ! અહીં બે મંદિરો છે—એક મહાદેવનું અને એક રામ મંદિર. તમે કયા મંદિરે જવા ઈચ્છો?


મહાદેવના મંદિરે લઈ જ. ત્યાં વાત કરીશું.


મંદિરમાં ગુરુજીનો ખુલાસો

ધનજી શેઠ અને ગુરુજી મહાદેવના મંદિરે જાય છે. તેઓ ભગવાનના દર્શન કરે છે. ત્યારબાદ, ગુરુજી ધનજી શેઠને પાસે બોલાવે છે અને કહ્યું, ધનજી, મારે તારી સાથે એક અગત્યની વાત કરવી છે. અહીં બેસ.


ધનજી શેઠ કહે, ગુરુજી, આપણે ઘરે જઈને વાત કરીશું. તમારા માટે સાત જાતના ભોજન તૈયાર કરાવ્યા છે. ચાલો, જમતા-જમતા વાત કરીએ.


ના, ધનજી, આ વાત તારા ઘરમાં કરી શકાય નહિ. અહીં જ સમજી લે.


ધનજી શેઠ બે હાથ જોડી ગુરુજી સામે બેસી જાય છે.


તુ જે ઘરમાં રહે છે, તે શાપિત છે,ગુરુજી નમ્રપણાથી કહે. 

આ ઘરમાં એવી મજબૂત આત્માઓનો વાસ છે કે જેને કોઈ પણ દૂર કરી શકતું નથી. એ માટે કોઈ ઉપાય નથી. મારો સલાહ છે કે તું તાત્કાલિક આ ઘર છોડી દે અને બીજે ક્યાંક જઈને વસવાટ કર.

ધનજી શેઠ ચિંતાથી કહે, રુજી, મારી પરિસ્થિતિ એવી નથી કે હું બીજે જઈને વસું. મારી પાસે એટલા નાણાં પણ નથી કે ફરીથી નવું ઘર અને ધંધો શરૂ કરી શકું. મારે અહીં જ રહેવું પડશે. શું આમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય નથી?


ગુરુજી કહે, ઠીક છે, આપણે એક હવન કરીશું. એ હવનથી કોઈ પણ આત્મા તને નડશે નહીં. સાથે સાથે તારે રોજ ઘરમાં પૂજા-પાઠ કરવો પડશે. જો તું આ નિયમિત કરશ, તો તને કોઈ નુકસાન નહીં થાય.


ધનજી શેઠ થોડા આશ્ચર્યથી કહે,મને એવું કેમ લાગે કે આ ઘરમાં કંઈક છે? હું તો આટલા વર્ષોથી અહીં રહું છું, પણ મને કદી પણ કંઈ અજીબ લાગ્યું નથી!


ગુરુજી ત્રાણભરી નજરે તેને જુએ છે અને શાંતિથી કહે, તારા ધંધામાં નુકસાન થાય છે, હંમેશા કોઈકને ઈજા થતી હોય છે... સાચું કે નહીં ?


ધનજી શેઠ ગુરુજીની વાત સાંભળીને ચોંકી જાય છે. આ વાત તો મેં કદી કોઈને કહી નથી... પરંતુ તમને આ બધું કેવી રીતે ખબર પડ્યું?


ગુરુજી ગૂઢભાવે કહે,એ છોડ! તું ફક્ત મારું કહેલું કર.


શેઠ થોડો ગભરાઈ જાય છે પણ તરત જ કહે, સાચું છે,