Bhool chhe ke Nahi ? - 15 in Gujarati Women Focused by Mir books and stories PDF | ભૂલ છે કે નહીં ? - ભાગ 15

The Author
Featured Books
  • अनोखा विवाह - 25

    आपने पिछले पार्ट में पढ़ा कि और अनिकेत वापस घर आ गए थे और अन...

  • बेवफा - 20

    **एपिसोड 20: पहली चाल**समीरा के हाथों में पेंड्राइव थी और उस...

  • डोनर गर्ल - 1

                                                               ...

  • कारवाॅं - 8

    अनुच्छेद- आठजब से ग्राम पंचायतों को सीधे विभिन्न मदों में धन...

  • BTH (Behind The Hill) - 4

    जैसे जैसे रात जवां होती गई वैसे वैसे जंगल में वहशतनाक आवाज़े...

Categories
Share

ભૂલ છે કે નહીં ? - ભાગ 15

મારા મનમાં સતત એ વિચાર હતો કે મામાને ત્યાં જાઉં, એમને ગરબા રમતા જોઉં ને હું મારા નિર્ણય પર અડગ ન રહી શકી તો ? પણ ઘરના બધા જ જવા માટે તૈયાર હતા એટલે મારે પણ જવું જ પડ્યું. દર વખતની જેમ મામાને ત્યાં જઈને સાંજની માટલી નો શણગાર કર્યો, આંગણામાં રંગોળી પૂરી અને ગરબા શરૂ થવાની રાહ જોવા લાગી. આ વખતે મેં ચણિયા ચોળી પણ ની પહેર્યા. સાદો ડ્રેસ જ પહેર્યો હતો. મામાએ ઘણા કાલાવાલા કર્યા કે આરતી કરવાની છે, માટલી વળાવવા જવાનું છે, ચણિયા ચોળી પહેરીને તૈયાર તો થા. પણ મેં ના પાડી કે ના હું ખૂબ થાકી ગઈ છું. એટલે તૈયાર નથી થવું. મામાએ કહ્યું સારું પણ આરતી તો કરશે ને ? મેં હા પાડી. અને ગરબા શરૂ થવાનો સમય થઈ ગયો. માઈક પર મામાનું નામ લઈને અનાઉન્સ થઈ ગયું કે માતાજીની માટલી લઈને આવી જાવ. ત્યાં મામાના ઘર સિવાય કોઈના ઘરે માતાજીની માટલી મુકાતી ન હતી. મામાએ કહ્યું ચાલ માટલી લઈ લે આપણે જઈએ. અને અમે માટલી લઈને ફળિયામાં ગયા. બરાબર વચ્ચે માતાજીના ફોટા પાસે માટલી મૂકી અને હું પાછી વળી મારી બહેનપણી સાથે એના ઘરના ઓટલા પર બેસી ગઈ. મારે એમની સાથેનો સંબંધ વધારવો ન હતો પણ છતાંયે મારી આંખો એમને શોધતી હતી. આ વખતે એ એમની દર વખતની જગ્યા પર ન હતા પણ હું જ્યાં બેઠી હતી બરાબર એ ઘરની સામેના ઘરના ઓટલા પર હતા. એમને જોઈને દર વખતની જેમ મારું દિલ એક્દમ જ ખુશ થઈ ગયું. મને એમના ચહેરા પર પણ એવી જ ચમક દેખાઈ પણ મેં તરત જ મારી નજર ફેરવી લીધી. અને ગરબા શરૂ થયા. એ, એમના મિત્રો, મામા બધા સાથે ગરબામાં જોડાયા. હું થોડી વાર બેસી જ રહી. મારે મનભરીને એમને ગરબા રમતા જોવા હતા. હું જોઈ રહી. મારી બહેનપણી એ કહ્યું ચાલ આપણે રમવા જઈએ. મેં એને કહ્યું તું જા મારું મન નથી. ખૂબ થાકી ગઈ છું. એને મારો જવાબ સાંભળીને નવાઈ લાગી કે આખી  રાત રમતા થાકતી નથી આજે કેમ વગર રમ્યે જ આવું જ કહે છે. મેં કહ્યું સવારથી ઘરે દોડધામ હતી એેટલે જરા થાક લાગ્યો છે તું જા. અને એ ચાલી ગઈ. હું ત્યાં જ બેસી રહી અને એમને જોતી રહી. એ ગરબા રમતા રમતા હું જ્યાં બેઠી હતી ત્યાં આવ્યા પણ એમના ગરબાના તાલ તૂટી ગયા. ત્યાંથી એ ફક્ત ચાલીને આગળ નીકળી ગયા અને ફરીથી ગરબા રમવા માંડ્યા. એટલી ક્ષણો માટે મને થયું કે હું પણ તો એમની નજીકથી ગરબા રમતા પસાર થાઉં ત્યારે આવું જ થાય છે. અને લાગ્યું કે એમના દિલમાં પણ કદાચ મારા જેવી લાગણી હશે. આ વિચારે મને આનંદ તો આપ્યો પણ મારે તો અહીં જ અટકવાનું હતું. અને હું એમને જોવાનું મૂકીને ગરબા રમવા ઊભી થઈ ગઈ. ગરબા રમવામાં એટલી બધા તલ્લીન થઈ ગઈ કે એ ક્યારે ગરબા રમવાનું છોડીને બેસી ગયા તે મને ખબર જ ન પડી. જ્યારે ગરબાનો રાઉન્ડ પૂરો થયો ત્યારે છેલ્લે સુધી હું જ રમતી હતી અને બધા મને જ જોતા જ હતા. મને ખબર જ ના પડી કે આ શું થયું ? મારા મનમાં તો એક જ વિચાર હતો કે એને જોવાના નથી કે એના વિશે વિચારવાનું નથી બસ ગરબા રમવાના છે અને હું રમતી જ રહી જ્યાં સુધી ગરબા ગવાતા રહ્યા અને ઢોલ ઢબૂકતા રહ્યા. ગરબાનો અવાજ બંધ થયો અને હું ઊભી રહી ગઈ. પણ ત્યારે ફળિયામાં વચ્ચે ફક્ત હું જ હતી બીજું કોઈ નહીં. મને થોડીવાર ખબર જ પડી કે હું શું કરું પણ એટલામાં મામા આરતી ની થાળી લઈને આવ્યા અને કહ્યું ચાલ હવે આરતી કરી લઈએ અને પછી માતાજીની માટલી વળાવવા જઈએ. મેં આરતી કરી. પછી આરતી ની થાળી લઈને હું બધાને આપવા વળી તો જોયું કે એમના મિત્રો હું હતી ત્યાંથી બીજી બાજુ વળી ગયા પણ એ મારી પાસે આરતી લેવા આવ્યા. અને એ ક્ષણે હું ધબકારો ચૂકી ગઈ.