Bhool chhe ke Nahi ? - 16 in Gujarati Women Focused by Mir books and stories PDF | ભૂલ છે કે નહીં ? - ભાગ 16

The Author
Featured Books
  • अनोखा विवाह - 25

    आपने पिछले पार्ट में पढ़ा कि और अनिकेत वापस घर आ गए थे और अन...

  • बेवफा - 20

    **एपिसोड 20: पहली चाल**समीरा के हाथों में पेंड्राइव थी और उस...

  • डोनर गर्ल - 1

                                                               ...

  • कारवाॅं - 8

    अनुच्छेद- आठजब से ग्राम पंचायतों को सीधे विभिन्न मदों में धन...

  • BTH (Behind The Hill) - 4

    जैसे जैसे रात जवां होती गई वैसे वैसे जंगल में वहशतनाक आवाज़े...

Categories
Share

ભૂલ છે કે નહીં ? - ભાગ 16

મેં જોયું કે એમના મિત્રો હું હતી ત્યાંથી બીજી તરફ જઈ રહ્યા છે. મને થયું હાશ મારે એમનો સામનો નહીં કરવો પડે. પણ બીજી જ મિનિટે મેં જોયું કે બધા તો ગયા પણ એ મારી તરફ આવતા હતા. મને સમજાયું જ નહીં કે હું શું કરું ? એમની તરફ જાઉં કે બીજી બાજુ જાઉં એવી અવઢવમાં હું તો જ્યાં હતી ત્યાં જ ઊભી રહી ગઈ. મારાથી એક ડગલું પણ આમ તેમ જઇ શકાયું નહીં. ફળિયામાં બરોબર વચ્ચે. એકવાર તો વિચાર આવ્યો કે ના બધા મિત્રો ગયા એટલે તે પણ મારા સુધી ન આવે પણ  એ આવ્યા, મારી નજીક,  મારા હાથમાં આરતી હતી તેઓ આરતીને પગે લાગ્યા,  આરતીના દીવા પર મેં એમના હાથ  જોયા. એક્દમ નજીકથી અને મનમાં વિચાર આવ્યો એેમના આ હાથમાં મારો હાથ કેવો લાગશે ? હું તો એમના હાથ જોતી રહી અને વિચારતી રહી. આટલા નજીકથી મારે એમના ચહેરાને જોવો હતો. જે ચહેરાને દૂરથી જોઈને પણ હું જાણે ખુશીઓના સાગરમાં ડૂબી જતી હતી એ ચહેરાને મારે એકદમ નજીકથી જોવાનો મોકો હતો. અમારી વચ્ચે ફક્ત એક આરતીની થાળી જેટલું જ અંતર હતું. પણ નજર ઊંચી કરીને એમને જોવાની મારી હિંમત જ ન થઈ કે પછી શરમના કારણે હું ઉંચું જોઈ જ ન શકી. મને થયું કે આ સમય અહીં જ રોકાય જાય તો કેવું સારું. એ કદાચ મારા ઉપર જોવાની રાહ જોઈ રહ્યા હતા પણ હું એ કરી જ ન શકી અને લગભગ બે મિનિટ પછી એ ત્યાંથી નીકળી ગયા. હું પણ પછી એ આરતીની થાળી મારી બહેનપણીને આપીને ત્યાંથી મામાના ઘરે આવી ગઈ. મને કંઈ સૂઝ જ ન પડતી હતી કે આ થોડી ક્ષણોમાં શું થઈ ગયું ? મને લાગ્યું કે જાણે આ થોડી ક્ષણો મારા જીવનની અમૂલ્ય ક્ષણો હતી. હું આ સમયને અહીં જ રોકી લેવા માગતી હતી. એ થોડી ક્ષણો હું ભૂલી ગઈ હતી કે મારે એમની સાથે સંબંધમાં આગળ વધવાનું નથી. એ રાત, એ સમય જીવનના પંચાવનમાં વર્ષે પણ મને એવું જ યાદ છે. એમનો એ હાથ, મારા હાથમાં આરતીની થાળી જાણે મારી નજર સામેથી દૂર જ ન થયા. આ બધું મામાના ઘરે દશેરાના દિવસે સાહજિક હતું. કારણકે ત્યાં નવરાત્રિ  ખૂબ મોટા પાયે ઉજવાતી. અને એટલા બધા લોકો હોય કે કોણ શું કરે છે તેની કોઈને પરવા પણ ન હોય. અને એટલે જ હું કદાચ આ દિવસની રાહ જોતી કે હું આખી રાત એમને જોયા કરું તો પણ કોઈને ખબર ન પડે. મને લાગ્યું જાણે હું સપનું જોઈ રહી હતી. હું તો ઘરે આવીને બસ બેસી જ ગઈ. આંખો બંધ કરીને એ ક્ષણોને હું જાણે ફરીથી જીવી રહી હતી. બંધ આંખોમાં પણ મને એ મારી તરફ આવતા દેખાયા, એમનો હાથ દેખાયો મારા વિચારો ફરી જીવંત થયા. હું એટલી ખુશ હતી કે મને સમયનું પણ ભાન ન હતું.  થોડી વાર રહીને મામા આવ્યા કે ચાલ માતાજીની માટલી વળાવવા જવાનું છે. ને ફરી પાછો મનમાં વિચાર આવ્યો કે કદાચ એ પણ આવે. ને હું મામા સાથે ફરી ફળિયામાં પહોંચી ગઈ. અમે બધા માટલી લઈને નીકળ્યા, પણ એ મને ક્યાંય ન દેખાયા. થોડીવાર માટે દુઃખ થયું પછી વિચાર્યું કે કદાચ મેં એમની સામે ન જોયું એટલે તો એ ચાલ્યા નથી ગયા ને ? મને ધ્રાસકો પડ્યો કે એમની તરફ ના જોઈને મેં કોઈ ભૂલ તો નથી કરીને ? પણ સાથે જ વિચાર્યું કે સારું થયું જે થયું તે. આમ પણ મારે અત્યારે એ સંબંધ વિશે આગળ વિચારવાનું નથી. પણ દિલના કોઈક ખૂણામાં એમને ખોવાનો ડર પણ હતો.