Managment shu chhe ? - 2 in Gujarati Business by Siddharth Maniyar books and stories PDF | મેનેજમેન્ટ શું છે? - 2 - આદર સાથેનું વર્તન

Featured Books
Categories
Share

મેનેજમેન્ટ શું છે? - 2 - આદર સાથેનું વર્તન

શ્રેષ્ઠ સંચાલનની શરૂઆત કરવી જ સૌથી મહત્વનું પાસું છે. મેનેજમેન્ટ કરવું અને શ્રેષ્ઠ મેનેજમેન્ટ કરવુંમાં ઘણો ફરક રહેલો છે. સામાન્ય મેનેજમેન્ટ કોઈ પણ વ્યક્તિ ક્રેઈ શકે છે. તેની માટે તેને નિયમોની જરૂર હોતી નથી. પરંતુ તેનાથી સંસ્થા કે કંપનીનો વિકાસ થાય તે જરૂરી નથી. જો સંસ્થા કે કંપનીનો વિકાસ કરવો હોય તો મેનેજમેન્ટ શ્રેષ્ઠ હોવું જરૂરી હોય છે. જેની માટેના નિયમો વિષે આપણે પહેલા ભાગમાં ચર્ચા કરી. હવે, આગામી દરેક ચેપટરમાં આપણે જુદા જુદા સાત નિયમો વિષે વિસ્તૃત ચર્ચા કરીશું. આ ચેપટરમાં આપણે પહેલા નિયમ કર્મચારીઓ સાથે હંમેશા આદર સાથેનું વર્તન વિષે ચર્ચા કરીશું.

વર્કપ્લેસમાં આદર એ સૌથી મહત્વપૂર્ણ લક્ષણોમાંનું એક છે, કારણ કે તે તમારા અને ટીમ માટે એકસાથે લક્ષ્યો પૂર્ણ કરવા માટે સકારાત્મક કાર્ય સંસ્કૃતિનું સર્જન કરે છે. વ્યક્તિગત લાગણીઓને ધ્યાનમાં લીધા વિના, કોઈપણ વર્કપ્લેસમાં આદરપૂર્ણ વલણ પ્રમાણભૂત હોવું સૌથી વધારે જરૂરી છે. વર્કપ્લેસમાં આદરના ઉદાહરણોમાં સહકાર્યકરો તરફ ધ્યાન આપવું, તેમના મંતવ્યો સાંભળવા અને આદર સાથે વાતચીત કરવાનો સમાવેશ થાય છે. આ લેખમાં, વર્કપ્લેસમાં આદર સાથે મેનેજમેન્ટ કરવાની જુદી જુદી 11 રીતો વિષે સમજાવવાનો પ્રયાસ કરીશું. જે વ્યક્તિને સાથીદારો, મેનેજમેન્ટ અને ગ્રાહકો સાથે આદરથી વર્તન કઈ રીતે કરવું અને તેનું શું મહત્વ છે તે સમજાવશે.

વર્કપ્લેસમાં આદર એટલે શું?

આદર એ કોઈને તેના ગુણો અથવા લક્ષણો માટે સારી રીતે સન્માન આપવાણી લાગણી છે, પરંતુ આદર એ લોકો સાથે પ્રશંસા અને ગૌરવ સાથે વર્તવાની ક્રિયા પણ હોઈ શકે છે. વ્યક્તિગત લાગણીઓને ધ્યાનમાં લીધા વિના વર્કપ્લેસમાં આદરપૂર્ણ વલણ પ્રમાણભૂત હોવું ખુબ જ જરૂરી છે. એમ્પ્લોયર અને કર્મચારીઓ બંનેએ એકબીજા અને તેમના સાથી કર્મચારીઓને આદર આપવાની જરૂર છે. એક કર્મચારી તરીકે, વ્યક્તિ પોતાના સહ કર્મચારીઓ અને મેનેજર્સ તેઓને જરૂરી ધ્યાન આપીને, તેમના મંતવ્યો સાંભળી આદર કરી શકે છે. વ્યક્તિ પોતાના સાથી કર્મચારીઓ હોય કે પહચી ખેલાડીઓ તમામમાં અમુક વિશેષતાઓ અને ક્ષમતાઓ શોધી શકે છે. જેની પ્રશંસા કરી વ્યક્તિ અન્ય માટે પોતાનો આદર દર્શાવી શકે છે. સંસ્થા હોય કે પછી કોઈ કંપની મેનેજમેન્ટના સાથીઓ હોય કે પછી ટીમના સભ્યો ગમો અણગમો હોવો સ્વાભાવિક છે. ટીમના સભ્યો માટે જરૂરી નથી કે તેઓ તેમના સુપરવાઇઝર અથવા સહકર્મચારીના વ્યક્તિત્વને પસંદ કરે અથવા તેમની પ્રશંસા કરે, પરંતુ તેઓએ તેમના લક્ષ્યો હાંસલ કરવા અને વ્યાવસાયિક બનવા માટે નોકરી પર આદરપૂર્વક કાર્ય કરવાની જરૂર છે.

કામમાં માન-સન્માનનું મહત્વ

દરેક સંસ્થા કે કંપનીમાં ફરજ બજાવતા દરેક કર્મચારી હોય કે મેનેજમેન્ટના સભ્યો હોય તમામે આદરનું મહત્વ સમજવાની જરૂરિયાત છે. તેનો અર્થ કહો કે વ્યાખ્યા તે ઘણી જ લાંબી અને સમજવી અઘરી છે. પરંતુ સામાન્ય શબ્દોમાં કહીયે તો સાથે કામ કરતા વ્યક્તિઓ એક બીજાને સમજવાનો પ્રયાસ કરે અને સાથી કર્મચારીઓ અથવા તો મેનેજમેન્ટ કઈ પરિસ્થિતિમાં શું પ્રતિક્રિયા આપે છે તે સમજી શકાય છે. જેનાથી વ્યક્તિ ઓફિસમાં હકારાત્મક વાતાવરણ બનાવી શકે છે. જયારે એક વ્યક્તિ બીજાને આદર આપે છે ત્યારે સામેવાળી વ્યક્તિ પણ આદર આપે જ છે. એવું બની શકે કે તે આદર આપવામાં થોડો સમય લગાવે પરંતુ આદર મળશે તે નક્કી છે.

વર્કપ્લેસમાં આદરના કેટલાક ફાયદાઓ છે. જેમાં તણાવમાં ઘટાડો કરવો, ઉત્પાદકતા અને સહયોગમાં વધારો કરવો, કર્મચારીના સંતોષમાં વધારો થવો અને વર્કપ્લેસમાં ન્યાયી વાતાવરણ હોવાનો સમાવેશ થાય છે.

- તણાવ ઘટાડો કરવો : સંસ્થા હોય કે પછી કંપની વર્કપ્લેસ પર કર્મચારીઓના તણાવમાં ઘટાડો કરવો ખુબ જ મહત્વ પૂર્ણ છે. જો કર્મચારીઓ તણાવમાં હોય તો તેની સીધી અસર તેના સ્વાસ્થ્ય પર પડે છે. જેના કારણે તેને ઉત્પાદકતામાં ઘટાડો થાય છે. એટલું જ નહીં કામની ગુણવત્તામાં પણ ઘટાડો થાય છે. જો કર્મચારીમાં તણાવ ન હોય તો તે સારી રીતે વિચારી શકે છે, નવા વિચારો પણ આપી શકે છે, તેની ઉત્પાદકતામાં વધારો થાય છે અને ગુણવત્તા પણ જળવાયેલી રહે છે. જેના કારણે સંસ્થા કે કંપની દ્વારા નક્કી કરવામાં આવેલા લક્ષ્યો પૂર્ણ કરવા માટે સહકર્મચારીઓ સાથે કામ કરવામાં વધુ સરળતા અને આરામનો અનુભવ થાય છે. વધેલા માન અને ઘટતા તણાવથી કામદારોના સ્વાસ્થ્ય પર માનસિક તેમજ શારીરિક અસર પડે છે.

- ઉત્પાદકતા અને સહયોગમાં વધારો : આદર કર્મચારીઓ માટે વધુ તકો પ્રદાન કરી શકે છે. જ્યારે તમે તમારા સહકર્મચારીઓનો આદર કરો છો, ત્યારે તમે મદદ માટે તેમની તરફ વળો છો અને વિવિધ સમસ્યાઓ અને મુદ્દાઓ પર તેમના વિચારો થકી તેઓ તમને મદદ પણ કરે છે. જેનાથી વધુ સર્જનાત્મક ઉકેલો અને સહયોગમાં વધારો થાય છે, તેથી કાર્ય ઝડપથી અને વધુ અસરકારક રીતે કરી શકાય છે. એક પ્રોજેક્ટ એ એકબીજા પાસેથી શીખવાની તક બની જાય છે. જ્યાં બંને પક્ષો તેમની કુશળતા વિકસાવે છે. ટૂંક સમયમાં, કંપનીના તમામ ક્ષેત્રોમાં ક્રોસ-ટ્રેનિંગ અને માહિતી પ્રશિક્ષણ કરવું પણ શક્ય બને છે કારણકે તેમાં કંપનીનો સ્ટાફ જ એકબીજાનો સહયોગ કરે છે.

- કર્મચારીના સંતોષમાં વધારો થવો : સહયોગ અને ઉત્પાદકતા સંતુષ્ટ કર્મચારીઓ સાથે સકારાત્મક વર્કપેલ્સ બનાવે છે. કર્મચારીઓ તેઓ જે કામ કરે છે તેનાથી ખુશ થઈ શકે છે અને દિવસના અંતે તેઓએ જે કામ પૂર્ણ કરયુસી હે તેના પર તેઓ ગર્વ અનુભવી શકે છે. એટલું જ નહીં વ્યક્તિ તે સંતોષ સાથે ઘરે જાય ત્યારે તેના પરિવારજનો પણ તે સંતોષ અનુભવી શકે છે. જો વ્યક્તિ કામના સ્થળેથી સંતોષ વિના ઘરે જાય તો તેની અસર પરિવારજનો પર પણ આવતી હોય છે. કેટલીક વખતે કામના સ્થળનો ગુસ્સો વ્યક્તિ પરિવારજન પણ કાઢતા હોય છે. જેથી સંતોષ સાથે ઘરે જતા કર્મચારીના પરિવારજનો પણ તે સંતોષની લાગણી અનુભવી શકે છે. સંતોષની આ ભાવના લાંબા ગાળે એમ્પ્લોયર્સને લાભ અપાવશે તે નક્કી જ છે. સંતુષ્ટ કર્મચારીઓ સામાન્ય રીતે એવી કંપનીઓમાં રહેવા માંગે છે, જે તેમને સારું મૂલ્ય આપે છે. તે મૂલ્યનો અર્થ સારો પગાર નથી. તેનો અર્થ તેમના કામનું યોગ્ય વળતર, માન અને સન્માન છે. સંતોષી કર્મચારીઓ કંપનીમાં રહીને જ તેમની કારકિર્દીને આગળ વધારવાના માર્ગો શોધે છે. સંતુષ્ટ કર્મચારીઓ આંતરિક પ્રમોશન માટે અરજી કરે તેવી શક્યતા વધુ હોય છે અને તેમની ટીમને તે જ આદર અને કાળજી સાથે આગળ લઈ જાય છે. આ પરિસ્થિતિમાં તાલીમ અને ઓનબોર્ડિંગ પર ઓછા નાણાં અને સમયનો ખર્ચ થાય છે.

- વર્કપ્લેસમાં ન્યાયી વાતાવરણ : એમ્પ્લોયર ઑફર કરી શકે તેવી સૌથી મહત્વની બાબતોમાંની એક કર્મચારીઓને તેમના બેગ્રાઉન્ડને ધ્યાનમાં લીધા વિના તેમની કુશળતા અને જ્ઞાન બતાવવાની તક આપવી છે. આદર લોકોને મનપસંદ બનવાથી અથવા તો બનાવવાથી અટકાવે છે. જેથી દરેક વ્યક્તિને કંપનીમાં અથવા ટીમમાં પોતાનો ફાળો આપવાની તક મળે છે. વાજબી તક શક્તિશાળી છે, કારણ કે તે વિવિધ કર્મચારીઓને ભાગ લેવાની મંજૂરી આપે છે. દરેક કર્મચારી પાસે તેમના સમકક્ષો જેટલી જ પ્રતિભા હોય છે. દરેકના વિચારો તેઓ ક્યાંથી આવે છે અને તેમનું બેગ્રાઉન્ડ શું છે તે ધ્યાનમાં લીધા વિના વિચારોના મૂલ્યને સમજવું જોઈએ. જ્યારે કર્મચારીઓને યોગ્ય રીતે યોગદાન આપવાની તક આપવામાં આવે ત્યારે તેઓ ખીલી શકે છે. જે સીધી અથવા તો આડકતરી રીતે સંસ્થા અને કંપની માટે ખુબ જ લાભદાયી નીવડે છે.

વર્કપ્લેસ પર આદર કેવી રીતે બતાવવો

દરેક વર્કપ્લેસ જુદી જુદી હોય છે. તેના નિયમો જુદા જુદા હોય છે, ત્યાં કામ કરવાની પદ્ધતિ જુદી જુદી હોય છે. ત્યારે એમ્પ્લોયર અને કર્મચારીઓ એક બીજા માટે અલગ અલગ રીતે આદર બતાવી શકે છે. કાર્યસ્થળમાં આદર દર્શાવવા અને ટીમમાં આદરના સ્તરને સુધારવાની કેટલીક સાર્વત્રિક રીતો છે.

- દરેકને શું કહેવું છે તે સાંભળો : અન્ય લોકો શું કહે છે તે ધ્યાનથી સાંભળો અને તેમને તેમના વિચારો શેર કરવા માટે સમય આપો. આનાથી સ્વસ્થ અને સુખી વાતાવરણ બની શકે છે. ઉદાહરણ તરીકે, આગલી વખતે જ્યારે તમે તમારા વિચારો શેર કરવા આતુર હોવ, ત્યારે ખાતરી કરો કે દરેકને પહેલા બોલવાની અને તેમના વિચારો શેર કરવાની તક મળી છે કે નહીં. એટલું જ નહીં જો કોઈ સહકર્મી તેના વિચારો શેર કરવા માટે કે બોલવા માટે તૈયાર નથી તો તેની પાછળના કારણો જાણી તેમને પણ તેમના વિચારો શેર કરવા માટે પ્રોત્સાહિત કરો. જેનાથી ટીમમાં સહયોગની ભાવના વધારી શકાય છે.

- નોનવેરીએબલ કમ્યુનિકેશન પર ધ્યાન આપો : આદર નોનવેરિયેબલ કમ્યુનિકેશનને પણ લાગુ પડે છે. તમે તમારા સાથી કર્મચારીઓને ટેકો આપી શકો છો અને વાત કર્યા વિના પણ માન આપી શકો છો. તમે તમારા સહકર્મચારીઓ સાથે કેવી રીતે કમ્યુનિકેશન કરો છો તે વિશે વિચારો અને ખાતરી કરો કે તે આદરપૂર્ણ રીતે કે નહીં. જેથી જો તમારી રીત આદરપૂર્ણ ન હોય તો તેમાં સુધારો કરી શકાય.

- પારદર્શિતાનો અભ્યાસ કરો : જ્યારે કર્મચારી માહિતી સાથે વિશ્વાસપાત્ર હોય છે અને સંસ્થાની અંદરના મોટા ચિત્ર અને મોટા લક્ષ્યોને સમજે છે, ત્યારે લોકો આદર અનુભવે છે. પારદર્શક બનવા માટે પગલાં લઈને, વ્યક્તિ બતાવી શકે છે કે માહિતી સાથે તમે તમારા સાથીદારો પર વિશ્વાસ કરો છો. એટલું જ નહીં સાથે મળીને સમસ્યાના ઉકેલો તરફ આગળ વધવા માટે તમે સાથે આગળ વધી શકો છો. વ્યક્તિ કોઈ પ્રોજેક્ટ પર નિયમિત અપડેટ્સ મોકલીને અથવા કાર્ય પૂર્ણ કરવા માટે પોતે શા માટે ચોક્કસ પગલાં લીધાં તે સમજાવીને સંસ્થા અથવા કંપનીમાં પારદર્શિતા લાવી શકે છે.

- અન્યની શક્તિઓ અને સિદ્ધિઓને ઓળખો : જે રીતે તમારે અન્ય લોકોનું કહેવું છે તે સાંભળવું જોઈએ અને તેમના સારા વિચારોનો સ્વીકાર કરવો જોઈએ, તે જ રીતે તમારી ટીમના લોકોની શક્તિઓ અને સિદ્ધિઓને ઓળખવી પણ તેટલી જ મહત્વપૂર્ણ છે. તમારા આદર અને પ્રશંસા દર્શાવવા માટે અન્ય લોકોની કુશળતા, સમર્પણ અથવા સફળતા માટે પ્રશંસા કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

- અન્ય લોકોના સમય અને વર્કલોડને મહત્વ આપો : કંપનીમાં અન્ય લોકો વ્યસ્ત છે તે સમજીને, તમે તેમને સન્માન આપી શકો છો. જેની સામે તેઓ પણ તમને આદર પરત કરશે. ઉદાહરણ તરીકે, જો તમે મીટિંગ શેડ્યૂલ કરો છો, તો ખાતરી કરો કે તે સમયસર શરૂ થાય છે અને નક્કી કરેલા તે પૂર્ણ પણ થાય છે. આ તમારા સહકાર્યકરોને આદર બતાવે છે કારણ કે તમે તેમના સમય અને તેઓના કામની કદર કરો છો.

- અર્થપૂર્ણ કાર્ય સોંપો : તમારા વર્કલોડને સંતુલિત કરવાથી તમે વધુ અસરકારક બની શકો છો અને તમારા સહકર્મચારીઓ મદદ કરવા તૈયાર થઈ શકે છે. જ્યારે દરેક વ્યક્તિ સાથે મળીને કામ કરે છે, ત્યારે પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થઈ શકે છે અને મેનેજમેન્ટ અને તમારા ક્લાયન્ટના લક્ષ્યોને પૂર્ણ કરી શકે છે. જો કોઈ સહકર્મી તમારા કામના ભારણમાં મદદ કરવાની ઑફર કરે છે, તો તેમને એવું કામ આપવાનો પ્રયાસ કરો જે તેમની નોકરી સાથે સંબંધિત હોય અથવા તેમની કારકિર્દી માટે ફાયદાકારક હોય. જેથી તેઓ જે કરે છે તેનો અર્થ સાકાર થશે અને ભવિષ્યમાં તેઓ તમને મદદ કરવા ઈચ્છશે.

- સામાન્ય સૌજન્ય અને નમ્રતાનો અભ્યાસ કરો : જો તમે મોટાભાગના લોકોને તેમના આદરના વર્ણન માટે પૂછશો, તો તેઓ ઘણીવાર સૌજન્ય અથવા નમ્રતા જેવા શબ્દોનો ઉપયોગ કરશે. આ બે ઘટકો છે, જે સફળ કાર્યસ્થળમાં મહત્વપૂર્ણ છે. જો તમે નમ્ર છો તો લોકો તમને મદદ કરવા વધુ તૈયાર થશે. તમારા સહકર્મચારીઓને નમ્રતાપૂર્વક મદદ માટે પૂછવા જેવા સરળ પગલાં લેવાથી ઘણું આગળ વધી શકાય છે. મદદ માટે લોકોનો આભાર માનવો અથવા તેમની મહેનતને હાઇલાઇટ કરવી એ નમ્ર અને આદર બંને છે. આ પગલાં નાના છે પરંતુ તેની અસર ખુબ જ મોટી થાય છે.

- પૂર્વગ્રહ અટકાવો : આદર તમારા સહકર્મચારીઓની કુશળતાથી આગળ અને તેમની વ્યક્તિગત માન્યતાઓ સુધી વિસ્તરે છે. વ્યક્તિગત અને વ્યાવસાયિક સંબંધોમાં પૂર્વગ્રહને દૂર કરીને તમે દરેક માટે આવકારદાયક વર્કપ્લેસ બનાવી શકો છો. એમ્પ્લોયર વ્યકિતને નોકરી આપતા સમયે તેમના નામ અથવા શિક્ષણ દ્વારા નહીં પરંતુ તેમની કુશળતાના આધારે ફિલ્ટર કરીને આ કરી શકે છે.

- મીટીંગ, ચર્ચાઓ અને ઉજવણીઓમાં દરેકને સામેલ કરો : મીટીંગ અથવા ચર્ચામાં દરેકની જરૂર છે તે ભાવના સહયોગી વાતાવરણમાં વધારો કરે છે. જેના પગલે સમસ્યાઓના નિરાકરણ માટે નવા વિચારો ઉત્પન્ન કરશે. તમારી ટીમ વધુ સારા ઉકેલો સાથે આવશે અને ઉકેલોને ઝડપથી ઓળખશે. જો તમે મીટિંગ અથવા ઉજવણી કરી રહ્યાં હોવ, તો દરેકને જરૂરથી તેમાં સમાવવાનો પ્રયાસ કરો એટલું જ નહીં ખાતરી કરો કે કોઈ વ્યક્તિ બાકાત ન રહી જાય. તમારા કમ્ફર્ટ ઝોનની બહાર અન્ય લોકો સાથે સંબંધ બનાવો.

- અન્ય લોકો તમને અને તમારી ક્રિયાઓને કેવી રીતે જુએ છે તે ધ્યાનમાં લો : વર્કપ્લેસમાં તમારા શબ્દો અને ક્રિયાઓ અને તે તમારી ટીમના સાથીઓને કેવી રીતે અસર કરી શકે છે તેનાથી હંમેશા વાકેફ રહો. આ ખ્યાલને ભાવનાત્મક બુદ્ધિ કહેવામાં આવે છે. તે અન્યની લાગણીઓને સમજવા તેમજ તમારી ક્રિયાઓ અને તેની સામે તેમની પ્રતિક્રિયાઓને કેવી રીતે અસર કરે છે, તેનો સંદર્ભ આપે છે. તમે યોગદાન આપો તે પહેલાં વિચારવાનો પ્રયાસ કરો અથવા તમે જે ભાષાનો ઉપયોગ કરો છો તેના વિશે તમારા સહકર્મચારીઓ સાથે વાત કરો. થોડા નાના ફેરફારો સન્માન સુધારવામાં મદદ કરી શકે છે.

- તમારા સાથીદારોને મદદ કરો : જીવનમાં કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી. દરેક વ્યક્તિ ક્યારેકને ક્યારેક ભૂલ જરુરુ કરે છે. જો કે, કર્મચારીઓ અન્યની નિષ્ફળતાઓને સ્વીકારી અને ભવિષ્યમાં તેમની સમસ્યાઓ દૂર કરવા માટે તેમનું નિર્માણ કરીને એકબીજાને માન આપી શકે છે. જો તમારા સાથીદારો સંઘર્ષ કરી રહ્યા હોય તો તેમને મદદ કરો, જેથી તમે તમારા લક્ષ્યો સાથે મળીને સિદ્ધ કરી શકો.

મોર્ડન વર્કપ્લેસમાં આદર

આધુનિક કાર્યસ્થળ એટલે કે મોર્ડન વર્કપ્લેસના સંદર્ભમાં, સહકાર્યકરોની ક્રિયાપ્રતિક્રિયાઓ નેવિગેટ કરવા માટે મજબૂત લોકોની કુશળતા હવે પહેલા કરતાં વધુ જરૂરી બની છે. ફોર્બ્સ માટેના એક લેખમાં, નતાલિયા પીઅર્ટ જણાવે છે કે "આપણી વધુને વધુ હાયપર-કનેક્ટેડ દુનિયામાં, અમે હવે, માત્ર વ્યક્તિ તરીકે અથવા ફક્ત સિલોમાં કામ કરવાની અપેક્ષા રાખતા નથી. અમારા પ્રોજેક્ટ્સ વધુ જટિલ બની ગયા છે, તેથી ટીમના ભાગ રૂપે અસરકારક રીતે કામ કરવાની ક્ષમતા પણ મહત્વમાં વધી ગઈ છે.”

પીઅર્ટએ તેના લેખમાં વધુમાં જણાવ્યું છે કે, "કામની વધતી જતી વૈશ્વિક પ્રકૃતિને જોતાં, તમારી સહયોગ કરવાની, જ્ઞાનની વહેંચણી કરવાની અને એવી ટીમોમાં યોગદાન આપવાની ક્ષમતા કે જે વિચાર અને પરિપ્રેક્ષ્યની વિવિધતાનો લાભ લઈ શકે તેવી રીતે દરેકને લાભ થાય અને વહેંચાયેલા પરિણામો તરફ દોરી શકે તે મહત્વપૂર્ણ છે. "

આદરની સંસ્કૃતિ બનાવવા માટે, આપણે બધાએ આપણી કાર્ય ક્રિયાઓ પ્રત્યે સચેત રહેવાની જરૂર છે. હવે ફક્ત લોકો સાથે તમે જેવું વર્તન કરવા માંગો છો તેવું વર્તન કરવું પૂરતું નથી. તેના બદલે, આપણે લોકો સાથે જેમ તેઓ વર્તનની આશા રાખે તેવી રીતે વર્તન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ કરવા માટે, આપણે એકબીજાના દ્રષ્ટિકોણને સમજવા માટે સમય કાઢવો જોઈએ.

તમારા કાર્યસ્થળમાં આદરની ઊંડી સમજણને અનલૉક કરવા માટે, તમારી ટીમને પૂછીને કાર્યની શરૂઆત કરો. તમને પૂછો કે તેમને આદરની લાગણી શાના કારણે થાય છે? જો તમારી ટીમની પ્રોફાઇલ વૈવિધ્યસભર છે, જેમકે ઉંમર, લિંગ અને સંસ્કૃતિમાં ભિન્નતા સાથે આ એક રસપ્રદ કમ્યુનિકેશન બની શકે છે. જેનો જવાબ આપવા માટે દરેક વ્યક્તિને એક અધૂરું વાક્ય આપો 'જ્યારે હું આદર અનુભવું છું...' જેને પૂરું કરવા માટે દરેક વ્યક્તિને કહો. જેથી તમારી ટીમની દરેક વ્યક્તિએ વાક્ય પૂર્ણ કરશે. જેનાથી આ કમ્યુનિકેશનને આગળ વધારવું વધુ સરળ બનશે.

આદર પૂર્ણ વર્કપ્લેસ કેવી હોવી જોઈએ તે પણ જાણવું  ખુબ જ જરૂરી છે. વ્યક્તિ પહેલી  વખત નોકરી કરવા કોઈ સંસ્થા કે કંપનીમાં જાય છે, ત્યારે તે આદર પૂર્ણ વર્કપ્લેસ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય છે. તેની માટે વર્કપ્લેસમાં કેટલીક મહત્વની બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. જેમકે તે વર્કપ્લેસમાં કર્મચારીઓ એક બીજાને તેમના નામ સાથે આવકારે છે અભિવાદન કરે છે, થેન્ક્સ અને પ્લીઝ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે કે નહીં, ત્યાર ગપસપ, અફવાઓ, કટાક્ષ અને ગૃપીઝમ નથી, કર્મચારીઓ સખત મહેનત કરે છે, પરંતુ તેમ છતાં કાર્ય અને તેમના અંગત જીવનમાં સંતુલન જાળવી શકે છે, મેનેજમેન્ટ અને કર્મચારીઓ વર્કપ્લેસને સલામત બનાવવા માટે સતત કાર્યશીલ રહે છે, બિઝનેસ લીડર્સ જોઈ શકાય તેવા, સહેલાઈથી મળી અને સંપર્ક કરી શકાય તેવા હોય, કર્મચારીઓ ટેક્નનોલોજીનો ઉપયોગ કરે છે નહીં કે ટેક્નોલોજી કર્મચારીઓનો, સંઘર્ષો ઝડપથી અને સીધા ઉકેલવામાં આવે છે, પ્રસંગોપાત અનાદરની ઘટનાઓને સ્વીકારવામાં આવે છે અને તેનો ઉકેલ લાવવામાં આવે છે, અનાદરની ઘટનમાં જરૂર પડે ત્યારે માફી માગવી પણ જરૂરી છે તેમજ કર્મચારીઓ મુખ પર હમેશા સ્મિત હોય અને તેઓ હંમેશા રમૂજ કરતા હોય. આ તમામ બાબતો એક ઉત્તમ વર્કપ્લેસ બનાવે છે.

પરસ્પર આદર શા માટે મહત્ત્વનો છે?

તમે જેને માન આપતા નથી અથવા જે તમને માન નથી આપતા તેની સાથે મુક્તપણે, સહયોગી અને સર્જનાત્મક રીતે કામ કરવાનો પ્રયાસ કરવાની કલ્પના કરો. કદાચ તમારે કલ્પના કરવાની જરૂર નથી! પરસ્પર આદરનો અભાવ ફક્ત તમારા કામના માર્ગમાં જ નહીં, પરંતુ તે તમારા સંબંધો અને તમારા આત્મસન્માનને પણ નુકસાન પહોંચાડી શકે છે. તે ગુંડાગીરી અથવા પજવણી જેવા ગેરકાયદેસર અથવા અનૈતિક વર્તન તરફ પણ દોરી જઈ શકે છે. તેથી, તમે મળો છો તે દરેક સાથે આદર રાખવો મહત્વપૂર્ણ છે, ભલે તે તમારાથી ઉંમર, વંશીયતા, લૈંગિક અભિગમ, શારીરિક ક્ષમતા, અનુભવ, કૌશલ્ય, શિક્ષણ અથવા ધર્મને કારણે અલગ હોય. પરસ્પર આદરના ઘણા ફાયદાઓ છે. જેમકે, સુખાકારીમાં સુધારો અને ગેરહાજરીમાં ઘટાડો, વધુ સકારાત્મક અને કેન્દ્રિત કાર્યકારી વાતાવરણ, વિશ્વસનીય અને ખુલ્લું કમ્યુનિકેશન, સહયોગી નિર્ણય, સારી સર્જનાત્મકતા, સમસ્યાનું નિરાકરણ અને નવીનતા, નોકરીઓ માટે વધુ ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉમેદવારો, સ્ટાફ વચ્ચે વફાદારીમાં વધારો, મૂલ્યવાન લોકોની સારી જાળવણી, નિષ્પક્ષતા અને નૈતિક શક્તિ માટે પ્રતિષ્ઠા વિગેરીનો સમાવેશ થાય છે. કર્મચારીઓમાં પરસ્પર આદરની ભાવના હશે તો તે વ્યક્તિગત તેમજ સંસ્થા અને કંપનીના વિકાસમાં ખુબ જ ઉપયોગી નીવડશે.