લગ્ન બાદ બાળક કરવા કેટલા જરૂરી છે? આ પ્રશ્ન સામાજિક હોવાની સાથે સાથે માનસિક, અને આર્થિક મનોસ્થિતિ ઉપ્પર પણ આધારિત છે આજે ગમેતે કહો પણ મોંઘવારી મિડલક્લાસ વ્યક્તિ ની કમર જ નહીં પણ આત્મા ને પણ અંદર થી તોડી નાંખે તેવી છે એની સાથે સાથે શિક્ષણ હું શિક્ષણ ની શું વાત કરું એ મોંઘુ તો છે જ પણ ખરેખર આજે બાળકો ને સિનયર જુનિયર માં ભણાવતા પેલે પેલું શું કેવાય છે? બાળવાતિકા કે કંઈક બીજું પણ એની ફી એક લાખ જેવી કઈ છે સાહેબ વર્ષ ની એકલાખ ફી માં દફ્તર બેગ, યુનિફોર્મ, પુસ્તકો, કલર્સ, વોટરબેગ - લંચબોક્સ , અધર એક્ટિવિટીઝ - પ્રોજેક્ટ ના કપડાં રોજ નવું જમવાનું, અઠવાડિયે બાળક ને સ્કૂલ માં વાપરવા માટે આપવા પડતા રૂપિયા, ક્લચરર એક્ટિવિટીઝ , વિડીયો ગેમ, લેવા - જવા ની વાન નું ભાડુ , ડ્રાફ્ટ, પેરેન્ટ્સ મિટિંગ માં જતા માબાપ ના ટૂવીલર - ફોર વિલર નું પેટ્રોલ ડીઝલ આ ખર્ચો અલગ અને પછી ધોરણ 1 થી 12 નું ટ્યુશન ચોપડા સેમ એજ ખર્ચો થોડો ડબલ કરો એક મિડલક્લાસ વ્યક્તિ ક્યાં જશે? હવે આ બાબતે એક પેહેલું હું પોતે એવુ માનું છું કે જો " પોતાના સમય માં માબાપે જમીન જાયદાત , ઘરેણાં, સેવિંસ , મિકલતો ભેગી કરી હશે " તેમના જ બાળકો પોતાના સમય માં કંઈક ખાસ, અથવા વધુ આગળ , અથવા ધારેલું સ્થાન મેળવી શકશે, અથવા ખરેખર સુખી થઇ શકશે આ પેઢી દર પેઢી દ્વારા અપાતું સુખ કહી શકાય જેમ " માબાપ સંસ્કારો ની લેંગેસી જાળવવા માંગે છે તેમ જ આ પણ જાદવવું જોઈએ જે વસ્તુ તમે એટલે કે માબાપે જ અચીવ નથી કરી એજ વસ્તુ પોતાનું બાળક બમની સ્પીડે કેમનું કરી શકે? એ માબાપે ધ્યાન માં રાખવું જ જોયે " આજે તમારી પાસે વધારા નું કંઈક હશે તો જ તમે તમારા આવનારા બાળક ને સારું આપી શકશો નહીં તો " બાળક પોતાના ભાગ્ય નું લેતું જ આવશે " એમ કહી બે સંતાનો લાવી ને એમના ભવિસ્ય જોડે " ખેલવાડ " ના જ કરાય બાળક બે હોય ને ભેગું કરેલું ધન કે ઘર ફક્ત એક એમાં પણ માબાપ " બાયસ ( ભેદભાવ ) વ્યવહાર કરી જીવન અંધારા માં નાખી દે છે બાળક કરી લો " અમે છયે ત્યાં સુધી સાચવી લેશું પછી તમને અઘરું પડશે " એમ કહેતા સાસુ - સસરા ખરા સમયે હાથ ખંખેરી ને ઉભા રહે છે ઘર, સાસુ સસરા ની જવાબદારી પુરી કરવા પતિ પત્ની નોકરી કરે ત્યારે તું કય અમારા માટે કમાવા નથી જતી " તારા અને તારા બાળક ને ઓછું પડતું હશે એટલે " નીકળી પડી છે અમે તો એકલા હાથે ચાર ચાર ને સાચવ્યા અમને તો કોઈ તકલીફ નથી પડી તમે જ નવાય ના " હવે આ ઉંમરે પણ તમારા બાળકો સાચવવા ના? આજ બાકી છે? " તમને પણ ખબર જ હશે બાળકો એમ મોટા નથી જ થતા તો જયારે વડીલો સાવ હાથ ખંખેરી દે તો ? ત્યારે આજ ના આવા સમય માં ઘણા લોકો બાળક કરવાનું અવોઈડ જ કરે છે જે તેમના માટે યોગ્ય પણ છે પ્રેક્ટિકલ રીતે હું જોઉવ તો " મારી પાસે જ કઈ ના હોય, હું કેપેબલ ના હોઉવ તો બાળક ને હું શું આપીશ? કારણકે ફક્ત સંસ્કારો થી જીવન નથી નીકળતું, પેટ નથી ભરાતું " તમારી પાસે વારસા માં આપવા માટે ધન, પ્રોપર્ટી, ઘરેણાં હોવા જોઈએ અને ખાસ ઘડપણ માં બાળકો ના રાખે તો તમે જ એટલા સક્ષમ હોવા જોઈએ કે પોતાનું ઘડપણ સારી રીતે કાઢી શકો મેડિકલ ઇમરજન્સી ને સાચવીને " જે આજ ની પેઢી આ ટોપિક ને મક્કમતા થી મગજ માં ઉતારે છે હું એવુ માનું છું કે ભગવાન ના ભરોસે બધું છોડી નથી શકાતું એ ગાંડપણ થશે મેં એવા પણ માબાપ જોયા છે જે " અમે તો ફક્ત શિક્ષણ આપ્યું બસ આગળ એણે જાતે જ ઉભું કરવાનું અમે તો કશું નહીં આપીયે " તો આ બોલનાર માતાપિતા ને હું એટલુંજ કહીશ કે આ માબાપ તરીકે ની તમારી આટલી જ જવાબદારીઓ નથી આ તમારા વિચારો થી આવા વર્તન થી જ એક દીકરો પિતા થી દૂર થાય છે વહુ સાસુ થી દૂર થાય છે ભેદભાવ ના ચક્કર માં ભાઈ ભાઈ વચ્ચે, ભાઈ બહેન વચ્ચે બનતું નથી હોતું ને અંતે વૃદ્ધાશ્રમો ભરાતા જાય છે જવાબદારી ફક્ત દીકરા દીકરી કે વહુ જમાઈ ની જ નથી જવાબદારી માબાપ ની પણ એટલી જ છે વાત કદાચ 90% લોકો ને નહીં જ ગમે પણ સમય ની સાથે વડીલો એ પણ બદલવું પડશે લાકડા ની જેમ કડક રહેશો તો તૂટી જશો એના કરતા દીકરા જોડે મિત્ર બનો દીકરી જોડે બહેનપણી બનો અને વહુ ને " અમારે તો દીકરી " જેવી " જ શબ્દ બોલવા કરતા " પુત્રવધુ " પુત્ર થી પણ વધુ લક્ષમી જ ગણો એ દીકરી ના જ હોય કારણ કે દીકરી વહુ ના હોય કોઈ કોઈ ની જગ્યા ના લઇ શકે આ સ્વીકારી " વડલા જેવા " વડીલ બનો તો જ સમાજ સુધરશે નહીં તો ધીરે ધીરે " લગ્ન અને બાળકો થતા બઁધ થઇ જશે "
આ કડવું છે પણ સત્યારે સમાજ નું આજ સત્ય છે
ખાસ નોંધ લેજો આ કોઈ એક વ્યક્તિ માટે નથી તો બંધ બેસતી પઆઘડી ના પેરશો 🙏
#સીધીસટાકવાત
#સમાજ #અનેરી #Aneri #વાત #મારીવાત
#વાર્તા