Whose honor goes??? in Gujarati Women Focused by Awantika Palewale books and stories PDF | ઈજ્જત કોની જાય???

Featured Books
Categories
Share

ઈજ્જત કોની જાય???

જ્યારે પણ રેપ વિશે વાંચુંને ત્યારે મારું લોહી ઉકળી ઉઠે. આજના પેપરમાં હતું બાંગ્લાદેશની અંદર હિન્દુ સ્ત્રી ઉપર રેપ કરવામાં આવ્યો અને તેના વાળ કાપી નાખવામાં આવ્યાં .ખરેખર રેપ થયેલી યુવતીની ઈજ્જત ગઈ કે પછી રેપ કરનારની ઈજ્જત? એ પછી મેં પ્રશાંત આચાર્યને સાંભળ્યા તેને ચોખ્ખું જ કહ્યું હતું કે સ્ત્રીની ઈજ્જત તેની યોનીમાં રહેલી છે ? તેના મા બાપ તેના ભાઈ બહેન એ બધાની ઈજ્જત માત્ર સ્ત્રીની યોનીમાં રહેલી છે? 

જોકે બાંગ્લાદેશમાં બનેલી ઘટના તો એટલી હલકી છે કે તેના વિશે તો શબ્દો જ નથી પણ આપણા જે માનવતાવાદીના નારા લગાવનારા ત્યારે ક્યાં જાય છે? આપણી જ બેન દીકરીને સર જાહેર વખોડે છે ત્યારે આ માનવતાવાદીના ઝંડા લઈને ફરનારા અને પેલા પ્રાણીઓ માટે જીવ દયાપ્રેમીઓ પોસ્ટરો લઈને રોડ ઉપર ફરનારા બધા આવી ઘટના વખતે ચૂપચાપ કેમ બેસી રહે છે!

  એક સ્ત્રીને જાહેરમાં બાંધીને તેના ઉપર રેપ કરવો એ કઈ મર્દાનગી છે અરે હું તો કહું છું કે એમાં સ્ત્રીની ઈજ્જત નથી ગઈ રેપ કરનારી આપણા ઘરમાંથી કોઈ વસ્તુ લઈને જાય ત્યારે એમાં દોષ ચોરી કરનારનો  હોય છે એવું જ મેં સાંભળેલું હતું અને સાચું પણ છે ઘરમાંથી ઘરેણાંની ચોરી થાય તો ચોર ઉપર આરોપ લાગે છે નહીં કે ઘરવાળા ઉપર તો આ રેપ કરનારાઓની ઈજ્જત ગઈ છે એ માસુમ સ્ત્રીને કોઈ જ વાંક નથી. બળાત્કાર એક વિકૃત મનની ઉત્પત્તિ છે. જ્યાં સુધી કપડા નહોતા પહેરતા ત્યાં સુધી બળાત્કારના કિસ્સાઓ થતા નહોતા જ્યારથી કપડાનું સંશોધન થયું અને કપડાં પહેરતા થયા ત્યારથી જ બળાત્કાર અને રેપના કિસ્સાઓ વધવા લાગ્યા. 

  હમણાં જ મેં એક જગ્યાએ સાંભળ્યું એક બહેન કહેતા હતા કે અત્યારે ચણીયા ચોળી પહેરવામાં જે દુપટ્ટો રાખવામાં આવે છે એ સ્તનના બે વચ્ચેના ભાગમાં બાંધીને રાખે છે અને બંને બાજુના સ્તન ખુલ્લા રહે છે તો જોવા વાળાની નજર એના ઉપર પડવાની છે અને એ સ્ત્રી ખુલ્લુ આમંત્રણ આપે છે કે આવો તમે મારા ઉપર રેપ કરો. શું આ તેનું નિવેદન સાચું હતું?
સમાજના બની બેઠેલા ઠેકેદારો સ્ત્રી માટે કપડાં નક્કી કરે છે મર્યાદાઓ નક્કી કરે છે સંબંધો નક્કી કરે છે તો આખી ઢાંકેલી સ્ત્રી ઉપર બળાત્કાર કેમ થાય છે? 
અનેક માસુમ બાળકી જેને હજુ પોતાની જ સમજ નથી એવી બાળકી ઉપર પણ રેપ થાય છે તો પછી આ સમાજ અને આ સ્ત્રીઓ જે નિવેદનો આપે છે કે કપડાં ખુલ્લા પહેરવાથી પુરુષોને આકર્ષણ આવે છે તો બાળકી માં એવું શું જોઈને પુરુષને આકર્ષણ થાય??
સ્ત્રીને હંમેશા કહેવામાં આવે છે પૂરેપૂરું શરીર ઢાંકીને રહેવાનું અમુક જગ્યાએ જવાનું અમુક જગ્યાએ નહીં જવાનું. તો પુરુષોને કેમ કહેવામાં નથી આવતું કે તેની હવસની નજરો ઉપર કાબુ રાખે! પોતાના બે પગ વચ્ચે રાખેલા ભાગને થોડુંક સીમિત રાખે! તેને કેમ દરેક સ્ત્રીમાં માતા બહેનને દીકરી નથી દેખાતી? દરેક સ્ત્રી પુરુષની જાહેર પ્રોપર્ટી નથી હોતી .ક્યારેક બસમાં જાઓ રિક્ષામાં જાવ ગાડી લઈને જાવ તો પુરુષોનું મન પડે ત્યારે અડપલા કરે છે તો સ્ત્રી શું જાહેર પ્રોપર્ટી બની ગઈ છે? 

  મા બાપ પોતાની દીકરીને ભણાવે છે. હોશિયાર બનાવે છે સમાજમાં ઉભી રહેવાને લાયક બનાવે છે .એ સ્ત્રીને બહાર નીકળવાનો અધિકાર નથી? પોતાની રીતે જીવવાનો અધિકાર નથી? જો એ સ્ત્રી ઘરની બહાર નીકળે એટલે એ પુરુષોની જાહેર પ્રોપર્ટી થઈ ગઈ ? આવા  તો અને પ્રશ્નો મારા મનમાં છે પણ એનો કોઈ અંત આવતો નથી હું તો ઘણી વાર આ બાબતો પર લખું છું ઘણીવાર બોલું છું મારા જાહેર મંચ ઉપર પણ મેં બળાત્કારનો ટોપિક ઉખેડ્યો છે પરંતુ જ્યાં સુધી આપણે એવું સમજશું કે આ યોનીમાં જ આપણી ઈજ્જત સમાયેલી છે! ત્યાં સુધી આપણી ઈજ્જત નિલામ થતી રહેશે અને લૂંટાતી રહેશે.

આ મારું મંતવ્ય છે તમારું મંતવ્ય શું છે આ બાબતમાં એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો!!