Mental rape in Gujarati Women Focused by Awantika Palewale books and stories PDF | માનસિક બળાત્કાર

Featured Books
Categories
Share

માનસિક બળાત્કાર

આજે મારે વાત કરવી છે *માનસિક બળાત્કાર* શારીરિક બળાત્કાર વિશે તો આપણે ઘણું સાંભળીએ છીએ જોઈએ છીએ તેના વિશે માહિતી પણ ઓનલાઇન પ્લેટફોર્મ પર મળી જાય છે પણ આ માનસિક બળાત્કાર જેનો ભોગ સૌથી વધુ સ્ત્રીઓ થાય છે. એ પણ એવી સ્ત્રીઓ કે જે લાગણીઓથી ઘવાયેલી હોય છે .તેની લાગણીનો ઉપયોગ કરવો સરળ છે અને આપણી સ્ત્રી જાત એક એવી છે લાગણીશીલ. કારણ કે સ્ત્રી બુદ્ધિથી વિચારવાનું ઓછું અને હૃદયથી વિચારવાનું વધુ રાખે છે એટલે જ આપણા ઓનલાઈન પ્લેટફોર્મ માં પર્સનલ ની અંદર ઘુસી જતા આવારા તત્વો વધી ગયા છે. જોકે સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ દરેક સ્ત્રીને આ  અનુભવ થયો હોય છે. પણ એ અનુભવ ક્યાંય શેર કરાતું નથી આજે હું આ જ બાબતે અહીંયા રજૂઆત કરવા આવી છું. 

જોકે ઘણા દિવસથી મને આ વિશે લખવાનું મન થતું હતું. અને સ્ત્રીઓને કેવું હતું કે સોશિયલ મીડિયા ઉપર જ્યારે પણ તમે લોકો આવો છો ત્યારે પર્સનલ લાઇફ શેર કરવી જરૂરી નથી એ પણ ખાસ એવા અજાણ્યા લોકો પાસે કે જેની તમારી પાસે કોઈ માહિતી નથી આપણી નાની મોટી માહિતી લઈને ફેલાવો કરવાવાળા આવારા તત્વો ઘણા છે. ઓનલાઇન પ્લેટફોર્મ આપણને પ્રગતિ માટે સ્ટેજ પૂરું પાડે છે હવે એ સ્ટેજનો આપણે કઈ રીતે ઉપયોગ કરીએ છીએ એ જોવાનું છે.
  
  અમારા ગ્રુપમાં એક વ્યક્તિએ પોતાના આવા બનાવો શેર કર્યા તેમણે જો કે જાહેરમાં જ લખ્યું હતું કે તેમને પર્સનલ માં મેસેજ કરીને કેવી રીતે હેરાન કરવામાં આવે છે.કેવા કેવા પ્રશ્નો પુછાય છે અને જોકે ઓનલાઇન પ્લેટફોર્મ એટલે આપણી લિપી સિવાયના બીજા ઘણા છે. અને એક દીદીનું તો એકાઉન્ટ જ હેક કરી લીધો હતો દીદી ને ખબર જ નહોતી કે તેના એકાઉન્ટમાં શું થઈ રહ્યું છે અને પાછી ગંદી ગંદી ભાષા તેના મેસેન્જરમાં મોકલતા હતા. આવું માનસિક હરસમેન્ટ આપણે શું કામ સહન કરવું...!!! માત્ર ને માત્ર બદનામી ના કારણે જે આવારા તત્વો મેસેન્જરમાં આવે છે એ લોકોને સ્ત્રીની ઉંમર સાથે કોઈ જ લેવાદેવા નથી માત્ર સ્ત્રી હોવું જ પૂરતું છે .


  
"માનસિક બળાત્કાર" શબ્દ કદાચ કાયદાકીય વ્યાખ્યામાં ન હોય, પરંતુ તે ઓનલાઈન થતી એ તમામ ક્રૂર પ્રવૃત્તિઓનું પ્રતિબિંબ છે જે મહિલાઓના આત્મસન્માન, માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષાની ભાવનાને છિન્નભિન્ન કરી નાખે છે.

ફેસબુક મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ DM અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મની પ્રાઇવેટ ચેટ સુવિધાઓનો ઉપયોગ હવે મહિલાઓ સામે એક નવા પ્રકારના ગુના માટે થઈ રહ્યો છે. આ પદ્ધતિમાં ગુનેગાર (ઘણીવાર નકલી પ્રોફાઇલ દ્વારા) ખૂબ જ ચાલાકીપૂર્વક મહિલાના જીવનમાં ઘૂસણખોરી કરે છે.
આવા આવારા તત્વો સૌપ્રથમ કોઈ મિત્ર, સહાનુભૂતિ ધરાવનાર કે મદદગાર તરીકે વાતચીત શરૂ કરે છે. તેઓ ખોટી સહાનુભૂતિ, પ્રશંસા કે લાગણીઓ બતાવીને સ્ત્રીઓનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરે છે.વિશ્વાસ સ્થપાતા જ તેઓ પીડિતાના પારિવારિક જીવન, સંબંધો, નોકરી કે ભૂતકાળની સંવેદનશીલ વિગતો વિશે પૂછપરછ કરવાનું શરૂ કરે છે. ભાવનાત્મક રીતે નબળી પડેલી મહિલાઓ ઘણીવાર આ અંગત માહિતી શૅર કરી દે છે.
આ પ્રકારના શોષણમાં એક લાંબો સમયગાળો હોય છે, જ્યાં ગુનેગાર ધીમે ધીમે પીડિતા પર માનસિક નિયંત્રણ સ્થાપિત કરે છે.એકવાર ગુનેગારને પૂરતી અંગત કે સંવેદનશીલ માહિતી મળી જાય, પછી તેનો ઉપયોગ સ્ત્રીઓને બ્લેકમેઇલ કરવા માટે કરવામાં આવે છે.

     ઘણીવાર, આ અંગત માહિતીને એડિટ કરીને કે સંદર્ભથી દૂર કરીને સોશિયલ મીડિયા પર અન્ય લોકો, પરિવારજનો કે મિત્રો સાથે ફેલાવી દેવામાં આવે છે. આનાથી મહિલાનું સામાજિક સન્માન અને પ્રતિષ્ઠા તત્કાળ નષ્ટ થાય છે.
ખાનગી જગ્યામાં વિશ્વાસ જીતીને, માનસિક રીતે શોષણ કરીને, અને અંતે તે જ માહિતીનો દુરૂપયોગ કરીને મહિલાને જાહેર જીવનમાં બદનામ કરવી એ એક પ્રકારનો ગંભીર ભાવનાત્મક અને માનસિક બળાત્કાર છે.

બસ મારું એટલું જ કહેવું છે કે આવા માનસિક બળાત્કારનો ભોગ નહિ બનવાનું એવા આવારા તત્વોને પોષણ નહીં આપવાનું અને કોઈપણ પ્રકારની બદનામીના ડર રાખ્યા વગર એવા લોકોને ખુલ્લા પાડવાથી બીજી સ્ત્રીઓને આપણે બચાવી શકીએ છીએ...

તો વાચક મિત્રો મેં આ લખેલો લેખ બરોબર છે કે નહીં તેના પ્રતિભાવો જરૂરથી આપજો અને તમારા બધાનો આમાં કેવું મંતવ્ય છે એ પણ મને જરૂરથી કહેજો ડિજિટલ દુનિયામાં ક્રાંતિ આવી છે પરંતુ સ્ત્રીઓએ આ ક્રાંતિનો ભોગ નથી બનવાનો શક્તિ બનીને ઉભું રહેવાનું છે....