આજે સાંજે મારા ઘરે મારા એક લાઇબ્રેરીયન મને મળવા આવ્યા હતા કમલેશકાકા. કમલેશકાકા જ્યારે લાઈબ્રેરીયન હતા ને ત્યારે હું તેની આસિસ્ટન્ટ લાઇબ્રેરીયન એટલે કે કમલેશ કાકા બીજે કામ કરવા જાય ત્યારે હું લાઇબ્રેરીમાં બેસી ત્યાં ભણવા આવતા વિદ્યાર્થીઓનું ધ્યાન રાખતી અને હું પોતે પણ ભણતી એમ કહો ને રોફ પણ જમાવતી. એ પણ એક જાતની મજા હતી અને કમલેશ કાકા મને મહિને પગાર આપતા એટલે મારા ખર્ચા નીકળી જતા જોકે આવા કામ મેં બહુ કર્યા. આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પણ હું જાતી જ્યારે કોલેજમાં પ્રોફેસરો ના આવે ત્યારે તેની ક્લાસ મને આપતા અને હું એ કામ બખુબી નિભાવું કારણ કે જ્યારે પ્રોફેસર ન આવવાના હોય ને એના આગલા દિવસે જ મને સુચના મળી જતી અને જે પાઠ અથવા જે લેકચર લેવાનાં હોય ને તેનું whatsapp માં મને ડિટેઈલ્સ મળી જતી એ હું સાંજે જ તૈયાર કરી લેતી અને એનું પેમેન્ટ પણ લેતી. ખોટું નહિ બોલું મેં મફતમાં ક્યારેય કોઈ કામ કર્યું જ નથી એટલે જેને પણ મારી પાસે કામ કરાવવું હોય એને પેમેન્ટ ચૂકવવું પડે અને એ લોકો ખુશી ખુશી મને પેમેન્ટ આપતા કારણકે હું તેનું કામ તે લોકો કરતાં પણ સરસ રીતે કરી દેતી. મને ભણવું અને ભણાવું ખૂબ જ ગમતું...
આજે આ લખવાનું કારણ તો એ જ કે અત્યારે યુવાનો એમ કહે છે કે મારી પાસે સમય નથી પણ મેં તો આજે જાણ્યું કે વૃદ્ધો પાસે પણ સમય નથી. વૃદ્ધો પણ એટલા બીઝી છે કે તેમને પુસ્તકો વાંચવાનો સમય નથી....
કમલેશ કાકા ઘરે આવ્યા ને મને બહુ જ ગમ્યું મેં કાકા ને કહ્યું આજે તમે મારા ઘરે આવ્યા છો. હું તમને ભેટમાં એક પુસ્તક આપવા માગું છું જોકે મેં હમણાં ઘણા બધા પુસ્તકો ખરીદ્યા હતા. મારી પાસે પુસ્તકનો સ્ટોક વધી ગયો ઓલરેડી મારી પાસે પહેલેથી જ પુસ્તકો પડ્યા હતા તેમાં નવા પુસ્તકોનો ઉમેરો થયો એટલે મને મન થયું કે કમલેશકાકા ને એક સારું પુસ્તક ભેટમાં આપું ઘણા સમય પછી મને મળવા આવ્યા હતા. ચા પાણી નાસ્તો પતાવ્યા પછી મેં તેમનાં હાથમાં બક્ષી સાહેબનું પુસ્તક આપ્યું. મેં કહ્યું કાકા મારા તરફથી તમને આ ભેટ !!
કમલેશ કાકા એ મને જે જવાબ આપ્યો ને એ તો મેં વિચાર્યું જ નહોતું કારણ કે આપણી વિચાર શક્તિ એટલી જ હતી કે વૃદ્ધ થયા પછી તેમની પાસે સમય જ હોય છે તે લોકો સમય પસાર કરવા માટે તેમને અલગ અલગ પ્રવૃત્તિમાં જોઈન્ટ થવું પડે છે..
મને તું પુસ્તક ભેટમાં આપે છે!!! મારા ઘરમાં આવતા છાપા પણ હું વાંચી નથી શકતો. મારી પાસે 10 મિનિટનો સમય નથી હોતો કે હું કોઈ પુસ્તક વાંચી શકું....
કાકા એક વખત વાંચજો બક્ષી સાહેબને વાંચ્યા પછી તમને બીજું કશું જ વાંચવાનું નહીં ગમે...
લાઇબ્રેરીયન હતો એટલે લેખક વિશે તો મને ખબર જ હોય છે હું જાણું છું પણ હું ત્યારે પણ પુસ્તક વાંચી નહોતો શકતો અને અત્યારે પણ હું પુસ્તક વાંચી નથી શકતો. મારી પાસે સમય નથી તારી આ ભેટનો ખુબ ખુબ આભાર પણ હું નહીં સ્વીકારું તું લખે છે તો પુસ્તકો તારા જ કામમાં આવશે...
કાકા તો ચાલ્યા ગયા પણ મને વિચારતી કરતા ગયા આટલી ફાસ્ટ લાઇફ જીવતા હશે અત્યારના વૃદ્ધો યુવાનો તો જીવે જ છે . પણ વૃદ્ધત્વમાં પણ આટલા કામ હોય છે મે તો સાંભળ્યું છે કે ઉમર થાય પછી તેની પાસે કોઈ કામ રહેતું નથી અને તે આરામ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ હોતો નથી પણ જ્યારે કમલેશ કાકા ની આ વાત સાંભળ્યા પછી હું તો એ જ વિચારી રહી છું કે સમય આટલો ઝડપી આવી ગયો છે???
પુસ્તકો વાંચવાનું આપણે કોને કહેવું?? પહેલા તો મને લાગ્યું કે કાકા ને કદાચ રસ નહીં હોય એટલે જ પુસ્તકો વાંચતા નહીં હોય પણ તેમની જિંદગી ખરેખર બીઝી છે કે તેમની પાસે પોતાના માટે પણ સમય નથી યુવાનોને આપણે પુસ્તકો તરફ વાળવા જઈ રહ્યા છે મોબાઇલ મૂકીને પુસ્તકો હાથમાં લે હમણાં જ ક્યાંક છાપામાં મેં વાંચ્યું હતું કે તમારે આભાર માનવો હોય તો મને એક પુસ્તક આપો. જો કે મારી પણ એવી માંગ હોય છે. હું દરેક રક્ષાબંધનમાં મારા ભાઈઓ પાસેથી પુસ્તકો જ લઉં છું અને વરસમાં કાંઈ કેટલા પુસ્તકો લેતી હશે એ મને ખબર નથી પણ દરેક પુસ્તકો હું વાંચી નથી શકતી. જે રીતે હું ભેટમાં પુસ્તકો લઉં છું એ રીતે હું બીજાને પણ પુસ્તકો ભેટમાં આપું છું પુસ્તક ભેટમાં આપ્યા પછી એવો વિચાર આવે છે કે યોગ્ય જગ્યાએ પુસ્તક ગયા છે??
ભેટ તો સ્વીકારી લે છે પણ શું એ ભેટનો ઉપયોગ થાય છે કે અથવા ખૂણામાં પડ્યું રહે છે કમલેશ કાકા એ તો મારા મો ઉપર જ મારી ભેટ સ્વીકારવાની ના પાડી દીધી હા.... થોડી વાર દુઃખ થયું પણ પછી વિચાર્યું કે સારું થયું કે જો એના ઘરમાં મારું પુસ્તક ખૂણામાં પડ્યું રહેવાનું હોય તો એના કરતાં મારી પાસે સારું છે જ્યારે બીજાને પુસ્તક આપીએ છીએ તે શું ખરેખર વાંચતા જ હશે???
તો મિત્રો તમારું શું કહેવું છે તમે પણ કોઈને ભેટમાં પુસ્તક આપ્યું જ હશે ભેટમાં આપેલું પુસ્તક અથવા લીધેલું પુસ્તક શું વંચાય છે કે પછી આપણા કબાટના એક ખૂણામાં પડ્યું રહે છે કોમેન્ટ કરીને તમારા જવાબ જણાવજો.્્
🌹 રાધે રાધે 🙏🌹