Reel and kiss!? in Gujarati Anything by Awantika Palewale books and stories PDF | રીલ અને ચુબંન!?

Featured Books
Categories
Share

રીલ અને ચુબંન!?

હમણાં તો ગરબાની રમઝટ ચાલે છે સમય જરા પણ મળતો નથી રાતના અઢી ત્રણ જેવું થય જ જાય છે પણ આજે થોડી નવરાશની પળો હતી તો પેપર લઈને બેઠી હતી જો કે હું  ઈનસ્ટા અને facebook બંનેનો ઉપયોગ બહુ ઓછો કરું છું. ટાઇમપાસ કરવા માટે ક્યારેક રીલ જોઈ લઉં છું છાપામાં પણ આજે એ કપલ વિશે વાંચ્યું અને ઈસ્ટા ની રીલમાં પણ મેં એવું જ જોયું ત્યારે મને થયું બધા જ સમાજના ઠેકેદારો આવી નાની નાની બાબતો ઉપર ખૂબ જ ઉછાળા લે છે સોશિયલ મીડિયા ભરી દે છે... તો પછી જ્યારે રેપ થાય છે કોઈ ઉપર બળાત્કાર થાય છે ત્યારે આ બધા ઠેકેદારો ક્યાં જાય છે!

      આપણે બચાવ ન કરી શકીએ તો કંઈ નહીં પણ આપણે ફેલાવો તો ન જ કરીએ...

જોકે અમારા ડોક્ટર સાહેબ છે ને એમણે મને કાલે જ કહ્યું હતું કે નકારાત્મકતા તરત ફેલાઈ જાય છે વાતનું તથ્ય જાણ્યા વગર ફેલાવો તરત થઈ જાય છે અને સોશિયલ મીડિયાઓ તો એનું જબરું પ્લેટફોર્મ છે. એક પાસે આવેલી રીમ તરત જ 10 જણા પાસે પહોંચી જાય છે અને આમ કરતાં સો જણા પાસે પહોંચી જાય છે હવે જ્યાં સુધી છેલ્લા માણસ પાસે પહોંચે ત્યાં સુધીમાં એ વીડિયોનું દ્રશ્ય જ બદલાઈ ગયું હોય છે..

  એ બરોબર છે કે ગરબા ની અંદર માતાજીની આરાધના થવી જોઈએ આ વસ્તુની હું પણ સખત વિરોધી છું પણ ફેલાવો કરવામાં હું નથી માનતી. 

  


હમણાં ઓસ્ટ્રેલિયાથી આવેલાં કપલ ગરબામાં કિસ કર્યું એવી રીલ બહુ વાઈરલ થઈ છે ચર્ચાનો મુદ્દો બની ગયો.

  આવું તેમણે ન કરવું જોઈએ એ સાથે હું સહમત છું પણ એક બીજો કિસ્સો પણ છાપામાં વાંચ્યો કોઈ જાદવ કપલ પણ આવું જ કર્યું છે.આમ જુઓ તો જે લોકો લેખક તરીકે લખે છે તે તેની નોવેલ માં આવાં સીન લખે છે કારણ વાચકોને ગમે છે.પિકચરના ડાયરેક્ટર આનાથી વધું બોલ્ડ સીન બતાવે છે ને આપણે બહુ રસ લઈને જોઈએ છે.

  વિદેશમાં તો જાહેરમાં કિસ કરવું એ નોર્મલ છે.પણ આપણે આમ તો બધી જ ઘટનાઓ નોર્મલ રીતે લઈએ છીએ તો આટલો ઉછાળો કેમ? જો કિસ કરવું ગુનો ગણાય તો રેપ કરવો શું કહેવાય! 

  આ તો હમણાં પોલીસ પ્રશાસન અને સમાજનાં આગેવાનો બધાં જાગ્યા તો એ પહેલાં ગરબામાં જ રેપ થતાં તેનો કેમ ઉલ્લેખ થતો નથી...

   બીજાની બહેન દીકરીઓની નકારાત્મક બતાવવા જેટલાં ઉતાવળા થવાઈ છે! એટલું આપણાં ઘરમાં નજર નથી રાખતા!
શરૂઆત ઘરથી જ થાય છે 

  આવી નાની બાબતો ઉછાળી લાઈક કોમેન્ટ મેળવવા કરતાં આપણી એકતા કેવી રીતે મજબૂત બને તેનાં વિશે વિચારો! 
આવનારી પેઢીને આપણે એક એવો સમાજ કે દેશ આપીને જાઈએ જેમાં તે સુરક્ષિત અને વિકાસશીલ હોય...

બધાં ભારતીયો મારાં ભાઈ બહેન છે " એવું ભણવામાં આવતું
દરેક પુસ્તકમાં પણ શીખવવામાં આવ્યું છે પણ જ્યારે આવી નાની નાની બાબતો ઉછાળવામાં આવે છે ને ત્યારે જ મોટા કિસ્સાઓ આની પાછળ છુપાઈ જાય છે અને તેના તરફ કોઈનું ધ્યાન નથી જોતું તો એટલું જ કહેવાનું કે બને ત્યાં સુધી કોઈપણ એવી અફવાઓ ફેલાવીને આજના યુવાનોને ગેરમાર્ગે તો દોરી જ ના શકાય આપણે કાંઈ આપી ન શકે તો કશું જ નહીં પણ હા કોઈપણ પ્રકારની ટીપણી અથવા રિલને ફોરવર્ડ કરવાનું તો છોડી જ શકીએ. જ્યાં સુધી તમે મક્કમ બનીને આગળ નહીં આવો ત્યાં સુધી ભારતનો વિકાસ કઈ રીતે થશે? શરૂઆત આપણે આપણાથી જ કરવાની છે..્

  આ મારાં વિચારો છે! તમે લોકો શું વિચારો છો એ કોમેન્ટમા જરૂરથી જણાવજો 

રાધે રાધે 🙏 🌹