રેડ હેટ:સ્ટોરી એક હેકરની
પ્રકરણ:43
સૂર્યા માસ્ટરની રાહ જોઈ કોમ્પ્યુટર્સની સામે બેઠો હતો.તે જે રૂમમાં બેઠો હતો તેમાં માસ્ટર,સમીર અને સૂર્યા સિવાય બીજા કોઈને પણ આવવાની અનુમતિ નહોતી.તેનો ચોવીસ કલાક પહેરો ત્રણ સિક્યોરિટી વારાફરતી કરતા.તેની સાફસફાઈ પણ તે સિક્યોરિટી જ કરતા.તે રૂમમાં ફાઈવ સ્ક્રીન કોમ્પ્યુટર લાગેલુ હતું.તે રૂમ ઘણો આલીશાન હતો.
માસ્ટર રૂમમાં પ્રવેશ્યા.તે સૂર્યાની બાજુમાં જઈને બેઠા.તેમને સૂર્યા સામે ખુરશી કરી અને કહ્યું "સૂર્યા ધ્યાનથી સાંભળ તને ખબર છે આ એસેમ્બલી પાસે અત્યારે કેટલા રૂપિયા છે?"
"હા માસ્ટરના પદ માટે જ્યારે કોમ્પિટિશન થઈ ત્યારે ઘણા લોકો કહેતા હતા કે કોણ એસેમ્બલીના આદર્શો માટે કોમ્પીટીશન કરે છે? બધા તો એસેમ્બલીની સો કરોડની તિજોરી માટે જ આવ્યા છે." સૂર્યાએ કહ્યું.
"એ આંકડો એસેમ્બલી પાસે જે રૂપિયા છે તેનો એક ટકા છે.હા એ વાત સાચી છે કે એસેમ્બલી પાસે લગભગ અત્યારે દસહજાર કરોડની સંપત્તિ છે"
"વોટ દાદા એટલા રૂપિયા? પણ આ સંપત્તિ થઈ કઈ રીતે?"
"મેં તને કહ્યું નહોતું.જેને પોતાના રૂપિયા કાળા નાણાં સ્વરૂપે વિદેશી બેંકમાં રાખ્યા હતા તેમના એકાઉન્ટ હેક કરીને"
"પણ આટલા રૂપિયાની એક એસેમ્બલીને શુ જરૂર?"
"જરૂર છે સૂર્યા.જે લોકો એસેમ્બલી સાથે જોડાઈને કામ કરે છે તેમનો મોં માંગ્યો ખર્ચો,તેમની મદદ માટે રખાયેલ લોકોનો પગાર અને હા તને એક વાતની ખબર નથી કે તે લોકો જે ગાડી યુઝ કરે છે તે મોડીફાઇડ હોય છે.ફક્ત એક બટન દબાવવાથી તે આખી કોઈ અલગ જ ગાડીમાં બદલાઈ જાય છે.આ કામ આપણે જર્મનીમાં કરાવીએ છીએ.તેની પણ ખૂબ કોસ્ટ લાગે છે."
"હા એ તો મેં વિચાર્યું જ નહીં,ઓકે તો આજે આપણે શું કરીશું" સૂર્યાએ કહ્યું
"જો સૂર્યા તને શીખવવાનું કાંઈ બાકી રહેતું નથી.આજે આપણે એસેમ્બલી માટે એક વેબસાઈટ બનાવવાની છે. એમા રહેલી માહિતી કોઈ દિવસ લીક ન થાય,એ રીતે બનાવવાની છે.અત્યારે બનેલી વેબસાઈટ સેરના અને મેં બન્ને મળીને બનાવેલી છે તેમ છતાં તે એક વાર હેક થઈ ચૂકી છે.આ વાત ફક્ત હું જ જાણું છું.તે જાવા અને પાયથનમાં બનાવેલી હતી.જો હવે વાઈટ બાયનરીથી ખૂબ એડવાન્સ લેવલની બનાવવામાં આવે તો તે કોઈ હેક નહિ કરી શકે!"
"મને લાગે છે ડાર્ક વેબ પર જ બનાવવી પડશે"
"નહિ એનાથી પણ સિક્યોર"
"તો મારીયાના વેબ!" સૂર્યાએ કહ્યું.
"હા એજ.ચાલ થઈ જા શરૂ" માસ્ટરે કહ્યું.
"ઓકે લેટ્સ ડુ ઇટ"સૂર્યાએ કહ્યું.
લગભગ છ કલાક સુધી બન્ને જગ્યા પરથી ઉભા થયા વગર વેબસાઈટ બનાવવાના કામ પર લાગ્યા અને એક વેબસાઈટ થઈ.જેવી માસ્ટરે નક્કી કરી હતી એજ મુજબ તે બની હતી.
***************
બીજા દિવસે વાતાવરણ એકદમ ખુશનુમા હતું.સૂર્યા તૈયાર થઈને એસેમ્બલીની બહાર ઉભો હતો.તે બસની નહીં પણ કસેનિયાની રાહ જોઈ રહ્યો હતો.તેને આટલી નાની ઉંમરે કસેનિયા પ્રત્યે એક ગજબનું આકર્ષણ હતું.તે હંમેશા તેની સાથે રહેવા માંગતો.ક્યારેક તેને તેના વિચારોમાં કામમાં પણ મન લાગતું નહીં.એક શુદ્ધ પ્રેમ.આટલી ઉંમરે પ્રેમ થવો શક્ય છે?કદાચ કોઈ ગુજરાતી લેખકે કહ્યું હતું કે તેમને પહેલો પ્રેમ પોતે આઠ વર્ષના હતા ત્યારે થયો હતો.
કસેનિયાને દૂરથી આવતી જોઈને જ તે તેની નજીક ગયો."ચાલ સૂર્યા રેડી? આજે ખૂબ મજા આવશે." કસેનિયાએ કહ્યું.
"હા ખુબજ તને મ્યુઝિયમમાં જવું ગમે છે?" સૂર્યાએ પૂછ્યું.
"હા બહુ જ.મ્યુઝિયમ જ કેમ મને તો એવી કોઈ પણ જગ્યા જ્યાં એન્ટિક વસ્તુઓ હોય છે તે બહુ જ ગમે છે."
"ચાલો રેડી દોસ્તો" ગુરુએ નજીક આવતા કહ્યું.
લગભગ દસેક મિનિટમાં બધા પોતપોતાની સીટ પકડી બસમાં બેઠા.માસ્ટર આજે સાથે નહોતા આવી રહ્યા.સૂર્યા અને કસેનિયા એક સીટ પર બેઠા હતા.ગુરુ તેની આગળની સીટ પર બેઠો હતો.અત્યારે સૂર્યાનું સંપૂર્ણ ધ્યાન કસેનિયા તરફ જ હતું.તેને પહેરેલા ટિપિકલ રશિયન ડ્રેસમાં તે ખૂબ સુંદર લાગી રહી હતી.તેની પાસે કોઈ સ્પ્રેની સોડમ આવી રહી હતી.સૂર્યાને સ્પ્રેનો એવો કોઈ શોખ નહોતો પણ આજે તે સોડમ પણ તેને મંત્રમુગ્ધ કરી રહી હતી.તેને બારીની બહાર નજર કરી.ખૂબ જ ઠંડા વાતાવરણમાં ઉઠતી ભાપના લીધે, ફોગનું પ્રમાણ વધતા બારીના કાચ પરની પારદર્શકતા ધીમે ધીમે ઓછી થઈ રહી હતી.સૂર્યાએ તેનો કોમળ હાથ તે કાચ પર ફેરવ્યો. કાચ ફરી પારદર્શક થયો.તે કાચમાં બાજુમાં બેઠેલી કસેનિયાનું આછું મોઢું જોઈ શકતો હતો.તેને ફરી કસેનિયા સામે જોયું. અચાનક બસને એક થડકો લાગ્યો.ઉપર પડેલો સમાન નીચે આવ્યો.આખી બસ ડોલવા લાગી.બસ એક ઝટકા સાથે નીચે ખાબકી હોય તેવો અહેસાસ થયો.સૂર્યા કઈક વિચારે તે પહેલા જ બસમાં પાણી ભરાવવાનું શરૂ થયું.તેને બધાની બુમો સંભળાઈ રહી હતી.તે ઉછળીને દૂર ફેંક્યો.તેની આંખો બંધ થઈ.
***********
"સૂર્યા સૂર્યા" માસ્ટરની એક બૂમ સંભળાઈ.સૂર્યા સહેજ આળસથી ઉભો થયો.તેને આસપાસ જોયું.માસ્ટર અને સમીર બન્ને ઉભા હતા.
"દાદા મને શું થયું હતું?"
"તને કઈ નહોતું થયું.તમારી બસનું એક્સિડન થયું છે.લગભગ બધા હોસ્પિટલે છે.તારામાં સુપર કેમિકલ્સ છે એટલે તેને એવી કોઈ ખાસ તફલિક થઈ નથી.જોકે બધા ઠીક જ છે નાની મોટી ઇજા થઇ છે બધાને"માસ્ટરે કહ્યું.
"કસેનિયા અને ગુરુ" સૂર્યાએ આધાત સાથે પૂછ્યું.
"ગુરુ એકદમ ઠીક છે.પણ કસેનિયા...."
"શુ પણ કસેનિયા?"
માસ્ટર કાઈ બોલ્યા નહીં.સૂર્યા તેમનો ઈશારો સમજ્યો હોય તેમ એક આઘાતમાં સરી પડ્યો.તેની નજર સ્થિર થઈ અને એક આંસુની ધાર બન્ને આખોમાંથી બહાર આવી.તે ઉભો થયો અને રૂમની બહાર નીકળ્યો.તે તેના ઘરે જ હતો.તે સામે આવેલા એક પાર્કના બાંકડે જઈને બેઠો.તેનું મગજ અત્યારે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નહોતું કરી રહ્યું.તેં લગભગ કલાકો સુધી ત્યાં જ બેસી રહ્યો.માસ્ટરે પણ તેને ડીસ્ટર્બ કર્યા વગર ત્યાંજ બેસવા દીધો.લગભગ સાંજ થવા આવી હતી.માસ્ટર તેની પાસે ગયા,અને ખૂબ ધીમા સ્વરે કહ્યું "હવે કેવું લાગે છે?"
"બેટર" સૂર્યાએ ટુકમાં જવાબ આપ્યો.
"સો કાલના મિશન માટે આવીશ કે પછી તેને કૅન્સલ સમજુ?"
"ના હું આવીશ.જો કદાચ કાલે નહિ જઈએ તો તે ક્યારે છટકી જશે એની ખબર નહિ પડે"
"હા હું પણ એ જ વિચારતો હતો,પણ મને થયું કે તારું મન દુઃખી છે તો.."
"જે થવાનું હતું તે થઈ ગયું પણ હું આ છેલ્લું મિશન કરી ક્યાંય દૂર જતો રહેવા માંગુ છું"
"કેવી વાત કરે છો સૂર્યા? એવું તો હોતું હશે.તારી પાછળ કેટલા લોકોએ મહેનત કરી છે.તું કેટલા લોકોની મદદ કરી શકે તેમ છો.તું કોઈ વ્યક્તિ માટે આટલા લોકોને છોડવા તૈયાર થઈ જઈશ? તું આટલો સેલ્ફીશ કેમ હોઈ શકે?"
"પણ દાદા મારુ મન નથી લાગી રહ્યું"
"તારા મમ્મી-પપ્પાના ગયા બાદ મારુ પણ નહોતું લાગતું.થોડો સમય લાગે પણ ધીરે ધીરે બધા ઘા રૂઝાતા જાય છે.તારે દુનિયાના હિત માટે કામ કરવાનું છે આવું કરે તે કેમ ચાલે?"
"આઈ નો પણ?"
"પણ શું? તું નથી ઇચ્છતો કે તું લાખો લોકોની મદદ કરી શકે.તેથી તારા મમ્મી-પપ્પાને ખૂબ ખુશી મલશે" માસ્ટરે ઉપર મોઢું કરતા કહ્યું.
"હું સમજુ છું.....ઠીક છે હું એમજ કરીશ જેમ તમે કહી રહ્યા છો." સૂર્યાએ એક સ્મિત સાથે કહ્યું.
પછી બન્ને ગાર્ડનમાં ટહેલતા ટહેલતા ઘર તરફ નીકળી પડ્યા.
************
બીજા દિવસે સવારે માસ્ટર હોસ્પિટલેથી બધાની ખબર લઈ પાછા આવ્યા હતા.તેમને એ વાતનો સંતોષ હતો કે બધાની હાલત અત્યારે ખૂબ સારી હતી.અડધા વિદ્યાર્થીને તો રજા આપી દીધી હતી અને વધેલાને કાલ સુધીમાં આપાઈ જવાની હતી.તેઓ સૂર્યા અને સમીર સાથે નીકળી પડ્યા હતા તે ગુંડાના અડ્ડા પર.અત્યારે માસ્ટર ગાડી ચલાવી રહ્યા હતા અને તેમની સાથે સમીર અને સૂર્યા પાછળ બેઠા હતા.
"દાદા આ ગેંગ વિશે તમે કશું કહ્યું નહીં?"
"હા આ ગેંગનું નામ રોટ હેલાટ ગેંગ છે.તે કોઈ સામાન્ય લોકો નથી.ડ્રગથી લઈને ઓર્ગન સપ્લાય,બુલેટથી લઈને મિસાઈલ સપ્લાય, લોકોને પ્યાદાથી લઈને માનવબૉમ્બ બનાવવા સુધી આ લોકોએ કશું બાકી રાખ્યું નથી.તે લોકો કોઈ જીવિત રાક્ષસ જેવા છે.તેમને મન ફક્ત પૈસો જ બધું છે.ઘણા સમયથી હું તેમની પાછળ હતો.તેમની સાથે હું તેમના ઘણા મહત્વના લોકોને પકડી ચુક્યો હતો.પરંતુ તેમને મને ધમકી આપી હતી કે જો હું તેમનો પીછો નહીં છોડું તો તે મારા પરિવારને...ખેર એ લોકો મહદઅંશે એ કરી પણ ગયા." માસ્ટરે સહેજ ગળગાળા થઈને કહ્યું.
"લેટ્સ ફિનિશ ધેમ" સૂર્યાએ આગળ રહેલી ગન પર હાથ મુકતા કહ્યું.
*******
ક્રમશ: