Parampara ke Pragati? - 24 in Gujarati Motivational Stories by Dhamak books and stories PDF | પરંપરા કે પ્રગતિ? - 24

The Author
Featured Books
Categories
Share

પરંપરા કે પ્રગતિ? - 24

આ તરફ આપણે જોયું કે મિસ્ટર ધનરાજ અને મિસ્ટર જાન તે બધા એરપોર્ટ તરફ મુંબઈ જવા માટે  નીકળી 

ગયા અને લેડી ઇન્સ્પેક્ટર પણ જેન્સી ને મળવા માંગતી હતી તેથી તે પણ પાછળ પાછળ એરપોર્ટ માટે નીકળી ગઈ .

આ તરફ મિસ્ટર જાન ને  એરોપ્લેનમાં મેડિકલ સુવિધા

છે કે નહીં તેના માટે મિસ્ટર ધનરાજ ફોન કરે છે 

તો એરપોર્ટમાં એરપોર્ટ મેનેજર કહે છે ઓક્સિજન સિલિન્ડરથી માંડીને બધી જ વ્યવસ્થા અંદર છે તમારી એક નર્સ તો હશે જ ભેગી પણ એરોપ્લેનમાં એક બીજી પણ અમે નર્સ સાથે રાખી છે એ સિવાય ઇમરજન્સી માટે બીજી બધી જરૂરિયાતની વસ્તુઓ પણ મૂકેલી છે.

મિસ્ટર ધનરાજ કહે છે થેન્ક્યુ અમે થોડીક વારમાં પહોંચશુ.

   આ તરફ મુંબઈમાં જાનકી અને પ્રિયા ડોક્ટરના બહાર આવવાની વાટ જોઈ રહ્યા હોય છે. 

થોડી વારમાં ડોક્ટર બહાર આવી જાય છે. અને પ્રિયા ને 

કહે છે જો બેટા Operation સફળતાપૂર્વક થઈ ગયું છે પણ ખંભા ના હાડકા ભાંગી ગયા હોવાથી તમારે બહુ જ

ધ્યાન રાખવું પડશે અને અત્યારે બે પાંચ દિવસ 

હોસ્પિટલમાં સારવાર ખાતે રાખવા પડશે.  ડ્રેસિંગ પણ સમયસર કરાવવા આવવું પડશે . બીજે બધું થોડું થોડું લાગેલું છે પણ તે જલ્દી સારુ થઈ જશે.

પ્રિયા કહે છે થેંક્યુ ડોક્ટર .

ડોક્ટર સાહેબ કહે છે ઓસ્ટ્રેલિયાથી મને ફોન આવ્યો હતો. તમે બિલકુલ ચિંતા કરતા નહીં હોસ્પિટલ નું

બીલ ચૂકવાઇ ગયું છે તે ઉપરાંત મેડિસિન વગેરેની પણ સગવડતા થઈ ગઈ છે બિલકુલ ફીકર ન કરતા જાનકીબેન

મે તમારી દીકરી જેન્સી  સાથે પણવાત કરી લીધી છે.

તમે ગામડે રહો છો એટલે તમને આવું જવું ન પડે એટલે

તમને એક રૂમ હોસ્પિટલ ની પાછળ છે તે આપી દેવામાં આવશે અને પેશન્ટના રૂમમાં એક વ્યક્તિથી વધારે કોઈએ નહીં રહેવાનું .

જાનકી બે હાથ જોડીને કહે છે તમારો ખુબ ખુબ આભાર.

તો પ્રિયા કહે છે

થેન્ક્યુ ડોક્ટર અમે ગામડેથી આવીએ છીએ એટલે અપડાઉન કરવું સહેલું નથી

જાનકી અને પ્રિય નિરાંતનો શ્વાસ લે છે . 

પછી જાનકી પ્રિયા ને કહે  છે જેન્સી કેટલી ડાહી અને હોશિયાર છે તેણે ત્યાં ઓસ્ટ્રેલિયામાં બેઠા બેઠા ત્યાંથી અહીં બધી સગવડતા કરી દીધી છે જેન્સી ન હોત તો આપડું  શું થાત ભગવાને મને દુઃખ સાથે એક સુખ પણ 

આપ્યું છે 

જેન્સી ના સ્વરૂપમાં....

પ્રિયા ને ગમતું નથી  જાનકી જેન્સી ના વખાણ કરે છે તો

પ્રિયા જાનકી ને કહે છે જો જેન્સી એ આ ન કર્યું હોત તો મેં મારા સર સાથે વાત કરી લીધી હતી તે પૈસાની સગવડતા કરી દેત. પણ કંઈ વાંધો નહીં દીદી એ બધું હેન્ડલ કરી લીધુ છે.

જાનકી કરે છે હા ડોક્ટર સાહેબ સાથે વાત પણ કરી લીધી પૈસાની પણ સગવડતા કરી લીધી અને રહેવાની પણ સગવડતા કરી લીધી .

પ્રિયાને જાનકી જેન્સી ના વખાણ કરતી હોવાથી ગુસ્સો આવે છે. પાસે બેઠેલી તેની દાદી જુએ છે કે પ્રિય ને ગુસ્સો આવી રહ્યો છે એટલે તે પ્રિયાને વધુ ગુસ્સો દેવડાવવા બોલે છે જોયું જાનકી આપણી જેન્સી કેટલી હોશિયાર છે

જેન્સી  પાસે પૈસા નથી  છતાં પણ તેણે આ બધું મેનેજ 

કરી દીધું ઓસ્ટ્રેલિયામાં બેઠા બેઠા. 

જાનકી કરે છે હા સાચી વાત છે મારી દીકરી બહુ હોશિયાર છે તેના જેવી દીકરી ન થાય.

પ્રિયા ને વધુ ગુસ્સો આવે છે એટલે તે કહે છે એવું નથી મેં પણ બધી સગવડતા કરી લીધી હતી. મેં મારા મેનેજર સાથે વાત કરી લીધી હતી અને પૈસાની સગવડતા પણ થઈ ગયતી.

પણ કાંઈ વાંધો નહીં હું ખુશ છું કે જેન્સી એ હોસ્પિટલની બધી સગવડતાઓ સાચવી લીધી .

ભાઈને બીજા રૂમમાં શિફ્ટ કરે પછી હું નિરાંતે જેન્સી સાથે વાત કરી લઈશ. 

જાનકી  કહે છે ઠીક છે તને જેમ ઠીક લાગે તેમ પણ ભૂલ્યા વગર ફોન કરી દેજે. 

ત્યાં એક નર્સ આવી અને કહે છે ચાલો તમને હોસ્પિટલ પાછળ નો તમારો રહેવા માટેનો રૂમ બતાવી દઉં. 

એટલે દાદી કહે છે જાનકી તું અહીં બેસ હું અને પ્રિયા બંને જણા રૂમ જોઈ  આવી  એ અને સામાન પણ મુકતા આવી એ.

પછી જેન્સી પણ એરપોર્ટ ની અંદર દાખલ થાય છે તો 

લેડીસ ઇન્સ્પેક્ટર  તેની વાટ જોઈ રહી હોય છે તે જેન્સી ને કહે છે તુ એક મિનિટ સાઈડમાં આવ મારે તારી સાથે વાત કરવી છે. 

એટલું કહી તેણે ઓશ્રમ તરફ આંગળી ચિંધી. 

પછી જેન્સી મેં તારા ને કહે છે હું જરા વોશરૂમ જઈને આવું .

તો મીસ તારા કહે છે ઠીક છે મોડું ન કરતી. 

જેન્સી ફટાફટ વોશરૂમ તરફ જાય  છે.

લેડી ઇન્સ્પેક્ટર કહે છે મારું એક કામ કરીશ તુ.

જેન્સી કરે છે બોલો હું તમારી શું મદદ કરી શકું છું? 

ઇન્સ્પેક્ટર કહે છે આ એક નાનકડી માઈક્રો ચિપ્સ છે તું

તે મિસ્ટર જાન ના રૂમમાં ગમે ત્યાં લગાડી દેજે. 

ફેન્સી કહે છે પણ હું તેમના ઘરે જવાની નથી હું તો ફક્ત ફ્લાઈટમાં તે લોકો સાથે છું એરપોર્ટેથી અમે તો છુટા પડી જવાના છીએ .

તો લેડી ઇન્સ્પેક્ટર કરે છે તો ગમે તે બહાનું કરી અને તેમના ઘર સુધી પહોંચી ગયા બસ એટલી મારી મદદ કર. 

તો જેન્સી કહે છે પણ હું તેમના ઘરે કેવી રીતે જાવ મેં તેમને લોકોને ના પાડી દીધી છે એમનું કામ કરવાનું શું બહાનું કરુ.

તો ઇન્સ્પેક્ટર કહે છે તે મને કાંઈ નથી ખબર તું ગમે તે બહાનું કરી તેના ઘર સુધી પહોંચ અને તે માઈક્રોજીપ મિસ્ટર જાન ના રૂમમાં કોઈ ન જોઈએ શકે તે ઠેકાણે લગાવી દે તને તો ખબર છે મિસ્ટર જાન નો જીવ જોખમમાં છે એમને કોઈ મારવાની સાજીસ કરી રહ્યું છે.

તો જેન્સી કહે છે હું પ્રોમિસ નથી કરતી પણ તમારૂં કામ કરવાની કોશિશ કરીસ .

હવે મને મોડું થાય છે મારે નીકળવું પડશે. 

તો લેડી ઇન્સ્પેક્ટર કહે છે ઠીક છે તો જાઓ હું પણ પાછળ પાછળ મુંબઈ આવી રહી છું બસ તો મારો આ એક કામ કરી દે પછી હું તને હેરાન નહીં કરું. 

જેન્સી વોશરૂમની બહાર નીકળી જાય છે .સામે મીસ તાર તેની વાટ જોઈ રહી હોય છે.

પછી બંને ફ્લાઈટમાં બેસવા માટે  જાય છે

એટલી વારમાં મિસ્ટર જાન ને ફ્લાઈટ ની અંદર ટ્રેચર પર નાખવામાં આવે છે. 

જેન્સી તરત જ મિસ્ટર જાન પાસે પહોંચી જાય છે અને 

તેમનૂ માથું સંભાળતા ધીમેથી તેમને સુવડાવે છે. 

પાસે ઊભેલી બીજી નર્સ કહે છે હાલો શું તમે મીસ જેન્સી છો ?

જેન્સી હા કહે છે.

તો બીજી નર્સ કહે છે ઠીક છે મેં ડોક્ટર સાહેબ સાથે વાત કરી લીધી છે તમે તેમની પાસે રહો કારણ કે તમને તેમના વિશે વધારે ખબર છે ફ્લાઇટમાં જરાક તેમનુ ધ્યાન રાખવું પડશે .

જો પેસન્ટ ને દુખાવો થાય તો તેમની મેડિસિન ઇન્જેક્શન 

વગેરે તમે લઈ આવ્યા છો ?

જેન્સી ખાય છે હા બધું સાથે જ છે હું તમને સમજાવી દઉં. 

એટલી વારમાં શેઠ ધનરાજ પણ આવી જાય છે.

પછી પાયલોટ કહે છે પ્લીઝ બધા પોતપોતાની સીટ પર બેસી જાવ હવે પ્લેન ટેક ઓફ થશે અને બધા  પોતાની ચેર પર બેલ્ટ લગાડી અને બેસી જાય છે.

પ્લેન સ્ટાર્ટ થાય છે અને તેના અવાજથી મિસ્ટર જાન ના માથામાં કંઈક થવા લાગે છે. 

જેન્સી ઊભી થવા જાય છે પણ સાથે પ્લેનમાં બીજી નર્સ હોય છે તે તેને ઈસારાથી ના પાડે છે અને કહે છે બેઠા રહો પ્લેનને ટેક ઓફ થઈ જવા દો. 

પણ જાન કાબુબાર જતા રહે છે અને જોર જોરથી બોલે છે મારા માથામાં કંઈક થાય છે મને બહુ જ દુખાવો થાય છે મારાથી રહેવાતું નથી મને શું કામ બાંધ્યો છે મારા હાથ છોડો છોડી દો મને કહું છું છોડી દો ને એમ કરી અને તે પોતાના હાથ જોડ જોરથી ખેંચવા લાગે છે.

જેન્સી થી રહેવાતું નથી અને તે નર્સની વાતને સાંભળતી નથી અને તરત જ મિસ્ટર જાન પાસે પહોંચી જાય છે જેન્સી મિસ્ટર જાન નુ માથું પકડે અને કહે છે પ્લીઝ શાંત થઈ જાવ તમારા માથાને મોમેન્ટ થશે તો બ્લેડિંગ ચાલુ થઈ જશે મારી વાતને માનો. હું તમને એક ઇન્જેક્શન આપીશ તો તમને સારું થઈ જશે પ્લીઝ એટલી વાર શાંત રહો પણ જાન કાંઈ માનતા નથી અને તે પોતાના હાથ જોડ જોરથી ખેંચવા લાગે છે બીજી નર્સ પણ તેની પાસે આવી જાય છે અને મિસ્ટર જાન ના બંને હાથ પકડી લે છે 

જેન્તી તરત જ બેગમાંથી ઇન્જેક્શન કાઢે છે અને જાનને આપી દે છે બે મિનિટ સુધી મિસ્ટર જાન ના હાથ અને માથું બંને નર્સ પકડી અને રાખે છે થોડીક વાર માજાન શાંત થઈ જાય છે અને ધીમેક રહીને કહે છે મારા હાથ છોડી દો મને બહુ દુખાવો થાય છે. 

જેન્તી ને દયા આવી જાય છે તે કહે છે નર્સ તેમના હાથ છોડી દઈ એ.

નર્સ ના પાડે છે નર્સ કહે છે જો હાથ છોડી દેશો તો બેભાન અવસ્થામાં તે કંઈ પણ કરી શકે  મારા ખ્યાલથી તે બાંધેલા જ બરોબર છે. 

જેન્સી કહે છે પણ થોડા ઢીલા તો કરી શકાય ને તેમને બહુ તકલીફ થઈ રહી છે.

બીજી નર્સ જેન્સી ના ખભા પર હાથ રાખી અને કહે છે 

આપણે નર્સ છીએ ઈમોશનલ થશુ તો પેશન્ટની કેમ ધ્યાન રાખશુ તેમના ભલા ખાતા તેમના હાથ બાંધેલા જ બરોબર છે તમે જાઓ અને સીટ પર બેસી જાવ હું તેમની પાસે છું  સિસ્ટર જેન્સી .

જેન્સી પોતાની સીટ ઉપર જઈ અને બેસી તો જાય છે પણ તેનાથી જાનની પીડા જોવાતી નથી.

ધનરાજ શેઠ બેઠા બેઠા આ બધું નિરીક્ષણ કરતા હતા 

તે જોઈએ છે કે આ છોકરી જાન ની કેટલી ચિંતા કરી રહી છે. 

અને બીજી તરફ ધનરાજ ની બાજુમાં બેઠેલા તારા મેડમ ને જેન્સી નુ જાનુ ધ્યાન રાખવુ  બિલકુલ ગમતું નથી.

પણ ધનરાજ શેઠ બાજુમાં બેઠેલા હોવાથી તે કંઈ બોલતી નથી. 

થોડીક વારમાં જાન એકદમ શાંત થઈ જાય છે. 

ધનરાજ શેઠ જેન્સીને પૂછે છે.

બેટા જેન્સી તમારા મમ્મી કંઈ હોસ્પિટલમાં છે જો તું કહે તો મારો ડ્રાઈવર તને ત્યાં  મૂકી જશે   અને મારા જેવું કામકાજ હોય તો બે જીજગ મને કહેજે. 

જેન્સી મિસ્ટર ધનરાજ ને થેન્ક્યુ કહેતા કહે છે તમે ખૂબ દયાળુ છો તમે તમારા ભેગી મને ઇન્ડિયા લઈ જવા બદલ હું તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે અત્યારે મારા પરિવારને મારી જરૂર છે

અત્યારે તો હું મુંબઈમાં જ બે ત્રણ દિવસ રહેવાની છું 

અને તમારી જે પણ કોઈ નવી નર્સ હોય તેને મારો કોન્ટેક નંબર આપી દેજો મિસ્ટર જાન વિશે જે પણ કંઈ જરૂરી ઇન્ફર્મેશન જોતી હશે તે હું તેમના આપી દઈશ. એ સિવાય જો મિસ્ટર જાન ને કંઈ પણ મદદની જરૂર હોય તો મને જાણ કરજો હું આવી જઈશ.

શેઠ ધનરાજ કહે છે ઠીક છે બેટા તું અમારી નર્સ સાથે વાત કરી લેજે તો તારો નંબર મને આપી દે. 

પછી જેન્સી ધનરાજ શેઠને પોતાનો નંબર આપે છે. 

આ તરફ મુંબઈમાં પ્રિયા અને તેની દાદી હોસ્પિટલ ની પાછળ 

એક નાનકડો રૂમ જોવા જાય છે તો તે રૂમની બદલે એક 

અલગ બે રૂમ નું ઘર હોય છે ખૂબ જ સુંદર અને સરસ 

વન બેડરૂમ હોલ અને કિચન નાનકડું હોલમાં જ હોય છે 

પણ બે ત્રણ જણા માટે ખુબ સરસ અંદર દરેક વસ્તુ હોય છે એક પણ વસ્તુની કમી નથી હોતી. 

પ્રિયા અને તેની દાદી તે ઘર જોયું અને ખુશ થઈ જાય છે ટીવી, ફ્રીજ, એસી, સોફા બધું આધુનિક અને વેલ સેટ. 

પ્રિયા કહે છે ત્રણ ચાર દિવસ માટે સારું છે અને મને અપડાઉન પણ નહીં કરવું પડે દાદી કહે છે હા અહીં તો ટીવી પણ છે મારો પણ ટાઇમપાસ થઈ જશે અને ટ્રેનના ધક્કા પણ નહીં ખાવા પડે. 

જાનકી દીકરાની ચિંતામાં હોસ્પિટલમાં દીકરાના રૂમની સામે 

બહારની સાઈડ ચેર પર બેઠી બેઠી વિચાર કરતી હોય છે ત્યાં તેને ફોન આવે છે જાનકી ફોન ઉપાડે છે તો સામેથી અવાજ આવે છે તમે કેમ આજે પણ રસોઈ કરવા નથી આવ્યા 

જો આવી રીતે જ તમે કરશો તો મારે બીજા કોક્રોસોયા ગોતવા પડશે. 

જાનકી માફી માંગતા કહે છે મારો છોકરાનું એક્સિડન્ટ થઈ ગયું છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે એટલે હું અત્યારે શહેરમાં છું અને હજી ત્રણ દિવસ હું નહીં આવી શકું. 

તમે કોઈ બીજી રસોયાણી ગોતી લો.

એટલું કહી અને જાનકી ફોન મૂકી દે છે. 

અને વિચારે છે જો આમ જ ચાલતું રહેશે તો મારા હાથમાંથી બધા કામ નીકળી જશે. 

પછી તે બીજે બે ત્રણ ઠેકાણે ફોન કરી અને કહે છે કે હું ત્રણ ચાર દિવસ નહીં આવી શકું. તમારાથી હલાવતો હોય તો હલાવી લેજો નહિતર બીજી રસોયાણી ગોતી લેજો.

પછી જાનકી ફોન મૂકી અને તેના દીકરાના રૂમમાં તેની પાસે જતી રહે છે.