આગળ આપણે જોઈ ગયા કે જેન્સી ને મિસ તારા નો
ફોન આવે છે પણ તે ફોન ઉપાડતી નથી.
જેન્સી જુએ છે કે ઘડિયાળમાં રાતના 01:00 વાગ્યા છે
તે મનમાં ને મનમાં બોલે છે અત્યારે અડધી રાતે કોય
ફોન કરે મેનર્સજ નથી આ મેડમ ને.
વાગવા દો રીંગુ ને હું ફોન જ નહીં ઉપાડુ.
બીજી વાર પાછો ફોન આવે છે અને ફોન ની રીંગ પાછી પૂરી થઈ જાય છે પણ જેન્સી ફોન ઉપાડતી નથી.
પછી તે ફોનને સાઇલેન્ટ પર મૂકી અને સૂઈ જાય છે
તે દિવસે રાતના જેન્સી ને એક સપનું આવે છે
સપના મા તે મિસ્ટર જાન સાથે એક મોટા સુંદર રૂમમાં બેઠી હતી તે એક લાઇબ્રેરી જેવો રૂમ લાગતો હતો
જ્યાં ઘણી બધી પુસ્તકો હતી મોટું ટેબલ હતું અને
ટેબલ પાસે બે ખુરશી હતી એક શોફો હતો ટેબલની ઓલી તરફ ખુરશી પર મિસ્ટર જાન બેઠા હતા તેમના હાથમાં એક બુક હતી અને જેન્સી સોફા પર બેઠી
બેઠી પાસેના ટેબલ પર એક ફ્લાવર વાસમાં સુંદર ફૂલો સજાવી રહી હતી.
જેન્સી મિસ્ટર જાન ની તરફ જુએ છે અને જાન પણ તેની તરફ જોય છે જેન્સી કહે છે તમે શું વાંચી રહ્યા છો મિસ્ટર જાન.
મિસ્ટર જાન કહે છે
હું કોઈ બુક નથી વાંચી રહ્યો આ તો મારી પોતાની પર્સનલ ડાયરી છે જેમાં હું ઘણીવાર મારા વિચારો ઉતારું છું તુ મારા વિચારો સાંભળવા પસંદ કરીશ.
તો જેન્સી કહે છે પસંદ પડે છે કે નહીં એ તો તમારા વિચારો સાંભળ્યા પછી જ ખબર પડશે.
જાન કહે છે
ઠીક છે સાંભળવા તૈયાર થઈ જાવ મારા વિચારો .
તો જેન્સી કરે છે
તો સંભળાવો તમારા વિચારો.
જાન કવિતા વાંચી રહયો છે,
જેન્સી માટે તેને જોયને .
તેની આંખોમાં ચમક છે,
હૃદય સ્પર્શી જાય એવી કવિતા,
તે વાંચવા લાગે છે
જીવનને પ્રતિબિંબિત કરતી કવિતા
તેના શબ્દોમાં જાદુ છે.
એક એવી કવિતા જે દિલ જીતી રહી છે,
જેન્સી કવિતા જાણે જાનની આખોમા વાંચી રહી છે.
એક જીવંનથી ભરપૂર સુંદર અને સરસ
જીવન બદલી નાખતી કવિતા.
કવિતા ની એક કડી સાંભળી ન સાંભળી ત્યાં પણ ત્યા..
ત્યાં .. રીંગ વાગે છે અને જેન્સી ની નીંદર ઉડી જાય છે .
ફોન જુએ છે તો તેની મમ્મીનો ફોન હોય છે.
જેન્સી વિચારે છે આ મમ્મી અડધી રાતે ફોન કેમ કરી રહી છે ?
શું થયું હશે ?
જેન્સી ફોન ઉપાડે છે.
તો સામેથી તેની મમ્મી એટલું જ કહે છે તારા ભાઈનું એક્સિડન્ટ થઈ ગયું છે અને તેને હોસ્પિટલમાં દાખલ કર્યો છે તારાથી બને તેટલું જલ્દી તું આવી જા તારી અહીં જરૂર છે.
જેન્સી કહે છે તું બિલકુલ ચિંતા ન કર મમ્મી હું વહેલા પહેલી જે ફ્લાઈટ મળશે તેમાં બેસી અને આવી જઈશ મને આવતા એક બે દિવસ થશે કારણ કે મારે અહીં પરમિશન લેવી પડશે એટલે બે ત્રણ દિવસમાં હું પહોંચી જઈશ ત્યાં સુધીમાં કોઈ પણ જાતની તમારે મદદ જોતી હોય તે તે મને કહે.
પહેલા તો મને તે કહે કે કઈ હોસ્પિટલમાં છે.
તેનું એડ્રેસ મને નાખી દે તો તેમના ડોક્ટર સાથે હું વાત કરી લઈશ
જેન્સ ની મમ્મી કહે છે હા હું તને ડોક્ટર સાહેબનું નામ અને હોસ્પિટલ નું એડ્રેસ નાખી દઈશ તુ તેમની સાથે વાત કરી લેજે એટલું કહી અને જેન્સી ની મમ્મી ફોન કાપી નાખે છે.
ફોનની રીંગ થી નીતા પણ ઉઠી જાય છે .
નીતા પૂછે છે
આટલી રાતે કોનો ફોન હતો બધું બરાબર છે ને ?
જેન્સી કહે છે મારા ભાઈનું એક્સિડન્ટ થઈ ગયું છે અને મારે પાછું ઇન્ડિયા જેવું પડશે
જેન્સી ઘડિયાળ સામે જુએ છે તો સવારના 4:00 વાગ્યા હોય છે.
હવે જેન્સી વિચારે છે કે મારે તાત્કાલિક ધોરણે પાછું ઇન્ડિયા જવું જ પડશે.
અને પૈસાની પણ સગવડતા કરવી પડશે.
નીતા કહે છે
જો જેન્સી
તાત્કાલિક ધોરણે ટિકિટ તો મળવી રહી ?
જેન્સી કહે છે તો હવે શું કરશું મારે તો ગમે તેમ કરીને તાત્કાલિક પહોંચવું જ પડશે.
હું પેલી લેડી ઇન્સ્પેક્ટર સાથે વાત કરું તો કદાચ તારું કામ થઈ જાય.
જેન્સી કહે છે
બિલકુલ નહીં. તું એને કંઈ કહેતી નહીં નહિતર તે મને અહીંથી જવા નહીં દે.
તો નીતા કહે છે ઠીક છે નહીં કહું તો બીજું શું કરશો ?
જેન્સી કહે છે
ખબર નથી કંઈક તો કરવુ પડશે.
તો નિતા કહે છે
તારી સમસ્યાનો હલ તારી સામે જ છે
જો તું માને તો?
જેન્સી કહે છે
શું કહે છે તું સરખી રીતે વાત કર અત્યારે મારો મગજ હાલતો નથી?
તો નીતા ચોખવટ કરે છે
તુ ડોક્ટરની અને મિસ્ટર ધનરાજ ની વાત માની અને તેમની સાથે ઇન્ડિયા જતી રહે તે લોકો આજે જ નીકળવાના છે તો તારી ટિકિટ નો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને પૈસાનો પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે
અને તારા ભાઈની પણ સારવાર થઈ જશે.
થોડાક દિવસ ની તો વાત છે. જો તુ તેમનું કામ કરી દઈશ તો તારો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે અને પૈસા ની પણ ઉપાધી નહિ રહે હોસ્પિટલ નો ખર્ચો પણ નીકળી જશે .
નીતા ની વાત સાંભળી અને
જેન્સી ખીજાઈ જાય છે
અને તે નીતા ને કહે છે તુ શું બોલી રહી છે પૈસા માટે ગમે તે કરુ ? મારી મમ્મી મને મારી નાખશે..
ના તે નહીં થાય.... એ સિવાયનું કંઈ બીજું વિચાર.
તો નીતા કહે છે
તો તું ડોક્ટર સાહેબ સાથે વાત કર એ તારી મદદ જરૂર કરશે.
જેન્સી કહે છે
ઠીક છે હું પહેલા ડોક્ટર સાહેબ સાથે વાત કરી જોઉં. પછી બીજું બધું વિચારશુ.
(નીતા મનમાં વિચારે છે જેન્સી તુ ગમે તે કર પણ તારે આજ રસ્તો અપનાવો પડશે ડોક્ટર પણ તારી મજબૂરી જોઈ અને તને આ જ સલાહ આપશે.
પછી જેન્સી ઊભી થઈ અને બાથરૂમમાં જતી રહે છે નહાઈ ને તૈયાર થઈ અને બહાર આવે અને પોતાના
કપડાં બેગ માં ભરવા લાગે છે.
કપડા બપડા ભરી અને પાસપોર્ટ વગેરે બધું ભેગું કરે છે
અને પછી ચા નાસ્તો બનાવવા જતી રહે છે
એટલી વારમાં નીતા પણ ઊભી થઈ જાય છે અને તે પણ
બ્રશ કરી અને નીતા ને હેલ્પ કરવા કિચનમાં જાય છે
નીતા કહે છે તે બધી જવાની તૈયારી કરી લીધી.
તો જેન્સી કહે છે હા ઓલમોસ્ટ બધું પેક જ છે પાસપોર્ટ પણ રેડી છે.
તો નીતા કહે છે
તુ ટેબલ પર બેસ આપણે ચા પીતા પીતા વાતો કરશુ .
પછી જેન્સી અને નીતા ચા પીતા પીતા વાતો કરવા લાગે છે.
નીતા બે ચાર આડીવરી વાતો કરી અને પછી પાછી પોઇન્ટ ઉપર આવે છે અને કહે છે જો જેન્સી ડોક્ટર સાહેબ
કહે કે મિસ્ટર ધનરાજ ની ઓફર કબુલ કરી લે તો કરી લેજે અત્યારે તારે જરૂરિયાત છે.
તારો ભાઈ હોસ્પિટલમાં સિરિયસ છે.
તેની કન્ડિશન શું છે તે તને અને મને ખબર નથી.
એટલે પ્લીઝ તેની વાત માની લેજે.
જેન્સી ને નીતા ની વાત ગમતી નથી . ..પણ.
તે કહે છે
ઠીક છે
પહેલા હોસ્પિટલે તો જવા દે પછી જોઈ શું.
કાલે રાત્રે મને મીસ તારા નો ફોન આવ્યો હતો
પણ મેં તે ઉપાડ્યો નતો.
તો નીતા કહે છે સરશ .....
હવે તું ફોન કરી ને પુછ શું કામ પડ્યું તમને કે
અડધી રાતે ફોન કર્યો તો....
જેન્સી કહે છે ઠીક છે..
પુછી જોઈસ...
પણ મને તે બીલકુલ નથી ગમતી...
નીતા કહે છે
ઓ હો. હો આહા હા
તારે એને ગમાડી ને શું કરવું છે તારે ક્યાં તેમના ભત્રીજા જાન સાથે લગ્ન કરવા છે છોડને .....
જેન્સી ને હસવું આવે છે
તે કહે છે શટ અપ...
શું કંઈ પણ બોલે છે તુ..... તને ગમે ત્યારે મજાક શુંજે છે.
નીતા કહે છે અરે યાર તું જતી રહીશ તો હું મજાક કોની સાથે કરીશ મને તો બહુ યાદ આવીશ.
એટલું કહી એના ગળે વળગી જાય છે
હું પણ તારી સાથે આવું કે.
તો જેન્સી નીતા ને ગળે ભેટતા કહે છે
બહુ ઈમોશનલ થવાની જરૂર નથી.
તારું એજ્યુકેશન પૂરું થાય એટલે તું મુંબઈ જ પાછી આવવાની છે.
એટલે ડ્રામા કરવાનું બંધ કર તારી પાસે ફોન છે
અને તું ગમે ત્યારે મને ફોન કરી અને મારી સાથે વાત કરી શકે છે સમજાણું...
એન્ડ ડોન્ટ ફોરગોટ આઇ લવ યુ સો... મચ ઓકે....
ચલ હવે હું જાઉં છું મારે ડોક્ટર સાહેબને પણ મળવું છે
અનિતા કહે છે આજે હું કોલેજે નહીં જાઉં ....હું તને એરપોર્ટ પર મૂકવા આવીશ તુ કંઈ બોલતી નહીં.
જેન્સી કહે છે ઠીક છે.
માય લવ તું મને એરપોર્ટ સુધી ડ્રોપ કરી શકે છે ચલ બાય બાય... હું હોસ્પિટલે જાવ છું ..
શું જેન્સી ડોક્ટર અને મિસ્ટર ધનરાજ ની વાત
મજબૂરીમાં માની લેશે ?....
આગળ જોશું ભાગ 23 માં...