ઘણાં સમય પછી ગામનું વાતાવરણ આજે હળવું હતું. શ્યામળદાસ અને ગામના વડીલ અગ્રણીઓ ગઈ રાત્રે ગ્રામસભા બોલાવી બધાને કોર્ટના ઓર્ડર વિશે અને ગામની જમીનના લીગલ દસ્તાવેજો ની વાત જણાવી દીધી હતી. આખું ગામ લડવા પણ તૈયાર છે, જીતવા પણ તૈયાર છે અને જીતમાં સાથ આપવા પણ તૈયાર છે. ગામના એવા લોકો જે મોટા કર્મચારીઓને જાણતા હોય તેઓએ નક્કી કર્યું કે તેઓ તેને મળશે અને સલાહ લેશે. ને જરૂર પડશે તો તેને બોલાવવામાં પણ આવશે. આમ આખી ગ્રામ સભા મળી નક્કી કરે છે. "બધાં એ મળી તૈયારીઓ કરી લીધી છે."
નંદિની આજે વહેલી જાગી ગઈ હતી.તે મંદિરે જઈ રહી હતી. નંદિની આજે હું પણ તારી સાથે મંદિરે આવીશ.
હા બાપુ! ચલો.
નંદિની અને તેમના બાપુ મંદિરે જવા નીકળી જાય છે. ગામનો ચોરો આવે છે ત્યાં શ્યામળદાસ ને તેના મિત્રો અને વડીલો મળે છે તે શ્યામળદાસ ને ત્યાં જ રોકી લે છે.
શ્યામળદાસ અમે બધા ભેગા મળીને આજના કેસની જ વાતો ની ચર્ચા કરીએ છીએ તો તું પણ થોભી જા પછી બધા એક સાથે મંદિરે જતા રહીશું.
નંદિની બેટા તું જતી રહે તારે મોડું થઈ જશે.
સારું કાકા હું જાવ છું.
નંદિની મંદીર તરફ જાય છે. તે તેની ત્રણેય સહેલીઓ ને ફોન કરે છે."થોડીક વાર પછી સરોવરે મળીયે"નંદિની તેની સહેલીઓને સરોવરે બોલાવે છે. નંદિની મહાદેવના દર્શન કરી મંદિરેથી નીકળી જાય છે. એટલામાં શૌર્યની ગાડી પણ ત્યાં આવી જાય છે. નંદિની આગળ જઈ રહી હતી. શૌર્યને ખ્યાલ આવી જાય છે કે આ નંદિની જ છે. આજે વકીલ અને તેમના માણસો પણ સાથે હતા એટલે બે ગાડી લઈને આવ્યા હતા. શૌર્ય તેના માણસોને ગાડીમાંથી ઉતારી બીજી ગાડીમાં જવા કહે છે. ગાડી ગામ તરફ લઈ જવા કહે છે. પેલી ગાડી ગામ તરફ જવા નીકળી ગઈ છે. બીજી ગાડીમાં શૌર્ય એકલો જ હતો. તેણે નંદિની પાસે જઈ હોર્ન માર્યો. આગળ જતી ગાડીના કાચમાં નંદિની એ પાછળ શૌર્યની ગાડી આવે છે તે જોઈ લીધું હતું. તે કાચમાં શૌર્ય સાફ દેખાતો હતો, એટલે હોર્ન મારતા નંદિની ઉભી ન રહી. તે આગળ ચાલવા લાગી.
શૌર્ય થોડીક ગાડી આગળ લઈ ગાડી ઉભી રાખે છે.
મને લાગે છે તમે કેસ હારી જવાના છો એટલે તો નજર નથી મળાવી શકતા.
તમને ગામમાં નથી બોલાવ્યા, તમને તો ડાયરેક્ટ કોર્ટમાં બોલાવ્યા છો તો ગામમાં કેમ આવ્યા છો?
અમે ફરી સમજાવા આવ્યા છીએ. કેસ તો અમે જીતવાના છીએ."વિચાર્યું કે ખોટી ગામવાળાની બદનામી થાય" કદાચ અમારા જવાથી સમજી જાય.
એવું લાગે છે કે તમને તમારા ઉપર વિશ્વાસ નથી. તમે કેસ હારી જવાના છો, નહી તો જેને વિશ્વાસ હોય એ કોઈને સમજાવવા ના આવે.એટલાં માં નંદિની ના ફોનમાં રીંગ વાગે છે. નંદીની ફોન ઉપાડે છે. "નંદિની જલ્દી પહોંચને મોડું થશે" હા રસ્તા પર છું હમણાં આવું.
જલ્દી માં લાગો છો, કોઈ બોલાવતું હશે.
નંદિની શૌર્ય સામું જોવે છે, તે તેના પ્રશ્નનો જવાબ દીધા વિના ત્યાંથી નીકળી જાય છે. સરોવર જવા ત્યાથી એક બીજો શોર્ટકટ રસ્તો પડે છે, નંદિની ત્યાંથી જ નીકળી જાય છે.
શૌર્ય નંદિની ને શાંતિ થી જતાં જોવે છે."હું શું કામ એને જોઉં છું,મારે ઘણું કામ છે,હું જે કરવા આવ્યો એ કરું" તે ત્યાંથી જલ્દી નીકળી ગાડી ગામ તરફ દોડાવે છે.
નંદિની સરોવર એ પહોંચે છે. સુમન,પૂજા અને કિરણ પહેલેથી ત્યાં આવીને બેસી ગયા છે. નંદિની આજની વાત ત્રણયને ડિટેલમાં સમજાવે છે. પછી કોઈને ફોન કરે છે.
સામેવાળી વ્યક્તિ ફોન ઉપાડે છે. હા બોલ નંદિની.
આજની બધી તૈયારી થઈ ગઈ છે, અને તું પણ તૈયાર છે ને?
હા નંદિની હું એકદમ તૈયાર છું? તે જે રીતે કહ્યું છે હું તેમ જ કરી. અને આ મારું પહેલું કામ છે તો હું પૂરી નિષ્ઠાથી કરીશ.અને સાંભળ સામે વાળા લોકો એ એના વકીલ નાં મદદ થી કેસ ને બદલાવી અને એ જમીન દત્તક લેવા માંગતા હોય એવો દાવો કરે છે.
શું? એ લોકો જમીન સેવાભાવ માટે લેવા માંગે છે? કંઈ વાંધો નહી એનાથી જે થાય એ ભલે કરે પણ કેસ તો આપડેજ જીતીશું.હાર નથી માનવાની.
હા! નંદિની એવું પણ જાણવા મળ્યું છે કે એના વકીલ સામે કોઈ પણ હજી સુધી માં કેસ જીતી નથી શક્યાં.તેનો વકીલ ખૂબ પાવરધો છે.
તું મક્કમ હશે તો એ વકીલ સામે જીતી શકીશ.મને વિશ્વાસ છે કે તું કરી શકીશ.
તો મળીયે કોર્ટમા.થોડું બને તો જલ્દી આવવાનું કરજે.
હા!જલ્દી પોચી જશું,
ત્રણેય સહેલીઓ ઘરે જવા નીકળી જાય છે.નંદિની ઘરે પહોંચે છે. બાપુ!બધાં તૈયાર છે ને જવા માટે?
હા બેટા!
સારું બાપુ આપણે પણ પહોંચી જઇએ.બાપુ શૌર્ય પ્રતાપ સિંહ ગામમાં આવ્યા હતો?
હા આવ્યા તો હતા.પણ કેમ આવ્યા હતા એ કંઈ ન સમજાયું.કોઈ નીચે જ નહીં ઉતર્યું,એમજ જતાં રહ્યાં બધા. તને કંઈ કીધું હતું?
ના બાપુ!
નંદિની તૈયાર થઇ બહાર આવી ,ઓફ વ્હાઈટ ડ્રેસમાં આજે કંઇક વધારે જ સુંદર અને સાદગી ભરેલી લાગતી.
અત્યારે ગ્રામસભા મળે છે, મોટા અગ્રણી, વડીલો અને થોડાક યુવાનો જીપ લઈ નીકળી જાય છે.
નંદિની અને તેની સહેલીઓ અલગ થી નીકળી વહેલાં પહોંચે છે. કોર્ટ ની આગળ વકીલ ની રાહ જોઈ રહી હતી. તેવામાં તેના વકીલ ત્યાં પહોચે છે, અને સાથે તેની દીકરી પણ પહોંચે છે.
શૌર્ય તેના વકીલ સાથે કોર્ટે પહોંચી ગયા છે. શૌર્ય ની નજર કોઈ ને શોધી રહી હતી,એવામાં પાંચ માણસનું નાનું સર્કલ જેમાં નંદિની નો ચહેરો થોડો થોડો દેખાઈ રહ્યો છે,શૌર્ય ની નજર તેના પર પડે છે. શૌર્ય તેને નિહાળી રહ્યો છે... શૌર્ય ને ખ્યાલ આવે છે કે તે નંદિની ને જોઈ રહ્યો છે તે નજર ફેરવી તેના વકીલ પર કરે છે.લાગે છે કે આ વકીલ કેસ લડશે.
ગામનાં સભ્યો પણ આવી ગયાં હોય છે, એટલાં માં મોંઘીદાટ ગાડી આવી કોર્ટ આગળ થંભી જાય છે જેમાંથી ભાનુ પ્રતાપ ઉતરે છે.તેનામાં હજુ એટલીજ અક્કડ ભરેલી સાફ દેખાય આવતી. કોર્ટ ની અંદર જવાનો સમય થઇ જતા બધા કોર્ટ ની અંદર પ્રવેશ કરે છે.બધા પોતપોતાની જગ્યાએ બેસી જાય છે.બે મિનિટ પછી બંને પક્ષ ના વકીલ પણ પોતાની જગ્યા લઈ લેય છે.
શું થશે કોર્ટ ની કાર્યવાહી?
નંદિની એ જેને ફોન કર્યો હતો એ એના પક્ષ નો કેસ લડશે કે પછી જે વકીલ આવ્યા છે એ?
જાણવાં આગળ જોડાય રહો.
નંદિની... એક પ્રેમકથા