Single Mother - 24 in Gujarati Moral Stories by Kaushik Dave books and stories PDF | સિંગલ મધર - ભાગ 24

Featured Books
Categories
Share

સિંગલ મધર - ભાગ 24

"સિંગલ મધર"
( ભાગ -૨૪)

કિરણ પર મીનુંનો મેસેજ આવે છે.
પછી એક બીજો મેસેજ પણ આવ્યો.
જોયું તો ઝંખના મેડમનો હતો.
આવતીકાલે સાંજે મોડું નથી કરવું પણ સાંજે સાત વાગ્યે આવીશ.

કિરણ આ બંને મેસેજ વાંચીને ધર્મ સંકટમાં મુકાઇ ગયો.
પહેલાં કોને મળવા જવું જોઈએ?

ભાઈને વિચારતો જોઈને બહેન વ્યોમા બોલી.
ભાઈ.. શું વિચારો છો? શું થયું? કોનો મેસેજ છે? ઝંખના દીદીનો?

કિરણ..

એ વિચારું છું કે પહેલા કોને મળું? મીનુંનો મેસેજ હતો કે આવતીકાલે સાંજે સાત વાગ્યે મળીશું. પછી તરતજ ઝંખના નો મેસેજ આવ્યો હતો કે સાત વાગ્યે આવીશ. તો પહેલા કોને મળું? 

વ્યોમા..
એમાં શું વિચારવાનું. મીનું એ આટલા વખતથી તમને રાહ જોવડાવી છે. તો એને એક કલાક રાહ જોવડાવો. મેસેજ કરીને કહી દેવાનું..એક કામે બહાર છું બસ આવું જ છું કે પછી ટ્રાફિકમાં ફસાઈ ગયો છું. મારી ઝંખના દીદીને પહેલા મળો તો સારું. મને હાશ થઈ જાય અને તમને હાશકારો થાય.

કિરણ..
એટલે પહેલા તારું કામ. ને હું રહી જાઉં તો! એ મીનું પાછી રિસાઈ જશે તો હું હાથથી ગયો. પછી મારે છોકરીઓ માટે દોડાદોડી કરવામાં બે વર્ષ વિતી જાય.

વ્યોમા હસી પડી.

હું ક્યાં કહું છું કે મીનું ને ના મળો. જો એ રિસાઇ જાય તો વાંધો નથી. આપણી ઝંખના દીદી છે જ. હું મનનને વાત કરું છું. જો એ ના પાડે તો કાવ્યા છે જ. પછી આચાર્યની શ્વેતા પણ છે. ચિંતા કાહે કી. પછી તમારી મરજી. મારી મરજી ક્યાં ચાલે છે. તમને જે વધુ પસંદ હોય એને જ પહેલા મળવા જજો.

કિરણ..
હું પણ મુંજવણમાં છું. સારું હું મેઘના મેડમને ફોન કરું છું અને કાવ્યોનો નંબર માંગુ છું. ડાયરેકટ વાત કરું પછી મીનું ને મળવાની વાત જ નહીં. મને મીનું પર બહુ ભરોસો રહ્યો નથી. ક્યારે એ ફરી જાય.

વ્યોમા..
જેવી તમારી મરજી. પણ ઝંખના દીદી સાથે વાતચીત કરતા એમનો હાથ પકડી ના લેતા. એ એટલા સ્માર્ટ છે.

કિરણ..
તને હું એવો લાગું છું. જો એવો હોત તો ક્યારનું લગ્ન થઈ ગયું હોત. હાઈસ્કૂલમાં મળ્યો હતો ત્યારે પણ દૂર જ હતો.

વ્યોમા હસી.
હું તમારી મજાક કરતી હતી. પણ હોટલમાં નજીક બેસવાના છો. ને માહોલ બનવાનો છે. ને હા.. એમની આંખોમાં આંખો પરોવીને વાતો ના કરતા.

કિરણ..
ફરીથી મારી મજાક કરે છે? ને હું આંખોમાં આંખો પરોવીને વાતો કરું તો તને શું વાંધો છે. તારી વાત કરતી વખતે એ રીતે વાત કરું તો એમના મનની વાતો ખબર પડે.

વ્યોમા..

તમે થવાના છો ઘાયલ, કાયમ બનવાના છો પાગલ 
આંખોમાં આવી જશે સપના, 
સાકાર કરશો કે રહેશો કુંવારા કાયમ 

-------------
બીજા દિવસે સાંજનો સમય...
ઝંખના મેડમનું ઘર..

ઝંખનાને થોડું મોડું થયું હોય એવું લાગ્યું.
વિચાર્યું કે હવે કિરણને મળવા જવું પડશે. ભાઈની જિંદગી નો સવાલ છે. બહુ મોડું કરીશ તો એની જિંદગીમાં મોડું થઈ જશે.
આજકાલ સમયનો કોઈ ભરોસો હોતો નથી. ક્યારે માણસ બદલાઈ જાય.
અત્યારે છોકરીઓની અછત છે. વ્યોમા જેવી સંસ્કારી છોકરી મળતી હોય તો મોડું કરાય નહીં.

ઝંખના...
મમ્મી... હું બહાર જાઉં છું. તમે બેબીને સાચવી લેજો. બેબીએ દૂધ પી લીધું છે. મારા માટે જમવાનું બનાવતા નહીં. કદાચ થોડું મોડું થાય તો ચિંતા ના કરતા.

ઝંખનાની મમ્મી..
પણ બેટા, તું ક્યાં જાય છે એ કહેતી જા. નાહકના અમે ચિંતા કરતા રહીશું. ને આ પેલા રાકેશથી સાવધાન રહેજે. એનું મગજ બગડી ગયું છે.

ઝંખના...
હા.. મમ્મી..એ મને ખબર છે. રાકેશથી ડરતી નથી. પણ એને ઘરમાં ઘુસવા દેતા નહીં. બૂમાબૂમ કરીને આડોશી પાડોશી ને ભેગા કરજો. જરૂર પડે તો પોલિસ સ્ટેશને જાણ કરજો. ને મને ફોન કરજો. હું ત્યાંથી ઘરે આવવા નીકળીશ ત્યારે ફોન કરીશ.

ઝંખનાની મમ્મી..
પણ બેટા.. ક્યાં જાય છે? બેબીની ચિંતા કરતી નહીં. હમણાં તારો ભાઈ પણ આવી જશે.

ઝંખના..
એ હું એક કામે જાઉં છું. કિરણને મળવું છે. તમને વાત કરી હતી. ને ભાઈ હજુ આવ્યો નથી. કદાચ ઓવર ટાઈમ કરવા બેસી ગયો લાગે છે.

ઝંખનાની મમ્મી..
ઓહ.. કિરણ! તારી સહેલી છે કે હાઈસ્કૂલમાં સાથે જોબ કરે છે? આ તારા ભાઈ માટે કોઈ સારી છોકરી શોધી કાઢ. હું તો જોઈ જોઈને થાકી છું. કોઈ છોકરી વાળા વ્યવસ્થિત જવાબ આપતા નથી. 

ઝંખના હસી પડી..
મમ્મી.. મમ્મી.. શું તમે પણ. તમને કહ્યું હતું કે મનન માટે જ વાત કરવા જવાની છું.

ઝંખનાની મમ્મી...
ઓહ.. હું ભૂલી ગઈ હતી. તો તારી સહેલીની બહેન છે કે નણંદ છે?

ઝંખના..
મમ્મી.. હવે તમારી ઉંમર થઈ ગઈ છે. કિરણ યુવાન છે. એની બહેન વ્યોમા માટે વાતચીત કરવી છે. તને વાત કરી હતી જ. મનન અને વ્યોમા એકબીજાને પસંદ કરે છે. બસ મનને મને કહ્યું એટલે મને થયું કે હવે ઉતાવળ કરવી પડશે.

ઝંખનાની મમ્મી..
ખરેખર હું ભૂલકણી છું. હશે..આ ઉંમરે આવું થાય. પણ કિરણ પરણેલો છે? ખાનદાન સારું છે? વ્યોમા કેવી છે?

ઝંખના...
મમ્મી.. ખાનદાન સારું છે. હું આવીને તને વ્યોમાના ફોટા બતાવીશ. મુલાકાત સફળ થશે તો રવિવારે આપણા ઘરે બોલાવીશ. કિરણ મારી હાઈસ્કૂલમાં આવ્યો હતો એટલે જાણું છું. સારો યુવાન છે.

ઝંખનાની મમ્મી..
તો પછી શું! સારો છોકરો છે તો સાથે સાથે તારી પણ વાત કરી લે. હવે તો છૂટાછેડા લીધેલા હોય એની સાથે અપરણિત લગ્ન કરે છે. વાત કરવામાં શું વાંધો છે. બહુ બહુ તો ના પાડશે. પણ પહેલા મનનની વાત કર્યા પછી જ બીજી વાત કરજે.

આ વાતચીત ચાલતી હતી એ વખતે મનન ઘરમાં આવ્યો.
એણે જોયું તો ઝંખના દીદી તૈયાર થયેલા હતા.
મનન..
દીદી.. હજુ તમે ગયા નથી? કિરણભાઈ તમારી રાહ જોઈ રહ્યા હશે.

ઝંખના..
હજુ વાર છે. એમ કોઈ સમય પહેલા ના ગોઠવાઈ જાય. ચલ તારે આવવું હોય તો.

મનન..
ના..રે ના.. દીદી.. બીજી વખતે આવીશ. પેલી સાથે આવવાની નથી.

ઝંખના..
પેલી એટલે કોણ? વ્યોમા! હશે ત્યારે તમે બંનેએ નક્કી કર્યું હોય પછી અમારે દોડવું જ પડે.

મનન...
દીદી.. તમને બાઈક પર મૂકી જાઉં..

ઝંખના..
ના..રે..ના.. હું રિક્ષામાં જતી રહીશ.

આટલું બોલીને ઝંખના કિરણને મળવા માટે નીકળી.
( હોટલમાં મુલાકાત વખતે શું ડ્રામા થશે? મીનું કિરણને જોઈ જશે તો શું થશે? જાણવા માટે વાંચો મારી ધારાવાહિક વાર્તા સિંગલ મધર)
- કૌશિક દવે