Takshshila - 12 in Gujarati Thriller by અનિકેત ટાંક books and stories PDF | તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 12

Featured Books
  • दरवाजा: काली हवेली का श्राप - 5

    एपिसोड 5 — “जिसने श्राप दिया… वो तुम ही थी”हवा… थम गई थी।पूर...

  • Bayaan - Part 17

    Part 17 "अगले चार महीने..."ये चार महीने मेरी ज़िंदगी के सबसे...

  • Sirf Tumhara - 5

    **Sirf Tumhara**  **Part 5**अंश का दिल ज़ोर-ज़ोर से धड़क रहा...

  • Conversations With Myself - 2

    शाम धीरे-धीरे ढल रही थी।पूरा दिन जैसे आँसुओं में भीगकर निकल...

  • Mafia King - 6

    जगह कोई आम ठिकाना नहीं, बल्कि 'रॉयल फिटनेस होटल' था।...

Categories
Share

તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 12

તક્ષશિલા વિદ્યા અને વ્યૂહરચના નું પવિત્ર કેન્દ્ર. આજનો દિવસ સમગ્ર રાજય માટે માત્ર રાજકીય દૃષ્ટિએ મહત્વનો નહોતો, પણ ભાવનાત્મક અને ઐતિહાસિક દૃષ્ટિએ પણ એક યુગાંતક સમયક્ષણ હતો. ત્રણ દીવસોની અગ્નિપરીક્ષા પછી આખરે સમગ્ર તક્ષશિલા ઇંતેજારમાં હતી: કોની મસ્તક પર રહેશે નવી પેઢીનું સિંહાસન?

સવારનું સૌરમંડળ હજુ નગર પર પૂરું ઊગ્યું પણ નહોતું, ત્યારે મહારાજ આર્યનના મહેલના દરવાજા ખુલ્યા. દરબારના મંડપમાં શણગાર શરૂ થયો. મહામંડપમાં રાજમાર્ગોની વચ્ચે એક વિશાળ શપથમંચ તૈયાર થયો સોનાના સ્તંભો, ખાખી ધ્વજપટ્ટાઓ, અને મધ્યમાં શિલાશયન જેવો સફેદ પાટો. શપથવિધિ માટે તૈયાર કરાયેલ બેઠક આસપાસના રાજ્યોમાંથી આવેલ મંત્રીઓ, વિદ્વાનો અને મહામંત્રીમંડળની હાજરીથી ભરાઈ રહી હતી.

મહારાજ આર્યન સિંહાસન પર સ્થિર અને મૌન હતા. તેમની આંખો પોતાના બે પુત્રો તરફ ફરી રહી હતી. એક તરફ સૂર્યપ્રતાપ – તેજસ્વી, તલવારના ઘાટ જેવો સાજો. બીજી તરફ ચંદ્રપ્રકાશ – વિચારશીલ, શાંત પણ ઉંડા પ્રવાહ સમાન.

ચાણક્ય તેમના સહાયકના સ્નેહી નહિ, પણ માર્ગદર્શક હતા. આજે એનો છેલ્લો નિર્ણય સમગ્ર રાજ્ય માટે દિશા નિર્ધારક બનવાનો હતો.

જેવા જ ચાણક્ય મંચના મધ્યમાં આવ્યા, આખું દરબાર મૌન થઈ ગયું. એક ક્ષણ માટે હવામાં ધબકતો પ્રશ્ન ઊભો થયો – અને પછી તેમની ઘેરા અવાજે ઘોષણા થઈ:

"ત્રણ કસોટીઓ શસ્ત્રની, કૂટનીતિની અને ન્યાયની પછી હું આજે તક્ષશિલાના ભાવિ શાસકનું નામ જાહેર કરું છું. બંને યુવાનો શ્રેષ્ઠ છે. પરંતુ રાજ્ય માટે શ્રેષ્ઠ એક જ હોય શકે છે."

તેમણે શાંત થાંભલા વચ્ચે પગલું ભર્યું અને એક પંક્તિએ કહ્યું:

"તક્ષશિલાનો નવયુવરાજ હશે કુમાર ચંદ્રપ્રકાશ!"

દરબાર પહેલા મૌન, પછી ધબકતો. તાળીઓ, મંત્રોચ્ચાર, યોદ્ધાઓના શસ્ત્ર ઉપાડવાનો ઘોષ અને નાગરિકોના ઘૂઘાટો સમગ્ર હવામાં વિલીન થયા.

સૂર્યપ્રતાપ એક ક્ષણ માટે સ્થિર રહ્યા. તેમનો મોં ઉદાસ ન હતું, પણ સંવેદનાવિહોણો પણ નહિ. તેમણે ભાઈ પાસે આવી એક હાથ આગળ કર્યો. "આવી ઘડીમાં શાસનને જે સાથ જોઈએ એ હું બનીશ. તું મારા કરતાં વધુ શ્રેષ્ઠ છે, તને નમન."

ચંદ્રપ્રકાશ, નમ્રતાથી ભાઈને વળગી ગયા. "તમારું શૌર્ય મારા વિચારોને રક્ષણ આપે, ભાઈ. તમે મારું તલવારબળ છે."

ત્યારે એક ગુપ્તચર ધીમે પગલાં ભરતો મહારાજ આર્યન અને ચાણક્ય તરફ આગળ આવ્યો. તેના હાથમાં એક સીલબંદ પત્ર હતું. તેણે ચાણક્યને પત્ર આપ્યો. ચાણક્યે વાંચતા જ આસાન ઉપરથી ઉભા થઇ ગયા અને મહારાજને પત્ર આપ્યો.

તેમણે અવાજ ઘટાડીને મહારાજને કહ્યું:

"પત્રમાં લખ્યું છે:

'તમે ભાવિ નક્કી કર્યો. હવે હું અંત નક્કી કરીશ. નવયુવરાજ દસ દિવસમાં મૃત્યુ પામશે. તક્ષશિલાની અંદરથી ભાંગશે નહીં તો પણ અમે તેને અંદરથી સળગાવી નાખીશું.'"

મહારાજ આર્યન દ્રઢ અવાજે બોલ્યા: "આ ષડયંત્ર હવે દરબારની અંદરથી ચાલી રહ્યું છે."

ચાણક્યએ કહ્યું: "મહારાજ, દુશ્મન બહારથી તો આવ્યો નથી. એ આપણા વેશમાં છે. આજે ઉજવણી છે, પણ હવે લક્ષ્ય ભવિષ્ય બચાવવાનું છે."

તુરંત ગુપ્તચર વિભાગ સક્રિય થયો. શપથમંચની આસપાસ વધારાના રક્ષણ ગોઠવાયા. મહામંત્રીમંડળની દરેક ચળવળ નજર હેઠળ આવી. રસોડાની દરેક નાળીને બંધ કરવામાં આવી. ચાણક્યએ સ્પષ્ટ કહ્યું:

"તક્ષશીલાનો તહેવાર જો જીવતો રહેશે, તો રાજ્ય જીવશે. પણ જો અંદરથી જ કોઈ ઘાત કરે તો એ સૌથી ઘાતક હોય."

સાંજ થતી હતી. ચંદ્રપ્રકાશના ઓરડા માં શાંતિ છવાઈ હતી. તેણે પોતાની માતાની તસવીર સામે નિમિષો સુધી આંખ બંધ કરી. પછી ઓરડે ચાણક્ય પ્રવેશ્યા.

"તમે હવે નમ્રતા અને શડયંત્ર વચ્ચેના વળાંક પર છો, યુવરાજ. શાસન એટલે તલવાર નહિ, પણ વિશ્વાસનો પાથ."

ચંદ્રપ્રકાશ: "મારા માટે રાજસિંહાસન એક મંચ નથી. તે એક વચન છે, જે હું તક્ષશિલાને આપી રહ્યો છું."

ચાણક્યએ નમ્રતાથી નમન કર્યું. "તો એ વચન માટે હવે આપણે રાત્રે પણ જાગવું પડશે."

ચાણક્યને એ રાત્રે બીજો સંદેશ મળ્યો:

“શપથદિન તમારા શાસનનો શુભારંભ નહિ, અંત હશે.”

તેઓએ પત્રના સગલવી દીધો અને તેના અજવાળે એક દૃઢ સંકલ્પ સાથે કહ્યું:

"મારા માટે હવે યુદ્ધ શરૂ થયું છે રાજ્ય માટે નહીં, પણ રાજ્યના ભવિષ્ય માટે"