Takshshila - 2 in Gujarati Thriller by અનિકેત ટાંક books and stories PDF | તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 2

Featured Books
Categories
Share

તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 2

સાંજનું લાલાશભર્યું આકાશ તક્ષશિલાની દીવાલો પર પડતું હતું. સામાન્ય દિવસમાં, આ સમયે શિષ્યો શિક્ષકો પાસેથી વિદ્યા ગ્રહણ કરતા, મઠોમાં શાસ્ત્રોનું પઠન ચાલતું અને બજારમાં વેપારીઓ પોતાનું દૈનિક વેચાણ પૂર્ણ કરતા.

પણ આજે, આકાશ પર ભયનો પ્રભાવ હતો.

ઉત્તર તરફના પર્વતોની પાછળ ધૂળના ગૂંચળા ઉઠી રહ્યા હતા. તે કોઈ સામાન્ય તોફાન નહોતું—તે એક શત્રુસેનાની આગમનનો સંકેત હતો.

યુદ્ધના શરૂ થવાના એક પ્રહર પહેલાનો સમય ,
તક્ષશિલાના મહાન ગ્રંથાલયમાં એક વિશેષ બેઠક બોલાવવામાં આવી.
આચાર્ય વરુણ, તક્ષશિલાના સર્વોચ્ચ વિદ્વાન, તેમના સમક્ષ બેઠેલા શાસકો, યોદ્ધાઓ અને વિદ્વાનો તરફ જોયા. સેનાપતિ શરણ્ય, યુવરાજ આર્યન, અને વીર પણ ત્યાં હાજર હતા.

"આ યુદ્ધ ફક્ત એક શહેર માટે નથી," આચાર્ય વરુણે શાંત પણ તીવ્ર અવાજમાં કહ્યું. "આ યુદ્ધ એ વિચાર માટે છે, જે સદીઓ સુધી જીવીત રહેવા ખૂબ જરૂરી છે."

યુવરાજ આર્યન, જે યુદ્ધ કૌશલ્યમાં નિષ્ણાત હતા, તેમની તલવાર ગોળ ટેબલ પર મૂકીને બોલ્યા, "અમે શત્રુઓને એકબીજાથી અલગ કરી શકીએ તો જ જીતવા માટે તક મળશે."

"તમે શું સૂચવો છો?" એક મંત્રીએ પૂછ્યું.

"શત્રુ મોટી સંખ્યામાં છે," આર્યને સમજાવ્યું. "જો તેઓ ખુલ્લા મેદાનમાં લડે, તો આપણે હારી જઈશું. પણ જો આપણે તેમને શહેરની સંકડી ગલીઓમાં ખેંચી લઈએ, તો તેમની સંખ્યા મહત્વની નહીં રહે. ત્યાં આપણે તેમને વિખેરી શકીશું."

વીરે પોતાની તલવારને સામે રાખતાં કહ્યું, "આપણે તેમને વિશ્વાસ આપવો પડશે કે તેઓ જીતવા જઈ રહ્યા છે. જ્યારે તેઓ ગફલતમાં આવશે, ત્યારે આપણે તેમને સમાપ્ત કરી શકીશું."

આચાર્ય વરુણએ એક ક્ષણ વિચાર્યું. "સફળ વ્યૂહરચનાની પ્રથમ શરત છે—શત્રુને તેની જીતનો ભ્રમ આપવો!"

રાત ગાઢ થઈ રહી હતી. શત્રુસેનાના અગ્નિતીરો અને ધનુષબાણ આકાશમાં ચમકી રહ્યા હતા.

"દરવાજા તોડો!" શત્રુસેનાનો સરદાર ગર્જ્યો.

તક્ષશિલાના રક્ષકો માટે હવે પાછા ફરવાનો કોઈ રસ્તો નહોતો.

"આજ રાતે કે તો આપણે જીતીશું, અથવા તક્ષશિલા ઈતિહાસ બની જશે!" યુવરાજ આર્યન બોલ્યા, તેમની આંખોમાં આગ હતી.

બીજી તરફ, વીર કિલ્લાની દીવાલ પરથી નીચે જોઈ રહ્યા હતા. "તેમણે રણનીતિ બદલી છે," તેમણે ઊંડા અવાજમાં કહ્યું. "આપણે વિચાર્યું હતું કે તેઓ સીધો દરવાજો તોડી દેશે, પણ તેઓ અલગ-અલગ દળોમાં વિભાજિત થઈ ગયા છે. તે આપણા માટે વધુ જોખમી છે."

"તેમને ગલીઓમાં ખેંચવા માટે હવે આપણે ખુદ શિકાર બનીને તેમની સામે જવું પડશે," આર્યને તલવાર ખેંચી. "તૈયાર રહો! આપણે તેમને અંદર આવવા દઈશું, પણ એમના માટે તે મૃત્યુનું દ્વાર સાબિત થશે!"

જેમજ શત્રુસેના તક્ષશિલાની ભીંત તોડી અંદર ઘૂસી, તેમ શહેરની ગલીઓ સંઘર્ષના મેદાન બની ગઈ.
તક્ષશિલાના યોદ્ધાઓના નાના સમૂહોએ શત્રુસેનાને ચારેય બાજુથી ઘેરી લીધા.

"આક્રમણ!" આર્યન અને વીર એકસાથે આગળ ધસી ગયા.

વિર એક અંધારી ગલીએ દોડી ગયા. ત્યાં એક શત્રુ યુદ્ધપતિ તેના સૈનિકો સાથે આગળ વધી રહ્યો હતો. વીરે એક જ ઝાટકે પોતાની તલવારથી એક શત્રુને જમીન પર ફેંકી દીધો.

"તમે શિસ્તબદ્ધ છો, પણ અમે આ શહેરના રસ્તાઓ અને ખૂણે-ખૂણા વધુ સારી રીતે જાણીએ છીએ," આર્યન બોલ્યા, તેમનાં દળે શત્રુઓને ધકેલી દીધા હતા.

આચાર્ય વરુણ હજી પણ એક જૂના ગ્રંથની પાનાંઓ વાંચી રહ્યા હતા. "આમાં કંઈક છે... કંઈક એવું જે તક્ષશિલાને બચાવી શકે!"

તેમણે એક શિલાલિખિત શસ્ત્રગોપન પદ્ધતિ વિશે વાંચ્યું.

"જો અમે આ ગ્રંથોમાં લખાયેલી વ્યૂહરચનાનો યોગ્ય ઉપયોગ કરી શકીએ, તો કદાચ અમે નક્કર રક્ષણ કરી શકીશું," તેમણે ધીમા અવાજે કહ્યું.

તેમણે તરત જ એક દૂત મોકલ્યો.

"આર્યન અને વીરને કહો કે આપણી પાસે એક રણનીતિ છે. જો અમે તેનો અમલ કરીશું, તો અમે આ યુદ્ધ જીતી શકીશું.

હવે સમય આવી ગયો હતો. તક્ષશિલાના રક્ષકોએ શત્રુસેનાને સંપૂર્ણપણે ઘેરી લીધી હતી.
આર્યન અને વીર બંનેએ એકસાથે અંતિમ પ્રહાર માટે આગળ વધ્યા.

"હવે કોઈ નહીં બચી શકે!" આર્યન બોલ્યા, અને તેમની તલવાર આકાશમાં ચમકી.

શત્રુસેના પર આખરી પ્રહાર કરવામાં આવ્યો.
જ્યાં માત્ર કલાકો પહેલા શત્રુઓનો ઉલ્લાસ હતો, હવે ત્યાં તક્ષશિલાના યોદ્ધાઓની વિજયની ગર્જના સંભળાઈ રહી હતી.

"આપણે લડાઈ જીતી, પણ યુદ્ધ હજી બાકી છે," આર્યને કહ્યું.

આચાર્ય વરુણએ ગ્રંથાલય તરફ જોઈને કહ્યું, "આજે આપણે લડાઈ જીતી છે, પણ જો વિદ્યા જ બચી નહીં, તો અમે હમણાં હારી જઈશું."

તો શું તક્ષશિલા આખરે બચી શકશે? કે પછી આ ફક્ત એક પહેલો યુદ્ધ હતો?