Takshshila - 4 in Gujarati Thriller by અનિકેત ટાંક books and stories PDF | તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 4

Featured Books
Categories
Share

તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 4

તક્ષશિલાના ગ્રંથાલયની અંદર, શત્રુઓ અને ગદ્દાર વચ્ચેની ગૂપ્ત ચર્ચા હવે એક નવા તબક્કે પહોંચી હતી. શત્રુઓ માટે આ યુદ્ધ માત્ર ક્ષત્રિય પરાક્રમથી જીતવાનું ન હતું, પણ તેઓ બુદ્ધિ અને ધૂર્તતાનો પણ ઉપયોગ કરી રહ્યા હતા.

"તમને ખાતરી છે કે શિલાલેખ અહીં જ છે?" શત્રુ અધિકારીએ ગદ્દારને પૂછ્યું.

"હા, પરંતુ તેને મેળવવા માટે સાચી વ્યૂહરચના જરૂરી છે," ગદ્દારએ હસતા કહ્યું. "તક્ષશિલા માત્ર બાહ્ય શક્તિથી નહિ, પણ અંદરથી પણ તૂટી શકે છે."

ત્યારે એક અચાનક પાયલની ખણક સંભળાઈ. શત્રુઓએ તરત જ તલવાર ઉગારી, પણ ત્યાં કોઈ ન હતું. તક્ષશિલાના રહસ્યમય ગલીઓમાં કોની હાજરી હતી?

શત્રુઓના નેતા, મહાપ્રભુ રુદ્રસેન, પોતાનું મસ્તક ઊંચું કરીને ગ્રંથાલય તરફ જોયું. "તક્ષશિલા પર કબજો મેળવવો એ માત્ર સત્તાની લાલચ નથી, પણ એ સમ્રાટ બનવાનો મારો હક છે!" તેણે ગુસ્સાથી કહ્યું.

"અને આ માટે તમારો સહયોગી, તક્ષશિલાનો પૂર્વ શ્રેષ્ઠ શિષ્ય, શશિપ્રકાશ બનશે તમારો સેનાપતિ," શત્રુ અધિકારીએ ઉમેર્યું.

શશિપ્રકાશ, જે એક સમયે આચાર્ય વરુણના સૌથી વિશ્ર્વાસુ શિષ્યમાં ગણાતો, આજે ધર્મ અને સંસ્કૃતિના વિરોધમાં ઊભો રહ્યો હતો. "હું માત્ર શિષ્ય નહોતો, પણ શાસ્ત્રોમાં પણ અગ્રેસર હતો," તેણે કહ્યું. "પણ તમે મને મર્યાદામાં રાખ્યો, ત્યારે હું સમજ્યો કે તાકાત મેળવવા માટે સીમા તોડવી જરૂરી છે."

તક્ષશિલાના રાજપ્રાસાદમાં, આચાર્ય વરુણ, યુવરાજ આર્યન, અને વીર શત્રુઓની રણનીતિ સમજી રહ્યા હતા.

"શત્રુઓ અંદર પ્રવેશી ચૂક્યા છે," વીરે ચિંતાથી કહ્યું.

"આપણે તેમને અટકાવવાના બદલે, તેમની પર અમારા જ્ઞાનથી પ્રહાર કરવો પડશે," આચાર્ય વરુણે શાંત અવાજમાં કહ્યું. "વિચારશસ્ત્ર એ માત્ર એક ભ્રમ નથી, તે એક શક્તિ છે, જેનાથી આપણે આપણા મગજ અને રણનીતિથી વિજય મેળવી શકીએ."

"પણ શત્રુઓ ક્યાં છે?" આર્યને ઉગ્ર અવાજમાં પૂછ્યું.

"તેઓ મહાન ગ્રંથાલય તરફ જઈ રહ્યા છે," વીરે કહ્યું. "અમે તેમને ત્યાં જ અટકાવવું પડશે."

તક્ષશિલાના યોદ્ધાઓને તત્કાળ સંકેત મોકલવામાં આવ્યો. ગ્રંથાલયના દ્વાર પર રક્ષણ માટે વિદ્વાનો અને યોદ્ધાઓ તૈનાત થયા.

શત્રુઓએ એક ઓચિંતો હુમલો કર્યો. તક્ષશિલાના પ્રાચી રક્ષણના દ્વાર તૂટી ગયા, અને શત્રુસેનાએ ધસમસતો પ્રહાર શરૂ કર્યો.

યુવરાજ આર્યન પોતાના ઘોડા પર ચડીને આગળ વધ્યો. "આજે આપણે તક્ષશિલાની રક્ષા માટે લડીશું!" તેમણે ઘોષણા કરી.

વીરે પોતાના ધનુષ્ય અને તીરો સાથે શત્રુઓ પર વિજલીની જેમ પ્રહાર કર્યો. તેણે વામનવિદ્યા (સત્યમેળ થી તીર છોડવાની કલા) નો ઉપયોગ કરીને શત્રુઓના નેતાઓને નિશાન બનાવી દીધા.

શત્રુસેનાના ઘોડસવાર યુદ્ધમેદાનમાં ચક્કર લગાવીને તલવાર અને ભાલા વડે આક્રમણ કરી રહ્યા હતા, પણ તક્ષશિલાના રણકૌશલથી તૈયાર યુદ્ધાએ તેમની ઘોડસવાર રણનીતિ (અશ્વસિદ્ધિ) નો ઉપયોગ કરી તેમને માત આપી.

આચાર્ય વરુણએ ગ્રંથાલયની અંદરથી એક જૂનો ગ્રંથ કાઢ્યો અને એક મંત્રોચ્ચાર શરૂ કર્યો. યુદ્ધની વચ્ચે એક અજાયબ શક્તિ પ્રવર્તી.

તક્ષશિલાના યોદ્ધાઓએ ધીરે ધીરે શત્રુઓને પાછળ ધકેલવા માંડ્યા.

ગદ્દારની ઓળખ સંપૂર્ણ રીતે ખુલ્લી પડી

મીઠા અવાજે એક આદેશ સંભળાયો, "અમારા વચ્ચે કોઈ છે, જે અમારા માટે નહિ, પણ શત્રુઓ માટે લડી રહ્યો છે."

આચાર્ય વરુણના શબ્દો સાંભળતા જ શશિપ્રકાશ વિદ્વાનોની વચ્ચે ઊભો રહ્યો.

"તમે?" આર્યન અને વીર આશ્ચર્યચકિત હતા.

"હા, હું જ," શશિપ્રકાશ હસ્યો. "તમે વિચારતા હતા કે તક્ષશિલા અનાશ્ય છે? આજે તમે જોશો કે જ્ઞાન માત્ર કલ્યાણ માટે નહિ, પણ વિનાશ માટે પણ વાપરી શકાય છે!"

પણ શશિપ્રકાશ એ ભૂલી ગયો કે તક્ષશિલા જ્ઞાન અને તલવાર બંનેમાં અગ્રેસર હતી.

"તું વિચારતો હતો કે તું અમને ચતુરાઈથી હરાવી શકીશ?" આચાર્ય વરુણએ ગંભીર અવાજમાં કહ્યું. "તક્ષશિલાના મારા સૌથી પ્રતિભાવાન શિષ્ય તરીકે હું માનતો હતો કે ભવિષ્યમાં તક્ષશિલાનો મહાન ગુરુ બનીશ પણ તે તો તક્ષશિલા ના વિનાશનું સ્વપ્ન સેવી લીધું પણ તું ભૂલી ગયો કે તક્ષશિલા પર બુરી નજર રાખવા વાળા ને અંતે કમોત મળે છે." આટલું કહી આચાર્ય વરુણ ત્યાંથી ચાલ્યા ગયા.

વિર અને આર્યન તલવાર લઈને આગળ વધ્યા. શશિપ્રકાશ અને તેના સાથીઓને હરાવવાની ઘડીએ તક્ષશિલાના યોદ્ધાઓએ તેમને ઘેરી લીધા. શશિપ્રકાશના દરેક સાથી પરાજય પામ્યા.

"તમે વિચારતા હતા કે તલવાર અને મગજનો દુરુપયોગ કરીને તમારું ષડયંત્ર સફળ થશે?" આર્યને કહ્યું.

"મને ખબર હતી કે તમે મને છોડશો નહિ," શશિપ્રકાશ હસ્યો. "પણ વિચારશસ્ત્રની સાથે તક્ષશિલાનો વિનાશ નિશ્ચિત છે !"

યુવરાજ આર્યને ક્રોધમાં શશિપ્રકાશનું તલવારથી તેનું શીશ ધડથી અલગ કરી નાખ્યું, શશિપ્રકાશની પાછળ શત્રુઓની આખરી આશા પણ ઓસી પડેલી હતી. તક્ષશિલાના યોદ્ધાઓએ શત્રુસેનાને સંપૂર્ણપણે ખતમ કરી દીધી.

શત્રુસેના પરાજિત થઈ. ગ્રંથાલય સુરક્ષિત હતું. શશિપ્રકાશને બંધિ બનાવી લેવામાં આવ્યો.

આચાર્ય વરુણએ કહ્યું, "વિચારશસ્ત્ર એક સત્ય છે, પણ તેને કોણ વાપરે છે એ મહત્વનું છે. જો અમે એને સાચા હાથે રાખીશું, તો તેનો ઉપયોગ કલ્યાણ માટે કરી શકીશું."

"અમે જીત્યા, પણ શત્રુઓ ફરી પાછા નહીં આવે તેની શું ખાતરી?" વીરે પૂછ્યું.

"આપણે તક્ષશિલાને વધુ મજબૂત બનાવવી પડશે," આર્યને કહ્યું. "આજનું યુદ્ધ જીત્યા છીએ, પણ ભવિષ્યના યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે."

તક્ષશિલા ફરી એકવાર રક્ષણમાં હતી. પણ શું ખરેખર ખતરો ટળી ગયો હતો? કે શું નવા શત્રુઓ હવે અંધકારમાં ઉદ્દભવી રહ્યા હતા?