તક્ષશિલાના રાજમહેલમાં ઊથલપાથલ ચાલી રહી હતી. રાજકુમારોની પરીક્ષાઓ માટેની તૈયારી શરૂ થઈ ગઈ હતી, પણ પડછાયાઓમાં વિશ્વાસઘાતની ભીતિ ગૂંજી રહી હતી. મહારાજ આર્યનના મનમાં ચિંતા વધતી જતી. તેઓ જાણતા હતા કે રાજ્યને ફક્ત યુદ્ધકૌશલ અને રાજકીય જ્ઞાનથી જ નહિ, પણ એક અભેદ્ય વ્યૂહરચના અને તીક્ષ્ણ બુદ્ધિ દ્વારા પણ બચાવવું પડશે.
આચાર્ય ચાણક્ય... એક નામ કે જે માત્ર તક્ષશિલા માટે નહિ, પરંતુ સમગ્ર આર્યાવર્ત માટે એક ધૂજારો ઉભો કરી શકે. તેઓ કૌટિલ્ય તરીકે પણ જાણીતા, એક મહાન આચાર્ય, રાજકીય દ્રષ્ટા અને અદ્ભુત કૂટનીતિજ્ઞ. તેઓએ મગધના રાજસિંહાસન પર ચંદ્રગુપ્ત મૌર્યને બેસાડીને ઈતિહાસ બદલ્યો હતો. તેમણે અર્થશાસ્ત્રની રચના કરી, જે માત્ર ધન અને શાસન માટેના નિયમો જ નહોતા, પણ એક સમગ્ર રાજકીય દ્રષ્ટિકોણ હતો. તેમના વિચારો અને નીતિઓ સમગ્ર રાજ્યવ્યવસ્થા માટે એક પાયાનું શાસ્ત્ર બની ગયા હતા. તક્ષશિલા તેમને એક પ્રેરણાસ્તંભ તરીકે જોતી હતી.
હવે, આ મહાન આચાર્ય ફરી તક્ષશિલાની ભૂમિ પર પગ મૂકી રહ્યા હતા. તેઓ માત્ર એક વિદ્વાન કે ગુરુ નહોતા, પરંતુ એક યોદ્ધા જેવા હતા, જે ભવિષ્યને ઘડી શકતા હતા.
આચાર્ય ચાણક્ય તક્ષશિલામાં પહોંચ્યા!
તક્ષશિલાની શાળાઓ, મહાવિદ્યાલયો અને માર્ગો પર એક અદભૂત ઉન્માદ છવાઈ ગયો. શિષ્યો અને વિદ્વાનો એકસાથે ભેગા થયા, ગુરુઓએ મસ્તક ઝુકાવ્યું. સેનાપતિઓએ તેમના આગમનને સન્માનપૂર્વક જોયું. રાજમાર્ગ પર, નાગરિકો એકત્ર થઈ ગયા હતા. તેઓ જાણતા હતા કે આચાર્યનું આગમન એક સામાન્ય ઘટના નહોતી. તે એક નવી દિશાનો સંકેત હતો.
મહારાજ આર્યનના દરબારમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દરબારમાં એક અચાનક શાંતિમય વાતાવરણ છવાઈ ગયું, જ્યારે આચાર્યએ પોતાની તીક્ષ્ણ નજર મહારાજ અને તેમના રાજકુમારો પર નાખી.
"રાજકુમારોની પરીક્ષાઓ વિશે સાંભળ્યું છે," તેઓ શાંત અવાજે બોલ્યા, પણ એ અવાજમાં એક અજાણી શક્તિ હતી. "પણ મહારાજ, તમારે તમારાં શત્રુઓનના ચહેરાને જાણવું તે પણ એટલું જ જરૂરી છે, જેટલું કે તમારાં પુત્રોની શક્તિ."
મહારાજ આર્યન અને દરબારના મંત્રીઓ વિચારમાં પડી ગયા. રાજકુમારો એકબીજાને જુએ છે. આચાર્ય ચાણક્ય—જેના વિષયમાં તેઓએ ફક્ત કથાઓ સાંભળી હતી—હવે તેમના રાજ્યનું ભવિષ્ય નક્કી કરવા માટે હાજર હતા.
ચાણક્ય ફક્ત એક ગુરુ કે ઉદ્યમી ન હતા. તેઓ એક વિચિત્ર યોદ્ધા હતા, જેણે પોતાના સમગ્ર જીવનમાં અનેક રાજકીય અને આર્થિક ગૂંચવણોને ઉકેલી હતી. તેઓએ રાજસત્તા અને અર્થતંત્રને કેવી રીતે સંચાલિત કરવું તે અંગે સુદૃઢ સિદ્ધાંતો સ્થાપ્યા, જે આજે પણ તક્ષશિલાના મોટા વિદ્વાનો અનુસરે છે.
ચાણક્યએ દરબારની અંદર એક વિચિત્ર શાંતિ પેદા કરી. તેઓ ધીમે ધીમે બોલ્યા, પણ દરેક શબ્દ જાણે કે સમયથી આગળ નીકળી રહ્યો હતો.
"તક્ષશિલા, પ્રાચીન વિદ્યા અને વ્યૂહરચનાનું કેન્દ્ર છે. પણ આ શહેરીક શક્તિના પડછાયે એક નવું યુદ્ધ સાજી રહ્યું છે. તમે માત્ર દ્વારરક્ષકો અને યુદ્ધનૌકાઓથી જ નહીં, પણ ચતુર મંત્રીઓ અને શડયંત્રકારો દ્વારા પણ પલટાઈ શકાશે."
"શું તમે કહેવા માંગો છો કે દરબારમાં કોઈ શત્રુ છે?" મહામંત્રીએ પૂછ્યું.
ચાણક્યએ ગાઢ નજર કરી. "દરબાર એક ઉજ્જવળ સ્તંભ છે, પણ તેમાં પડછાયા ઊભા છે. મને એ પડછાયાઓમાં એક ભયાનક ભવિષ્ય દેખાય છે. તમે તમારા શ્રેષ્ઠ યોદ્ધાઓ અને શ્રેષ્ઠ વિદ્વાનો વચ્ચે યુદ્ધ જોવાના છો."
સંપૂર્ણ દરબાર અચાનક મૌન થઈ ગયો. રાજકુમાર સૂર્યપ્રતાપ અને ચંદ્રપ્રકાશ એકબીજાની સામે જોયા. શું તેઓ એકબીજા માટે શત્રુ બની જશે? કે શું તેઓ સાથે મળીને તક્ષશિલાને એક નવું ભવિષ્ય આપી શકશે?
"તમારા વિજ્ઞાન અને યુદ્ધકૌશલમાં શ્રેષ્ઠતા છે, પણ શાસક બનવા માટે બીજું પણ એક ગુણ આવશ્યક છે," ચાણક્યએ યુવાન રાજકુમારોને કહ્યું.
"એ શું છે, આચાર્ય?" સૂર્યપ્રતાપે પૂછ્યું.
"વીરતા અને બુદ્ધિ તો છે, પણ એક સત્ય શાસક માટે તટસ્થતા અને નિર્મમતા બંને જરૂરી છે. તટસ્થતા તે, કે તમે ન્યાય માટે કોઈપણ ભેદભાવ ન રાખો. નિર્મમતા તે, કે શત્રુ સામે ક્ષમા ન રાખો." ચાણક્યએ એક સ્મિત કર્યું. "તમારા શત્રુને ક્ષમા આપશો, તો તે તમારી સત્તા છીનવી લેવાનો એક મોકો બનાવી દેશે."
રાજકુમારો માટે હવે યુદ્ધ મંગલમય નહીં, પણ એક કઠોર અસ્તિત્વસંગ્રામ બની ગયું. તક્ષશિલાની ગલીઓએ એક નવી ગૂંઝાર પૂરાવા માંડી. શાસનની આ પડકારપૂર્ણ પદ્ધતિમાં કોણ સફળ થશે? કોણ તક્ષશિલાનું ભવિષ્ય નક્કી કરશે?
----------------------------------