યશવંત,મૈત્રી અને કપીશ તથા આખી ટીમ સાથે હોસ્પિટલ પહોંચ્યો. ત્યાં ડોક્ટર મોતીવાલા વૈદેહીને તપાસી રહ્યા હતા. વૈદેહીને હજી એકદમ હોશ નહોતો આવ્યો.
"ડોક્ટર કંઇ કહ્યું વૈદેહીએ?"
" PSI મૈત્રી તમે મને મારું કામ કરવા દેશો. હજી તો પેશન્ટને બરાબર હોશ પણ નથી આવ્યો અને તમે ઘોડા પર ચડીને પૂછતાછ કરવા આવી ગયા. તેમને નોર્મલ થતા થોડો સમય લાગશે. ત્યાં સુધી hold yours thoughts પ્લીઝ."
મૈત્રી કંઇ કહેવા જતી હતી પણ યશવંતે તેને રોકી.
"ઠીક છે ડૉક્ટર બે દિવસ રાહ જોઈ હજી થોડો સમય રાહ જોવામાં વાંધો નથી."
ડોક્ટર મોતીવાલા પોતાની કેબિન માં ગયા ને તેમને એક ફોન કર્યો.
"હા, વૈદેહીને હોશ આવી ગયો છે."
"શું? અરે ના મેં નથી બોલવી પોલીસને. તે તેમના માણસો મૂકી ને ગયા છે તેમણે કહ્યું."
"પણ...તમે...વિશ્વાસ...અરે મારી વાતો તો...ના પ્લીઝ મારા પરિવાર ને કઈ નહીં કરતા...હા.. હા હું પોલીસને મળવા નહીં દઉ.. હા.. ઓકે.. ઓકે.
સુરભીને તેની મૈત્રીનો ફોન આવ્યો. પણ, તેને તે ફોન કટ કરી નાંખ્યો કેમ કે તેને પુસ્તક વાંચવામાં કોઈ ખલેલ નહોતી જોઈતી.
-----------------------------------------------------------------------------
પણ, ક્યારેક આપણે ભગવાન પાસે આવું માંગી લઈએ છીએ કે પાછળથી આપણે પછતાવો થાય છે. મેં પણ ભગવાન પાસે એવું જ કંઈ માંગ્યુ જેનો મને પાછળથી બહું પછતાવો થયો.
મેં પહેલથી જ નક્કી કરી નાંખ્યું હતું કે મારે મોક્ષિત સાથે લગ્ન કરવા છે.
મારી એક સખી હતી જેનું નામ હતું ગૌતમી પટેલ. તેને હું મારી બધી દિલની વાત કહેતી હતી. તેને મેં મોક્ષિત વિશે પણ કહ્યુ હતુ. ગૌતમી, મૌક્ષિત અને હું સાથે સાથે શાળા એ જતા. ગૌતમીનું ઘર સામાન્ય હતુ. તેના બાપુ મારા બાપુના મુનિમ હતા. તે દેખાવમાં એકદમ સાદી લાગતી હતી. ચહેરો પણ લંબગોળ અને ઘઉંવર્ણ હતો. તેને ડાબે ગાલ બરાબર આંખની નીચે અને નાકથી થોડે દુર પણ તેની જ લાઈનમાં એક મસ્સો હતો. જે તેની સુંદરતાની નજર ઉતારતા હોય એવું લાગતુ હતું. તે ઉંચાઈમાં 5 ફૂટ 9 ઈચની આસપાસ હતી. તેના વાળ ગળા સુધી હતા. અને હંમેશા ખુલ્લા રહેતા હતા.
અમે ત્રણ રોજ સાથે સાયકલ પર શાળાએ જતા. ગૌતમી મારા કરતા ભણવામાં હોશિયાર અને ચાલાક, ચપળ હતી. ગૌતમીને પણ મોક્ષિતની જેમ પૈસા કમાવાનું સપનું હતુ. તે બહુ કરિયર ઑરિએન્ટેડ હતી. આજથી 40 વર્ષે પહેલા એ પણ ગામમોમાં છોકરીઓને માટે એક જ કરીયર ઑપશન હતું અને તે રસોડું. પણ, ગૌતમીના સપનાઓતો કઈ બીજા જ હતા. તેને બહુ નામ અને બહુ પૈસા કમાવવા હતા. ગૌતમી અને હુ એટલા નજીક હતા કે એવી કોઈ વાત નહતી કે ગૌતમીએ મારાથી છૂપાડી હતી.
પણ, હુ ખોટી હતી. જેના પર તમે સૌથી વધારે વિશ્વાસ કરો છો તેને તમને દગો આપવા બહુ આસાન બની જાય છે.
-------------------------------------------------------------
“જેના પર તમે સૌથી વધારે વિશ્વાસ કરો છો તે જ તમને દગો આપે છે જ્યારે આ વાક્ય તુ મારા સામે જોઈને કેમ બોલી?”
હૉસ્પિટલમાં વૈદહીની હોશમાં આવાની રાહ જોતા હતા ત્યારે કપીસએ મૈત્રીને આના વિશે પુછ્યું.
“તો એમાં શું ખોટું કહ્યું મેં. બરાબર તો છે તમને દગો આપવાવાળા પારકાં નહી પણ પોતાના જ હોય છે.” મૈત્રીએ કહ્યું.
“મેં તને શું દગો આપ્યો. ઉલ્ટાનું તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. તું મને મારા સ્ટ્રગલના સમયે છોડીને જતી રહી હતી. મેં તને ક્યારે પણ છોડી નહોતી અને છોડવા માંગતો નહતો. મારે તારી સાથે મારૂ આખું જીવન જીવવું હતું. તારી સાથે રોજ સવાર અને સાંજે ચાની ચુસ્કીઓ લેવી હતી. તારી સાથે વરસાદમાં લોન્ગ ડ્રાઈવ પર જવું હતુ, કપલ ડાન્સ કરવો હતો. રાત્રે પ્રેમ કરીને તને થકવી દેવી હતી. મેં તારી સાથે કેટલા બધા સપનાઓ જોયા હતા. જેને તે વહેલી સવારે ઉઠાડીને તોડી દીધા.”
"કપીસ, પ્લીઝ અત્યારે આપણે એક કેસ પર કામ માટે સાથે છીએ તો તે કેસ પર ધ્યાન આપ. આ તારી પર્સનલ વાત કરવાનો સમય નથી. So, please constrate in your work."
-----------------------