પુરા બે મહિના થી વધુ સમય પછી ડી.એસ.ના ખાસ આગ્રહ થી બારોટ સાહેબ ગુપ્તવેશે, કલાવતી ને મળવા 'ખાસ ' માઉન્ટ આબુ આવ્યા હતા. તેમની આ મુલાકાત અતિ ગુપ્ત હતી. તેઓ અહીં પ્રથમ વખત આવ્યા હતા. બંગલાનું લોકેશન અને તેની ભવ્યતા જોઈ તેવો ખૂબ જ ખુશ થયા.ડી.એસ.અને કલાવતી એ છેક દરવાજે આવીને તેમને આવકાર આપ્યો .અને અંદર લઈ ગયાં . બેઠક ખંડ ભવ્ય સોફાઓ થી સજાવેલો હતો. તેમાં એક બે પારદર્શક કાચની ટીપોઈ પણ ગોઠવેલી હતી. અને બે ત્રણ આધુનિક ખુરશીઓ પણ હતી . પ્રથમ પાણી અને ત્યારબાદ ચા આપી ને બારોટ સાહેબની આગતા- સ્વાગતતા કરવામાં આવી. બારોટ સાહેબે જોયું તો આ બે માસ માં કલાવતી નો ચહેરો સાવ લેવાઈ ગયો હતો. ડી.એસ.ના શરીર ઉપર પણ અકસ્માતમાં થયેલ ઇજાની અસર સાફ વર્તાતી હતી. ચા - પાણી કરી રહ્યા બાદ બારોટ સાહેબે વાત છેડી . ને ડીસા છોડીને પોતાની જવાબદારી માંથી છટકી ને આંહીં ભાગી આવવાનું કારણ પૂછ્યું .તેના જવાબમાં કલાવતીએ કહ્યું કે 'પોતાને હવે રાજકારણમાંથી અને આ જીવન માંથી રસ જ ઉઠી ગયો છે.'. તેનો જવાબ આપતા બારોટ સાહેબે કહ્યું કે' ' જીવનમાં ક્યારેક એવો સમય પણ આવે છે. કે માણસે પોતાના માટે નહીં, બીજાના માટે, પ્રજાના માટે જીવવું પડે છે. તેમાં પણ ત્યારે તો ખાસ, જ્યારે હજારો માણસો તમારા માથે મીટ માંડીને બેઠાં હોય. તમારી આશા રાખીને બેઠાં હોય. એવા સમયે લોકોની આશા ઉપર પાણી ફેરવી તમે તેમની સાથે વિશ્વાસઘાત ન કરી શકો. માટે બધો જ શોક ત્યજી નેં તેણીએ ફરીથી રાજકારણમાં સક્રિય થવું જોઈએ. અને 'ઊંચી ઉડાન' ભરવી જોઈએ .'
' બારોટ સાહેબે કલાવતી આગળ કહ્યું. જ્યારે તમે સક્રિય જાહેર- જીવનમાં કે સક્રિય રાજકારણમાં ઝંપલાઓ પછી તમારું જીવન એ તમારું પર્સનલ રહેતું જ નથી. તે 'સાર્વ જનિક' થઈ જાય છે. પ્રજાની ઈચ્છા, અને અરમાનો પ્રમાણે તમારે જીવવું પડે છે. ને કોઈ વિશિષ્ટ સિધ્ધિ હાંસ લ કરવા માટે, મોટો ભોગ આપવો પડે છે. તપ કરવું પડે છે .અને ત્યાગ કરવો પડે છે.
બારોટ સાહેબ એક ઘૂંટ પાણી પીવા રોકાણા, અને પછી આગળ કહ્યું.' જો કલા. હજુ તો રાજકારણમાં આ તારું પહેલું પગથિયું છે. તું જેમ- જેમ આગળ વધીશ તેમ-તેમ હજુ તો હજારો ઝંઝાવાતો સામે આવવાના. લોકો તમારી ટીકા કરવાના. ઈર્ષા કરવાના .પરંતુ તે સામે અડગ રહેશો તો બધું જ થોડા સમય પછી તરત જ શમી જશે. અને આ બધાનો સામનો કરીને તારે તો હજુ સત્તાનું 'ગુરુશિખર સર કરવાનું છે .
અને છેલ્લે 'લાગણીવશ' થઈને બારોટ સાહેબે એક ગંભીર વાત કહી.' જો કલા, આમ પણ ગુજરાતમાં મારી હાજરી હવે બહુ ઓછી રહેવાની છે. હું ગુજરાતમાં તને મારા 'પ્રતિનિધિ' તરીકે અને મારી ઉત્તરાઅધિકારી કે જોવા માગું છું. અને તે માટે જોઈએ તે પ્રકારનો 'સહકાર આપવા હું તૈયાર છું. તેના માટે જરૂર પડે ત્યારે, ગમે તે સમયે તું મારો સંપર્ક કરી શકે છે. અને જરૂર પડે ત્યાં મારા નામ નો ઉપયોગ પણ શકે છે.એ માટે તને બધા જ 'પાવરસ' છે .
બારોટ સાહેબની આ લાંબી સમજાવટને લીધે કલાવતી ફરી પાછી સક્રિય રાજકારણમાં આવવા તૈયાર થઈ. ત્યારબાદ ત્રણેયે સાથે જ ભોજન એ બંગલા ના 'ડાઇનિંગ હોલ'માં જ લીધું . બંગલામાં બીજા પણ ઘણા ખંડ હતા. પરંતુ તે બધામાં બારોટ સાહેબને સૌથી વધુ ગમ્યો હોય તો તે કલાવતી નો ભવ્ય 'બેડરૂમ' હતો . તે પછી બે કલાક જેટલો વધુ સમય બારોટ સાહેબ ત્યાં રોકાઈને તેમનાં રૂટિન કામ પતાવીને એ જ છુપાવેશે ત્યાંથી જવા રવાના થયા.
તે પછી એક અઠવાડિયા પછી કલાવતી એ તાલુકા પંચાયત ઓફિસે આવવાનું ચાલુ કર્યું .પરંતુ તેનું રહેઠાણ ડીસા ને બદલે હવે પાલનપુર ખસેડી દીધું હતું. પાલનપુર થી પાંચ કિલોમીટર દૂર આબુરોડ હાઇવે ઉપર આવેલા પોતાના ફાર્મ હાઉસ માં નવો બંગલો હવે તૈયાર થઈ ગયો હતો. એટલે તે તેમાં રહેવા આવી ગઈ હતી.
ડીસા ની સ્થાવર મિલકત એમ જ રહેવા દઈ ને ડી.એસ. એ ધંધાનો બધો જ કારોબાર ડીસા માંથી સંકેલી લીધો હતો.વસરામ અને રમેશ ને તેણે આબુરોડ બોલાવી લીધા હતા. જે બંને હવે આ ધંધા માં માહેર થઈ ગયા હતા .ડી.
એસ.એ હવે આબુરોડ થી મોટી લાઈન ચાલુ કરી હતી. ધંધાની બધી જ 'બાઞડોર' તેણે વશરામ અને રમેશને સોંપી હતી. પરંતુ સંપૂર્ણ નાણાકીય વ્યવહાર ડી.એસ.એ પોતાના હસ્તક રાખ્યો હતો. આબુરોડ ખાતે એક ભવ્ય બંગલો ખરીદી તે તેમાં રહેતો હતો. તેમના ધંધા નો ક્યાંય પણ પડછાયો 'કલાવતી' ઉપર ન પડે તેની તેણે પૂરી તકેદારી રાખી હતી .
ધીમે -ધીમે કલાવતી લોકોને મળવાનું ચાલુ કર્યું. તાલુકા પંચાયત ઓફિસે આવી, લોકોના પ્રશ્નો સાંભળી તેનું નિરા કરણ કરવાનું ચાલુ કર્યું .ને ચાર માસના સમયમાં તો કલા વતી'એ શોક નેં સંપૂર્ણ ત્યજી દીધો. અને નવા ઉત્સાહ, અને નવા વિચારો સાથે તેણી ઉંચી ઉડાન ભરવા તૈયાર થઈ તેના ચહેરા ઉપર નવું તેજ પ્રગટ્યું.ને તેણી બમણા ઉત્સાહ સાથે કામે લાગી ગઈ.
કલાવતી નાં વાણી, વર્તન અને સ્વભાવ માં હવે આમૂલ પરિવર્તન આવી ગયું હતું બિનજરૂરી ટીકાઓ સાંભળવામાં તે કાને ર્થી બહેરી, અને બિનજરૂરી બોલવા માં તે મોએ થી મૂંગી થઈ ગઈ હતી.પોતાના વિશેની ગમે તેવી સારી કે ખોટી વાત સાંભળીને તે ગુસ્સો ન કરતી . કાચબો જેમ પોતાનાં બધાં જ અંગો ને પોતાના જ શરીરમાં સંકોચી લે, તેમ' કલાવતી એ રાજકારણનો આગળ વધવા માટે પોતાની બધી જ વરૂતિઓ,વાસના ઓ અને અરમાનો ને મન માં સંકેલી લીધાં હતાં . મોકો જોઈને ક્યારેક કોઈ નફટ નેતા કે કાર્યકર્તા, તેની સાથે 'અશ્લીલ' વાત કરે, કે ગંદા ચેન -ચાળા કરે , તો પણ તે પોતાના મગજ ઉપરનો કાબુ ન ગુમાવતી. ને હસીને તેની વાતને ઉડાવી દેતી હતી. કાં બીજા રસ્તે વાળી લેતી. પરંતુ મનમાં સામેના ના ચરીત્ર ને તે ફૂટપટ્ટીથી માપી લેતી .પોતાના અને બારોટ સાહેબ ના સંબંધની કેટલીક વાતો આડકતરી રીતે તેના કાને આવતી. પરંતુ જાણે કે તેણીએ તે સાંભળી જ ન હોય તેમ, તેને નજર અંદાજ કરતી. અને પોતાની મસ્તીમાં જ તે મસ્ત રહેતી. ખાનગીમાં લોકો ભલે ગમે તે ગુસ-પુસ કરે, પરંતુ તેણીનો પ્રભાવ જ એવો હતો કે તેના મોં સામે આવીને એક પણ શબ્દ બોલ વા ની કોઈની પણ હિંમત ન હતી.
કલાવતી રાજકારણમાં જેમ જેમ આગળ વધતી ગઈ અને ઊંડે ઉતરતી ગઈ ,તેમ- તેમ તેને પ્રતિતિ થી થઈ કે' બહાર થી 'સરળ' લાગતું રાજકારણ અંદરથી કેટલું ગંદુ- અટપટું અને આંટી- ઘૂંટીવાળું છે. અને તેમાં ટકી રહેવા માટે અને આગળ વધવા માટે વ્યક્તિએ ડગલેને પગલે સતત, સમય તન ,મન, ધન અને આત્મસન્માનનો ભોગ આપવો પડે છે .
અનુભવના આધારે કલાવતી એ વાત નજીકથી જોઈ હતી કે, કોઈપણ વ્યક્તિને રાજકારણમાં સફળ થવા માટે અને ઉચ્ચ શિખરે પહોંચવા માટે ચાર પ્રકારના માપદંડ ખૂબ જ જરૂરી છે. તેમાં જો કોઈ સૌથી મહત્વનું પરિબળ હોય તો તે છે પૈસા . હા ,જો તમારી પાસે પૈસા હોય તો રાજ કારણ માં આપોઆપ તમારું વજન વધી જાય છે. ને તે તમારી પ્રતિભા ઉપસાવવામાં પણ મદદ કરે છે. બાકી તો પૈસા વગરના કેટલાય કાર્યકર્તાઓ પોતાની પૂરી જિંદગી પક્ષ માટે ખર્ચી નાખવા છતાં, ને મહેનત કરી કરીને ચંપલ ઘસી નાખવા છતાં, એ જ કાર્યકર્તા રહે છે. તેઓ નેતા થઈ શકતા નથી .
પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીની દરેક ચૂંટણીમાં પૈસા અગત્યનો ભાગ ભજવે છે. તેનો જીવતો જાગતો દાખલો પોતે જ હતી. બારોટ સાહેબે પોતાને તાલુકા પંચાયતની ટિકિટ અપાવ્યા પછી, તેને બિનહરીફ ડેલિકેટ બનાવવામાં અને પ્રમુખ બનાવવામાં ખરીદ- વેચાણની રાજનીતિ ન કરી હોત, અને પૈસા ન ખર્ચા હોત તો' ના તો તેણી તાલુકા પંચાયતની સભ્ય તરીકે ચૂંટાઈ આવે તેમ હતી.કે ના તો તાલુકા પંચાયતની પ્રમુખ બની શકે તેમ હતી.
રાજકારમાં સફળ થવાનું જો કોઈ બીજું મહત્વનું પરિબ ળ હોય, તો તે છે 'ગોડફાધર' એવા 'ગોડફાધર' જે તમને આંગળી પકડીને ઉપર સુધી દોરી જાય. જે કાર્યકર્તા ને યોગ્ય ગોડફાધર નથી મળતા, તેવા કેટલાય કાર્યકર્તાઓ 'રાજકારણ'માં અંહીં -તંહી ફાંફાં મારતા ભટક્યા કરે છે. તેઓ આગળ નથી વધી શકતા. કલાવતી ના સદનશીબે બારોટ સાહેબ જેવા 'હોનહાર' ગોડફાધર તેને મળ્યા હતા જે પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી તેણીને દોરી શકે તેવી તેમનામાં ક્ષમતા હતી. રાજકારણમાં સફળ થવા માટેનું જો કોઈ ત્રીજું મહત્વનું પરિબળ હોય તો તે છે વ્યક્તિની 'પ્રતિભા' યા ને કી પર્સનાલિટી . તમારી પાસે પૈસા હોય, તમારી પાસે ગોડફાધર હોય, પરંતુ જો તમારામાં જ કંઈ ન હોય તો. તમે સફળ થઈ શકતા નથી .
પ્રતિભા ની કલાવતી માં કોઈ કમી ન હતી. સવા પાંચ ફૂટ ઊંચો સુડોળ શરીરવાળો તેનો તંદુરસ્ત શરીરનો બાંધો. ચામડીનો ગોરો - ગુલાબી વર્ણ , ગમે તે વસ્ત્રોમાં કે આભૂ ષણો માં દીપી ઉઠતો તેનો સહેજ લંબગોળ ચહેરો.કાળી ભમ્મર અણિયાળી તેની આંખો. તેની વાક્છટા , ચપળતા અને બુદ્ધિપ્રતિભા અદભુત હતાં .
તેમાં પણ 'કલાવતી' જ્યારે કોઈ જાહેર સભામાં, કે' મીટીંગ માં પ્રવચન કરવા ઊભી થાય. ત્યારે લોકો તેને સાંભળવા માટે પડાપડી કરતાં . રૂપાની ઘંટડી જેવા પોતાના મીઠા અવાજમાં તે પ્રવચન કરતી ત્યારે ઉદબોધનમાં, મંચ ઉપરના દરેક મહાનુભાવનું તેમના હોદ્દા નો ઉલ્લેખ કરીને નામ લેતી. એમાં કોઈ નામ લીધા વગર રહી તો નહીં જતું ને તે તેની નજર ફેરવી ખાતરી કરી લેતી. પ્રવચનની શરૂ આત, તેણી ધીમે- ધીમે કરતી. પરંતુ પ્રવચન જેમ આગળ વધે તેમ- તેમ વેગ આપતી. શબ્દો, શરીર, અને ચહેરાના હાવભાવ દ્વારા તે શ્રોતાઓને પ્રવચન માં પોતાની સાથે જોડી દેતી. વચ્ચે -વચ્ચે યોગ્ય લાગે ત્યાં ,તે અંગ્રેજી શબ્દ કે વાક્યનો પણ ઉપયોગ કરતી. ને તેનો ગુજરાતી 'અર્થ' પણ જણાવતી .અને આ બધી 'કલા'ને લીધે તેનું ભાષણ ઓર દીપી ઉઠતું .
ભલભલા રાજકારણીઓ ને, અને નેતાઓ ને પણ એ ખ્યાલ ન આવતો કે, તેણી એ ખરેખર કેટલો અભ્યાસ કરેલો છે. અને આ બધું જ્ઞાન તે ક્યાંથી શોધી લાવે છે. પોતાની પ્રવચન કરવાની સ્ટાઇલ, વાક્છટા અને હાવભાવ થી હજારો કાર્યકર્તાઓને તે મંત્રમુગ્ધ કરતી. અને લોકોને બરાબરના પોતાના પ્રવચનમાં 'રસ તરબોળ' કર્યા બાદ અચાનક તેમને વચ્ચે છોડી દેતી , ને તેણી પોતાનું પ્રવચન સમાપ્ત કરતી .
આ સમયે તેનું પ્રવચન સાંભળનાર શ્રોતાઓને એમ થતું કે, તેણી થોડું વધુ બોલી હોત તો સારું. અલબત્ત આ બધી 'કળા' હસ્તગત કરવા માટે તેણી એ ખૂબ જ મહેનત કરી હતી. ખૂબ જ મહાવરો કર્યો હતો. ત્યારે તે માંડ 'હસ્તગત' થઈ હતી. તેની આ પ્રતિભા ને લીધે તેણીની 'લોકપ્રિયતા' અને તેનું નામ 'બનાસકાંઠા' ની સરહદો પાર કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં હવે પહોંચી ગયું હતું .
અને રાજકારણમાં સફળ થવા માટેનું ચોથું અને સૌથી મહત્વનું પરિબળ હોય તો તે છે વ્યક્તિનો 'સમય' જેને લોકો 'નસીબ' કે 'લક' ના નામે પણ ઓળખે છે . ઉપર મુજબના ત્રણે પરિબળ તમારી પાસે હોય, પરંતુ જો ચોથું પરિબળ તમારી તરફેણમાં ન હોય, તો વ્યક્તિ સફળ થઈ શકતો નથી. 'સમય' જ મહાન છે. સમય જ બળવાન છે. વ્યક્તિ બળવાન નથી. તેની પ્રતીતિ સમયે ભલભલા રાજ નેતાઓ, અને મોટા -મોટા માણસોને કરાવી દીધી છે તમારો સમય જો સારો હોય, તો અવળા નાખેલા 'પાસા' પણ સવળા પડે છે અને તમારો સમય જો ખરાબ હોય તો, સારાં કરેલાં કામ પણ બધા અવળાં પડે છે.
સદનસીબે ઉપરનાં ત્રણે પરિબળ કલાવતી ની પાસે હતાં ને ચોથું પરિબળ એવા 'સમય' ની તે રાહ જોઈને બેઠી હતી. અને તે માટે 'મક્કમ' પગલે ચૂપકીદી થી તે આગળ વધી રહી હતી.
માઉન્ટ આબુ ઉપર 'નખી લેક' કિનારે આવેલા ભવ્ય કલા-પેલેસ ની ચોકીદારી અને સાર -સંભાળ એક વિશ્વાસુ ચોકીદાર અને એક રસોઈયો બંને સંભાળતા હતા . બંને રાજસ્થાનના વતની હતા. એક વિશનોઈ અને બીજો પુરોહિત હતો. બંને ખૂબ વફાદાર હતા. તેમને ગુજરાતમાં કોઈ સગુ- વ્હાલું ન હતું. કે ગુજરાતના કોઈ વ્યક્તિ સાથે તેમને ઓળખાણ કે પરિચય પણ ન હતો. બંને કલાવતી અને ડી.એસ.ની રીત- રશમ ના જાણકાર હતા. ' કલા- પેલેસ' મોટાભાગે આ બંનેના હવાલે જ રહેતો. બાકી ત્યાં કોઈ 'કાયમી' રહેતું નહીં . કલાવતી જ્યારે 15 દિવસે, કે મહિને' અહીં આરામ કરવા આવે ત્યારે, તે સમય પૂરતું જ બંને ને કામ રહેતું. બાકી તો બેઠાં -બેઠાં પણ તેમને સારો પગાર મળી રહેતો હતો.
ડી.એસ. નીચે તળેટીમાં આબુ રોડ ઉપર આવેલા ભવ્ય બંગલામાં રહેતો હતો. જે પણ તેમની માલિકીનો જ હતો. લાઈન ચાલુ હતી ,ને ડી.એસ.એનું હેન્ડલિંગ આ બંગલામાં રહીને જ કરતો હતો. કોઈ ને પણ કલ્પના ન આવે, કે કલા વતી ને હવે, આ 'ધંધા' સાથે સીધો સંબંધ હશે. પરંતુ હકીકત માં એ ધંધો ડી.એસ અને કલાવતી બંનેનો જ હતો એક દિવસ ડી.એસ.એ નફા- નુકસાનનું સરવૈયું કાઢ્યું. મહિને 50 લાખનો નફો વધતો હતો. તેમાંથી 25 લાખ રૂપિયા પોલીસ ખાતું ,અને અધિકારીઓના હપ્તામાં, અધિ કારીઓની સરભરામાં, અને અન્ય ખર્ચામાં નીકળી જતા હતા. છતાં મહિને 25 લાખ ચોખ્ખા બચતા હતા. આ આવક કાંઈ થોડી ન કહેવાય .ડી.એસ.અને કલાવતી ગમે એટલા વાપરે, કે ગમે તેવું હાઈ-ફાઈ જીવન જીવે,તો પણ તે ખૂટે તેમ ન હતા. પરંતુ કલાવતીનું કહેવું હતું કે તેમને 'લાખો' નહીં 'કરોડો' રૂપિયાની ભવિષ્ય માં જરૂર પડવાની છે .
કલાવતી હવે મોટાભાગ નો સમય પાલનપુર થી પાંચ કિલોમીટર દૂર આબુરોડ હાઇવે ઉપર આવેલા વિશાળ 'ફાર્મ હાઉસ'ના બંગલામાં રહેતી હતી. જે લોકોની અવર જવર અને ગતિવિધિઓ થી હંમેશા ધમધમતો રહેતો હતો અહીં ઘણા બધા માણસો રહેતા હતા. અને ઘણા બધા નોકરો પણ હતા. વોચમેન ઉપરાંત માળી અને બીજા પણ બે -ત્રણ નોકર હતા. જેમાં એક સ્ત્રી પણ હતી. આ ઉપરાંત રસોયો પણ કુટુંબ સાથે રહેતો હતો. તે ઉપરાંત ખેતી સંભાળનાર ભાગિયા નું કુટુંબ પણ અહીં છોડે દૂર રહેતું હતું.
કલાવતી એ હવે પોતાનું બધું જ ધ્યાન અને શક્તિ હવે રાજકારણ અને રાજકીય પ્રવૃતિઓમાં લગાવી દીધી હતી ને તે મોટાભાગની પ્રવૃત્તિઓ આ ફાર્મ હાઉસમાં રહીને જ કરતી હતી.ને ડીસા તાલુકા પંચાયત કચેરીએ પણ તે અહીં રહીને 'અપડાઉન' કરતી હતી . આ બધી સતત પ્રવ્રુત્તિઓ થી તે ક્યારેક કંટાળે, થાકે. ત્યારે થાક ઉતારવા ને ફ્રેશ થવા 15 દિવસ, કે મહિને ક્યારેક પોતાના માઉન્ટ આબુ ઉપર આવેલા 'કલા- પેલેસ'માં આવી જતી. જ્યાં એકાદ રાત રોકાઈ ને, ફ્રેશ થઈને પાછી તે પાલનપુર આવી જતી .
કણાવતી ની સાથે પડછાયાની જેમ સતત તેની સાથે તેનો એકમાત્ર ડ્રાઇવર અજીત રહેતો. જે કલાવતી નો અંગ રક્ષક ગણો, ડ્રાઇવર ગણો, કે અંગત પી.એ. ગણો. જે ગણો તે,એ બધું જ હતો. અને નામ પ્રમાણે તેનામાં ગુણ પણ હતા. 28 વર્ષની તેની ઉંમરમાં દુનિયાના ઘણા- બધા અનુભવ જાણે કે તે લઈ ચૂક્યો હતો. કોઈની ધાક ધમકી થી તે ડરે તેવો ન હતો. કે કોઈ લોભ- લાલચથી તે ખરીદી શકાય તેમ ન હતો. તે 24 એ કલાક કલાવતીની સાથે જ રહેતો હતો. છતાં તેના મોં માંથી કલાવતી વિશે એક શબ્દ પણ કઢાવી શકવાની કોઈની પણ તાકાત ન હતી .
આજે પુરા એક માસ પછી, કલાવતી હળવી થવા માટે રાત રોકાવા માટે માઉન્ટ આબુ ખાતેના 'કલા- પેલેસ'માં આવી હતી. ભોજન કરીને ડ્રાઇવર ચોકીદાર પાસેના રૂમના પોતાના અલગ રૂમમાં સુવા ચાલ્યો ગયો હતો.' જ્યારે 'કલાવતી' પોતાના ભવ્ય બેડરૂમમાં આરામ કરવા માટે ગઈ. મુલાયમ પથારીમાં પડતાંની સાથે જ તે હળવી ફૂલ થઈ ગઈ. અને તેની આંખો ઘેરાઈ ગઈ .
- નગારે દાંડી પિટાઈ. શરણાઈના સૂર લહેરાઈ ઊઠ્યા ને રાજ મહેલ ના વિશાળ સભાગૃહમાં આવીને છડીદારે છડી પોકારી ...!
' બા...અદબ ! હો...શિ...યા...ર...! સા...વ...ધાન ! અખંડ ભારતના સામ્રાજ્ઞી , સુશ્રી કુમારી કલાદેવી પધારી રહ્યાં છે...એ...!'
ફરીથી શરણાઈના સૂર લહેરાઈ ઊઠ્યા.ને તે સાથે જ સમ્રાજ્ઞી એ સભાગૃહમાં પ્રવેશ કર્યો. ને એ સાથે જ 100 ફૂટ પહોળા, અને 200 ફૂટ લાંબા એ વિશાળ સભાગૃહમાં પોતપોતાનાં આસનો ઉપર બેઠેલા, બધા જ રાજદ્વારીઓ, મહામંત્રી, મંત્રીઓ, પ્રધાનો, સેનાનાયકો, અને નાયકો ઉભા થઈ ગયા. સભાગૃહમાં શાંતિ પથરાઈ રહી. સભાગૃહમાં પ્રવેશ દ્વારેથી લઈને રાજ સિંહાસન સુધી વચ્ચેનો 200 ફૂટ લાંબા, અને 10 ફૂટ પહોળા માર્ગ ઉપર મખમલ ની 'લાલ જાજમ' બિછાવેલી હતી. તેના ઉપરથી પગ માં રત્નજડી 'મોજડી' સાથે સામ્રાજ્ઞી મુખ્ય પ્રવેશદારેથી પ્રવેશીને ધીમાં પરંતુ મક્કમ પગલે 'રાજ સિંહાસન' તરફ આગળ વધી રહી હતી .
સભાગૃહમાં જયધોષ ઊઠ્યો. ' સામ્રાજ્ઞી કલાદેવી નો જ..ય...!' તેના પ્રતિસાદ રૂપે સભાગૃહ એ જ જય ઘોષ થી ગાજી ઉઠ્યો. સામ્રાજ્ઞી ની છ-સાત ફૂટ આગળ, બંને બાજુ બે સ્ત્રી સૈનિકો હાથમાં ખુલ્લી તલવાર સાથે, સૈનિક વેશ માં સજ્જ થઈ, ટટ્ટાર ચાલે, કદમ થી કદમ મિલાવી ઝાઝમ ની બંને કિનારીએ આગળ વધી રહી હતી. સામ્રાજ્ઞી ની પાછળ બે પરિચારીકાઓ, રાણીએ પહેરેલું પારદર્શક અંગરખું પાછળ જમીન ઉપર ન ઘસડાય તે માટે વસ્ત્ર ને હાથમાં પકડીને તેની પાછળ- પાછળ ચાલી રહી હતી .
બસો ફૂટ લાંબા સભાગૃહમાં લાલ જાજમની બંને બાજુ ગોઠવેલાં આસનો ઉપરથી ઉભા થઈને રાજદ્વારીઓ સામ્રાજ્ઞી નું અભિવાદન કરી રહ્યા હતા . ને તે સૌનું અભિ વાદન ઝીલતી રાણી ધીમાં પણ મક્કમ પગલે આગળ વધી રહી હતી. સભાગ્રહના છેડે આવેલી પાંચ ફૂટ ઊંચી બેઠક પાસે પહોંચીને , પાંચ પગથિયાં ઊંપર ચડીને રાણી,' રાજ સિંહાસન' પાસે પહોંચી.પેલી શસ્ત્રધારી બંને સ્રી સૈનિકો સિંહાસન ની બંને બાજુ 10-10 ફૂટના અંતરે જઈને સ્થીર ટટ્ટાર ઊભી રહી. પાછળ અંદર અંગરખું સંભાળતી બંને પરિચારિકા પણ અંગરખું સિંહાસન ઉપર ગોઠવી, સિંહાસ ન થીં છ- સાત ફૂટ પાછળ જઈને ઉભી રહી.
સિંહાસન પાસે ઊભા રહીને રાણીએ સભાગૃહમાં નજર કરી. બધું જ સભાગૃહ ભરચક હતું.બધા જ રાજદ્વારીઓ અને મુખ્ય લોકો તેમનાં નિયત આસનો પાસે ઊભા હતા.
રાણી એ બંને હાથ ઉંચા કરીને કેટલોક સમય તે સૌનું અભિવાદન કર્યું. અને ત્યારબાદ બંને હાથ જોડીને તેમને 'પ્રણામ' કરીને બધાનું અભિવાદન ઝીલ્યું .
' સામ્રાજ્ઞી કલાદેવી નો જ...ય...!' ના જયઘોષ થી સભાગૃહ ફરી ગુંજી ઉઠ્યું. કલાદેવી એ હાથ ના ઈશારા થી સૌને પોત-પોતાનાં આસને બેસવા માટે ઈશારો કર્યો. ને પોતે પણ 'રાજ સિંહાસન' ઉપર આવીને બેઠી .
'કલા દેવી'ના 'રાજ સિંહાસને' બેઠા પછી જ , બધા પોત-પોતાના આસનો ઉપર બેઠા. સભાગૃહમાં શાંતિ પથ રાઈ રહી. સામ્રાજ્ઞી એ અત્યારે માથા ઉપર સોનાનો રત્ન જડિત મુગટ પહેર્યો હતો. તે મુગટની ટોચ ઉપર 'કોહીનુર' હીરો જડેલો હતો. નાક ઉપર જમણી બાજુ હીરાની નાની નથડી શોભતી હતી. કપાળમાં વિશાળ 'રાજતિલક' શોભ તું હતું.ખભા ની બંને બાજુ અને પીઠ પાછળ મુગટ માંથી નીકળતા માથાના કાળા ભમરવાળ લહેરાઈ રહ્યા હતા.
રાણી ની કાનની બૂટો માં રત્નજડિત સુવર્ણ નાં ઝુમ્મર શોભતાં હતાં. અને 'ડોક'માં 'નવ લખો' હાર પહેર્યો હતો. બાંહો માં બાજુ-બંધ બેરખા શોભતા હતા. અને પગમાં 'રત્નજડી' મોજડી પહેરી હતી. તેના ચહેરામાંથી અજબ પ્રકારનું _તેજ' પ્રગટતું હતું.
નીચે સિંહાસન ની જમણી બાજુ, પ્રથમ આસન ઉપર મહામંત્રી વી.કે. બારોટ બેઠા હતા. ત્યારબાદ ભૂમિદળ, વાયુદળ, અને નેવીદળ ના સેનાધ્યક્ષો બેઠા હતા . ડાબી બાજુની હરોળમાં મંત્રીઓ, પ્રધાનો અને સેના નાયકો બેઠા હતા. કલાદેવી એ એક ઉડતી નજર સમગ્ર સભાખંડ માં નાખી. રાજ્યસભા ગ્રહમાં બેસવાની પાત્રતા ધરાવતો દરેક વ્યક્તિ તેમાં હાજર હતો. સભાગૃહ પૂરું ભરાઈ ગયું હતું. એક પણ આસન ખાલી ન હતું .
કલાદેવી નો મીઠો અવાજ સભાગૃહમાં ગુંજી ઊઠ્યો. તે બોલી. ' મહામંત્રી શ્રી, પ્રધાન શ્રીઓ, સેનાધ્યક્ષ શ્રીઓ, સેનાપતિઓ, સેના નાયકો અને વરિષ્ઠ નગરજનો. આજ ની વિશેષ સભા એક ખાસ 'એજન્ડા' માટે બોલાવી છે. સભાગૃહમાં ટાંકણી પડે તોય સંભળાય તેવી શાંતિ પથરાઈ રહી.
કલાદેવી આગળ બોલી. આજથી ઘણા સમય પહેલાં અમારા મહામંત્રી, મંત્રીઓ, અને સલાહકારોએ અમને એ વાત જણાવી હતી કે' આપણે જે અત્યારે વર્તમાન ભારત ઉપર શાસન કરીએ છીએ તે, અખંડ હિન્દુસ્તાન નો માત્ર 30% જ ભૂ-ભાગ છે. બાકીનો 70% વિસ્તાર સમયાંતરે અખંડ ભારતમાંથી અલગ થઈ અલગ- અલગ દેશો નાં નામ ધારણ કરી ટુકડાઓમાં વહેંચાયેલો પડ્યો છે .
કલાદેવી પોતાની પ્રભાવશાળી વાણીમાં આગળ બોલી.
' વર્ષો પહેલાં આપણું અખંડ ભારત 'આર્યવત' ના નામે ઓળખાતું હતું .તેમાં હિંદુ શાહી રાજાઓનું શાસન હતું એમાં વસતા લોકોનો ધર્મ એક હતો ,સંસ્કૃતિ એક હતી. રહેણી- કહેણી અને રીત- રિવાજ પણ એક હતા. સૌ પ્રથમ આ દેશમાં આક્રમણખોરો તરીકે 'શક'આવ્યા. પછી 'હૂણો' આવ્યા. ત્યાર પછી 'મૂઘલો' આવ્યા . તે પછી 'ફિરંગીઓ' આવ્યા. અને છેલ્લે 'અંગ્રેજો' આવ્યા. તેમણે આ દેશને લૂટાય એટલો લૂંટ્યો. અને જે તે પ્રદેશને જીતીને તેમની રાજ્યવ્યવસ્થાની સરળતા માટે અલગ- અલગ ટૂકડા કરી, અલગ- અલગ દેશ નું નામ આપતા ગયા.
હું આપને જણાવું કે' ૧. અફઘાનિસ્તાન ૨.ઇરાન ૩. નેપાળ ૪.ભૂતાન ૫. તિબેટ ૬.કંબોડિયા ૭.ઇન્ડોનેશિયા ૮. મયાનમાર્ગ ૯.મલેશિયા ૧૦. થાઈલેન્ડ ૧૧. શ્રીલંકા ૧૨. ફિલીપીન્સ ૧૩. વિયેતનામ ૧૪. બાંગ્લાદેશ ૧૫.પાકિસ્તાન આ બધા જ દેશ અખંડ ભારતના જ ભાગ છે. જે સમય -અંતરે આપણાથી અલગ થયા છે. જે એક હકીકત છે.
ભારતને આપણે ફરીથી અખંડ ભારત અને દુનિયામાં નં. ૧ 'વિશ્વ મહાસત્તા' બનાવવાનું અભિયાન આપણે ઘણા સમય પહેલાંથી જ ચાલુ કરી દીધું હતું .અને યુધ્ધ નિષ્ણાતો, લશ્કરી અધિકારીઓ, વૈજ્ઞાનિકો, ડોક્ટરો, ઇજનેરો, બુદ્ધિજીવીઓ બધા જ લોકો એ સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરી, આપણાં વેદો ,પુરાણો, ઉપનિષદો અને ધર્મગ્રંથોનો વિજ્ઞાન સાથે સમન્વય કરી, બધી જ ટેકનોલોજી વિકસાવા આપણે તેમને કામે લગાડી દીધા હતા. ને મને કહેતો આનંદ થાય છે કે પાંચ વર્ષના ટૂંકા ગાળા માં જ આપણે બધી જ નવી ટેકનોલોજી વિકસાવી લીધી છે. અને બધી જ સિદ્ધિ હાંસલ કરી લીધી છે.
સામ્રાજ્ઞી જુસ્સાભેર આગળ બોલી . ' હવે આપણે 'મહાસતા' છીએ !અહીં બેઠાં -બેઠાં જ આપણે અમેરિકા રશિયા, ચીન, કે ફ્રાન્સ ઉપર હુમલો કરી શકીએ તેવાં આધુ નિક શસ્ત્રો આપણે વિકસાવી દીધાં છે તે ઉપરાંત દુનિયાનો કોઈ પણ દેશ ભારત ઉપર અણુ હુમલો કરે, કે કોઈ બીજા ઘાતક શસ્ત્રો થી પ્રહાર કરે, તો ભારતની સીમા થી 200 કિલોમીટર દૂર જ આપણે તે શસ્ત્રનો નાશ કરી નાખીએ તેવી આધુનિક ટેકનોલોજી અને શસ્ત્રો આપણે વિકસાવી લીધાં છે . ન કરે નારાયણ ને આખી દુનિયા સામે યુદ્ધ કરવાનું થાય તો પણ, ૨૦ વર્ષ સુધી કોઈ નાણાકીય કટોકટી ઉભી ન થાય, તેવી મજબૂત 'મુદ્રા સ્થિતિ આપણે પ્રાપ્ત કરી લીધી છે .
ભારતે મેળવેલ સિદ્ધિઓ અને સ્થિતિનો ચિતાર આપ્યા બાદ કલાદેવી આગળ બોલી . આજની સભામાં આપણે રાજકીય અને લશ્કરી વ્યુહરચના પ્રમાણે અખંડ ભારતના એ ખંડિત દેશો ઉપર હુમલો કરી, યુદ્ધ કરી જીતી લઈ, અખંડ ભારતમાં પાછા ભેળવી દેવા, ને પહેલાં આર્યાવર્ત માં હતું તેવું જ 'અખંડ ભારત'નું નિર્માણ કરવાનો ઠરાવ આપણે પસાર કરીએ છીએ.'
સભાગૃહમાં સૌ ઉપસ્થિત લોકોએ હર્ષોલ્લાસ અને તાળીઓના ગડગડાટ સાથે સર્વ સંમિતિથી એ ઠરાવને વધાવી લીધો.અને તેમાં જે કંઈ નિર્ણય કરવો પડે તે નિર્ણય લેવાની સંપૂર્ણ સતા 'જનપદ' સભાએ 'મહા રાણી' ને આપી. અને આજની સભા પૂરી જાહેર કરવામાં આવી. સૌ પ્રથમ 'કલાદેવી' જે ગૌરવ ભરી રીતે સભાગૃહમાં આવી હતી. તેવી જ ગૌરવ ભરી ઢબે રાજમહેલમાં જવા રવાના થઈ . ત્યારબાદ અન્ય લોકો વિખેરાયા.
પાકિસ્તાન ભલે વારંવાર ભારત સાથે યુદ્ધ છેડતું હોય, પરંતુ ભારતને ખબર છે કે તેનું ખરું દુશ્મન ચીન છે . અને તેનો ખરો મુકાબલો તેની સાથે જ છે .આથી ભારતે ચીન ને છંછેડવા માટે જ ભારતીય લશ્કરે સૌ પ્રથમ હુમલો'અક્ષય ચીન' ઉપર કરી દીધો. જે ભારતનો જ પહેલાં ભાગ હતું. પરંતુ 1962 માં ચીની હુમલો કરીને તે પ્રદેશ પોતાના કબ જામાં લઈ લીધો હતો. ભારતને પહેલેથી જ ખબર હતી કે ચીન આડોડાઈ કરશે જ, તેથી તેમણે પૂરી તૈયારી અને તાકાત સાથે હુમલો કર્યો હતો. પરંતુ ભારતની આ લશ્કરી તાકાત, તેની તૈયારી અને રૂપ જોઈને ચીને તેની સામે જોવા ની હિંમત ન કરી. તે જીતી લીધા પછી ભારતીય લશ્કરે ભૂતાન ઉપર હુમલો કર્યો. જે 1949 માં ભારતથી અલગ થયું હતું. ભારતીય લશ્કરની તાકાત સામે ભૂતાને થોડા સમયમાં જ શરણાગતિ સ્વીકારી લીધી. અને તેણે અખંડ ભારતમાં ભળવાની જાહેરાત કરી. સામાન્ય યુદ્ધ માં ભૂતા ન ઉપર વિજય મેળવી ભારતીય લશ્કરે 'નેપાળ' ઉપર હુમ લો કર્યો. સીતા માતાનું જન્મ સ્થળ એવું નેપાળ 1923 માં ભારતમાંથી વિભાજીત થયું હતું. સામાન્ય પ્રતિકાર બાદ ભારતની લશ્કરી તાકાત જોઈ નેપાળના લશ્કરે શરણાગતિ સ્વીકારી લીધી.
નેપાળ જીતી લીધા બાદ જેના ઉપર ચીનનો સતત ડોળો રહ્યો છે, તે'' તિબેટ' ઉપર ભારતના લશ્કરે હુમલો કર્યો. જે ૧૯૬૦ પહેલાં ભારતનો જ એક ભાગ હતું. ચીન ના કાયમી ચંચુપાત થી કંટાળેલા તિબેટ ના લશ્કરે પણ ભાર તીય સેના સામે શરણાગતિ સ્વીકારી લીધી. ને ભારત ની આ તૈયારી અને લશ્કરી તાકાત જોઈ 'ચીન' નેં પણ હવે ડર લાગ્યો કે, ક્યાંક ભારત પોતાના ઉપર જ હુમલો ન કરી બેસે તો સારું. ચીન સરહદના ચારે નાના દેશ જીતી ત્યાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી ભારતીય લશ્કરે બાંગ્લાદેશ તરફ નજર દોડાવી .
ભારતમાંથી 1947 માં ધર્મના નામે 'પૂર્વ પાકિસ્તાન'ના નામે અલગ થયેલ બાંગ્લાદેશ ત્રણેય બાજુથી આમ પણ ભારતથી ઘેરાયેલું જ હતું. ભારતીય લશ્કરે ત્રણેય બાજુ થી હૂમલો કરી તેને દસ દિવસમાં જીતી લીધું. ત્યારબાદ ભારતથી 36 કિલોમીટર દૂર દરિયામાં આવેલ શ્રીલંકા જે ભારતમાંથી 1948 માં અલગ થયું હતું. તેને નૌકાદળ અને વાયુદળ નો મોટો કાફલો મૂકીને ગણતરીન