"સિંગલ મધર"
( ભાગ -૯)
ઝંખના મેડમ પોતાની ભૂલ માટે કિરણની માફી માંગે છે.આચાર્યને ફરિયાદ ના કરો એવું કહે છે.
કિરણ..
સારું સારું..મેડમ..પણ કામમાં ધ્યાન રાખવું જોઈએ. સ્ટુડન્ટના ભવિષ્ય માટે પણ પૂરતું ધ્યાન જરૂરી છે. આજના બાળકોને આપના અભ્યાસના કારણે મોટી મોટી પોસ્ટ પર જવા માટે પ્રેરણા આપે છે.ને હા.. ઘરનું ટેન્શન ઘરમાં જ રાખવું જોઈએ. બંને ટેન્શન ભેગા થાય એટલે આવું થાય. મેં કાળજી લીધી અને તમારું ધ્યાન દોર્યું હતું.
ઝંખના મેડમ..
સોરી.. ફરીથી સોરી..હવેથી હું ધ્યાન રાખીશ. તમે મારી બેબીને જોઈ જ છે. એને સાચવવા માટે જ બધું ધ્યાન એના તરફ રહે છે.
કિરણ..
મને બધી ખબર પડી છે. તમારા પર દાઈ બહેનનો ફોન આવ્યો હતો?
ઝંખના મેડમ..
ના.. આજે નથી આવ્યો.
કિરણ..
તેઓ બેબીને બતાવવા માટે ડોક્ટર પાસે જતા હતા.અને મેં આજે ફરીથી જોયા હતા.
ઝંખના મેડમ..
હા.. મેં બહેનને કહ્યું હતું કે ડોક્ટર ને બતાવીને મને ફોન કરે.પણ કદાચ તેઓ ભૂલી ગયા હશે. અમારા આચાર્ય કડક છે.કાલે જ મને ફોન કરતા જોઈ હતી એટલે મને વઢ્યા હતા. એટલે આજે ફોન કરવાની હિંમત નહોતી થતી. ને કામ પણ ઘણું રહે છે.
કિરણ..
સમય કાઢીને પણ વાત કરી લેજો. તમારા મિસ્ટરનું નામ રાકેશ છે?
ઝંખના મેડમ..
મેં રાકેશ સાથે ડાયવોર્સ લીધા છે. અમારા બંનેનું સંતાન એટલે એકતા. પણ તમને એ ખબર કેવી રીતે પડી કે મારા એક્સ મિસ્ટરનું નામ રાકેશ છે? શું એ તમારા ફ્રેન્ડ છે કે પછી કોઈ એ કહ્યું હતું કે પછી દાઈ બહેને કહ્યું છે? એ બહેન બહુ બોલકા છે.એમને ઘણી વખત ના પાડી કે ઘરની વાતો બહાર ના કરવી.
એટલામાં રૂમમાં પ્યૂન દાખલ થયો.
બોલ્યો..
કોઈ પેરન્ટ્સ આવ્યા છે એવી આચાર્ય ને ખબર પડી ગઈ છે.બહુ વાર લાગી એટલે આચાર્યે એ પેરન્ટ્સને એમની કેબિનમાં બોલાવી રહ્યા છે.
આટલું બોલીને પ્યૂને કિરણ સામે જોયું.
કિરણ..
મારે આચાર્ય પાસે જવું જોઈએ. ઝંખના મેડમ ને સાંભળી લીધા પછી વિચાર નહોતો. પણ હવે બોલાવે છે તો જવું પડશે જ. ને હા.. ઝંખના મેડમ ઘરે ફોન કરી લેજો.તમારા એક્સ પતિદેવ રાકેશથી એકતાને સાચવવા જેવી છે. બધી વિગતે માહિતી ઘરે ગયા પછી પૂછી લેજો.
આટલું બોલીને કિરણ પ્યૂન સાથે આચાર્યની કેબિન તરફ જવા રવાના થયો.
યુવાન કિરણના ગયા પછી ઝંખના મેડમ ચિંતામાં પડી ગઈ.
આ યુવાન પ્રમાણિક છે ને ભલો છે પણ એ આચાર્યને ખોટી રીતે કહેશે તો મારા જોબ પર જોખમ આવશે.
છતાં પણ મને લાગે છે કે એ ભલો યુવાન ગેરમાર્ગે દોરશે નહીં.
એણે અજાણી એવી મારી દાઈ બહેન અને મારી એકતાને મદદ કરી હતી.
આજે એણે ફરીથી એમને રસ્તામાં જોયા હતા.એણે રાકેશનો ઉલ્લેખ કર્યો હતો એટલે ચોક્કસ ન બનવાનું બની ગયું હોવું જોઈએ. જે એ યુવાન જાણે છે પણ સમયના અભાવે
એ થોડું કહીને ગયો હતો.
મારે ઘરે ફોન કર્યો જોઈએ. ચોક્કસ રાકેશે બબાલ કરી હોવી જોઈએ.
મેઘના મેડમે ઝંખનાને ચિંતાતુર જોઈ.
એને પણ લાગ્યું કે કંઈક બની ગયું છે.
ઝંખના મેડમ દાઈ બહેનને ફોન કરવા જ જતાં હતાં એ વખતે સામેથી ફોન આવ્યો.
ઝંખનાએ કોલ ઉપાડ્યો..
બોલી.. હેલ્લો.. બહેન બેબીને દવાખાને બતાવવા ગઈ હતી? કાલથી હું જ એને બતાવવા લઈ જઈશ.
સામેથી દાઈ બહેન બોલ્યા..
બહેન, દવાખાને બતાવવા જતી હતી એ વખતે એક ગરબડ થઈ હતી. રસ્તામાં રાકેશ સાહેબ મળી ગયા હતા. કદાચ તેઓ મારો પીછો કરતા હોવા જોઈએ.
ઝંખના મેડમ..
પછી શું થયું? તેં બધાને ભેગા કરીને બૂમાબૂમ કરી નહીં?
દાઈ બહેન..
રાકેશ સાહેબે કહ્યું કે એકતા એમની છોકરી છે એટલે એને લેવા આવ્યો છું. એની મધર કાળજી રાખતી નથી. બાપડી બિમાર છે ને એ જોબ પર છે. બીજાના આશરે છોડી દીધી છે. લોકો ભેગા થયા હતા ને તમાસો જોવા ઉભા રહી ગયા. પણ મેં ના પાડી ને કહ્યું કે મેડમ કહેશે તો જ એ બેબીને આપશે પણ હું નહીં આપું. એટલે એમણે થોડી રકઝક કરવા લાગ્યા. અચાનક એમણે મારા હાથમાંથી એકતા બેબીને ખેંચવા માટે પ્રયત્ન કર્યો. મેં મદદ માટે બૂમ પાડી પણ લોકોને તમાસો જોવો હતો. કેટલાક વિડિયો ઉતારવા લાગ્યા. મેં બેબીને એમના હાથમાં જવા દીધી નથી. એમણે ઝૂંટી લેવા બહુ પ્રયત્ન કરતા હતા એ વખતે એક યુવાન આવ્યો. એ યુવાનની બાઈક સાથે કાલે હું અથડાઈ ગઈ હતી અને એ યુવાન મને દવાખાને લઈ ગયો હતો. બેબીની પણ ડોક્ટર ને બતાવી હતી. એ યુવાન બેબીને ઓળખી ગયો હતો. એણે રાકેશ સાહેબને પડકાર કર્યો. બેબીને છોડી દેવા માટે કહ્યુ. પણ રાકેશ સાહેબ ગમે તેમ બોલવા લાગ્યા. બેબીને ઝૂંટવી જ લીધી હોત જો એ યુવાન આવ્યો ના હોત તો. પછી એ યુવાને રાકેશ સાહેબના હાથમાંથી બેબીને છોડાવીને રાકેશ સાહેબને ધક્કો મારી દીધો હતો. લોકો પણ બૂમ પાડવા લાગ્યા. એટલે રાકેશ સાહેબ ડરી ગયા હતા. જતા જતા ધમકી આપતા ગયા કે તેઓ ભવિષ્યમાં જોઈ લેશે. દર વખતે બચાવવા કોઈ નહીં આવે. મેડમ હું ડરી ગઈ હતી. મેં એ યુવાનનો આભાર માન્યો હતો. બેબી તો એટલી ડરી હતી કે મને બીક છે કે બેબીના મનમાં ડર પેસી ગયો છે. હું બેબીને સંભાળી નહીં શકું. એ માણસ બેબીને છીનવી જશે તો તમે મને દોષિત માનવાના. એ એના ગુંડા માણસોને મોકલશે તો હું એમનો સામનો કરી શકવાની નથી. મેડમ કંઈક કરો. બેબીને હવે તમે જ સાચવો. એક બે દિવસમાં તમે કોઈ ફેંસલો નહીં લો તો હું આ નોકરી છોડી દેવાની છું. મારે પણ મારું કુટુંબ છે. હું પોલીસના લફરામાં પડવા નથી માંગતી.
( ઝંખના શું નિર્ણય લેશે? એકતાની સેફ્ટી માટે શું કરશે? એક સિંગલ મધર માટે સામાજિક જવાબદારી કેવી રીતે ઉપાડી શકશે?)
- કૌશિક દવે