"સિંગલ મધર"
( ભાગ -૬)
મેઘના મેડમ અને ઝંખના વાતો કરતા હતા એ વખતે પ્યુન આવ્યો.
બોલ્યો.. ઝંખના મેડમ તમને મળવા માટે કોઈ વાલી આવ્યા છે.એ કહે છે કે એમને ઝંખના મેડમને મળવું છે.
ઝંખના બોલી..આવવા દો..
ઝંખનાએ મેઘના મેડમ સામે જોયું.
બોલી.. હવે પેરન્ટ્સના બહાના જોજો. પોતાના સંતાનના અભ્યાસમાં કેર રાખતા નથી.
મેઘના મેડમે ઈશારાથી ચૂપ રહેવા જણાવ્યું.
એક દેખાવડો યુવાન દાખલ થયો.
એ યુવાન બોલ્યો .. હું રોહનના ફાધર રાહુલ છું. આપનો ઈમેલ મળ્યો એટલે મળવા માટે આવ્યો. આવતીકાલે પેરન્ટ્સ મીટીંગ છે એ ખબર છે છતાં પણ આપને મળવા આવ્યો છું.આવતીકાલે હું આઉટ ઓફ સ્ટેશન છું. મારા વાઈફ આવશે.
ઝંખના... ઓકે.. તમે રોહન નો રિપોર્ટ જોયો હશે. એનું હમણાંથી અભ્યાસમાં ધ્યાન લાગતું નથી. એણે મહેનત કરવી પડશે. તમારે એના અભ્યાસમાં ધ્યાન આપવાની જરૂર છે.
રાહુલ બોલ્યો.. હા..મેડમ..રોહનનો રિપોર્ટ વાંચ્યો હતો. મને પણ એના અભ્યાસની ચિંતા છે. એની તબિયત સારી નહોતી એટલે એ સારો દેખાવ કરી શક્યો નહીં. હવે એ એના અભ્યાસમાં ધ્યાન આપી રહ્યો છે. મારા વાઈફ એના પર ધ્યાન વધુ આપે છે.
ઝંખના મેડમ... ઓકે.. કદાચ એની તબિયત સારી નહીં હોય..પણ એના અભ્યાસમાં ધ્યાન રાખજો. એ હોંશિયાર સ્ટુડન્ટ છે એ મને ખબર છે. એનો રિપોર્ટ તૈયાર કરતી વખતે મને નવાઈ લાગી હતી. તમે આવ્યા એ સારું થયું. એની કેર રાખવાની જરૂર છે. એની તબિયતનું ધ્યાન રાખવું.
રાહુલ... ઓકે મેડમ..એની દવા ચાલુ છે. હવે કોર્સ પૂરો થવા આવ્યો છે. બે દિવસ પછી ડોક્ટરને બતાવવા જવાનું છે. મારે આ વાત તમને કહેવી ના જોઈએ. છતાં એના પુઅર અભ્યાસના કારણે કહી રહ્યો છું. તમને શિકાયતનો મોકો નહીં મળે.
ઝંખના મેડમ.. સારું.. પણ ધ્યાન રાખજો.
રાહુલે રૂમમાંથી વિદાય થયો.
રોહનના વાલીના ગયા પછી મેઘના મેડમ બોલ્યા.. શું લાગે છે મેડમ.. રોહનના ફાધર સાચું બોલે છે? મને તો સાચું લાગે છે. રોહન હોશિયાર છે..પણ એનો રિપોર્ટ બગડવાનું કારણ સાચું લાગે છે..
ઝંખના મેડમ..હા..મેડમ... મને પણ રોહનના ફાધર સાચું કહે છે એવું લાગે છે. થોડા વખતથી રોહન કમજોર દેખાતો હતો.કદાચ નબળી તબિયતના કારણે બની શકે છે. મને લાગે છે કે હવે રોહન મહેનત કરીને પોતે સારો દેખાવ કરી શકશે.
એટલામાં પ્યુન આવ્યો..
બોલ્યો.. ઝંખના મેડમ.. આપને મળવા માટે એક પેરન્ટ્સ આવ્યા છે. તેઓ ઉતાવળમાં હોય એવું લાગે છે અને ટેન્શન હોય એવું લાગે છે..
ઝંખના મેડમ.. બસ એમને મોકલ.
મેઘના મેડમ..
હવે જોઈએ કોના પેરન્ટ્સ આવ્યા છે? શું જવાબ આપે છે?
ઝંખના મેડમે સ્મિત કર્યું.
બોલ્યા.. એટલું સારું છે કે પેરન્ટ્સ જાગૃત છે એટલે મળવા આવે છે. જોઈએ કોણ છે?
થોડીવારમાં કિરણ રૂમમાં દાખલ થયો.
ઝંખના મેડમ સામે જોઈને નમસ્તે બોલ્યો.
પછી મેઘના મેડમ સામે જોઈને નમસ્તે બોલ્યો.
પછી બોલ્યો... હું ઝંખના મેડમને મળવા માંગુ છું.
ઝંખના મેડમ:-' બોલો.. શું કામ છે? આપનું નામ અને આપના સંતાનનું નામ શું છે?'
કિરણ:-' જુઓ મારું નામ કિરણ છે. હું આપની હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી રૂહી બાબતે મળવા આવ્યો છું.'
ઝંખના:-' ઓહ.. એટલે આપ રૂહીના ફાધર છો? એની મમ્મી કાયમ આવે છે.'
કિરણ:-' જુઓ મેડમ તમારી ગેરસમજ થઈ છે.એ બાબતે મેં ફોન પણ કર્યો હતો.'
ઝંખના:-' ઓહ.. તમે ફોન કર્યો હતો? આચાર્ય સાથે વાતચીત કરી હતી. હવે કહો તમે શું કહેવા માંગો છો?'
કિરણ:-' મેડમ.. આપના તરફથી ભૂલ થઈ છે. હું રૂહીનો ફાધર નથી.'
ઝંખના:-' ઓહ..તો પછી તમે કેમ આવ્યા? રૂહીના અંકલ છો કે મામા છો?'
કિરણ:-' મેડમ મેં તમને કહ્યું કે તમારી ગેરસમજ થઈ છે. આ બાબતે આપના આચાર્ય સાથે વાતચીત કરી હતી. એમણે કહ્યું હતું કે આપ ઝંખના મેડમ ને મળો.એટલે આપને મળવા માટે આવ્યો છું.'
ઝંખના મેડમ:-' જુઓ મિસ્ટર.. શું નામ આપનું?'
કિરણ:-' લો એટલી વારમાં નામ ભૂલી જાવ છો.એટલે જ તમે ભૂલ કરી લાગે છે. મને લાગે છે કે તમે ટેન્શન માં હોવાં જોઈએ. નહિંતર આપના લિસ્ટમાં રૂહીના ફાધર અને મધર કોણ છે એ ખબર પડતી.'
ઝંખના મેડમ:-' જુઓ મિસ્ટર કિરણ.. આપ જે કામ માટે આવ્યા હોય એ બોલો. મારો પિરિયડ શરૂ થવાની તૈયારી છે. તમે રૂહીના ફાધર નથી તો એમને મોકલવા હતા. એમના ફ્રેન્ડ છો? રૂહીના ફાધર કેમ ના આવ્યા? તમને કેમ મોકલ્યા?'
કિરણ નું મગજ ગરમ થતું હતું. છતાં શાંત રાખ્યું.
બોલ્યો:-' હું બે કામ માટે આવ્યો છું. એક રૂહી બાબતે અને બીજું તમારી ડોટર માટે. તમારી ડોટરનું નામ એકતા છે?'
આ સાંભળીને ઝંખના અને મેઘના મેડમને નવાઈ લાગી.
ઝંખના મેડમ વિચારમાં પડી ગયા.
આ પેરન્ટ્સને મારી ડોટર વિશે શું ખબર હશે? રાકેશ નો ફ્રેન્ડ હશે? હાઈસ્કૂલમાં છું એટલે પહેલા રૂહી બાબતે પુંછું
ઝંખના મેડમ:-' બોલો તમે. રૂહી બાબતે શું કહેવા માંગો છો? રૂહીના રિલેટીવ છો? રૂહીનો રિપોર્ટ સારો નથી. એ મહેનત કરતી નથી. રૂહીના મધર કે ફાધરે એનો રિપોર્ટ બતાવ્યો જ હશે પછી જ તમને મોકલ્યા હશે. મારી ડોટર વિશે પછી પૂછીશ.'
કિરણના મુખ પર સ્મિત આવી ગયું.
મનમાં વિચારવા લાગ્યો કે આ ઝંખના મેડમ સિંગલ મધર છે. એમને એમની ડોટર વિશે ચિંતા ઓછી છે અને હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી રૂહીની ચિંતા છે. ફરજ એટલે ફરજ..ફરજ પહેલી એવું માનતા લાગે છે. બીજું કોઈ હોય તો પોતાની ડોટરની ચિંતા વધુ હોય. ઝંખના મેડમને ખબર છે કે એમના એક્સ હસબન્ડ ડોટરને લઈ જવા માંગે છે. દાઈ બહેને ફોન કરીને બતાવ્યું જ હશે. ખોટો ઈમેલ કર્યો છે એ કહેવું જ પડશે. ઝંખના મેડમને મળ્યા પછી આચાર્યને પણ મળવું પડશે.
ઝંખના મેડમ કિરણ સામે જોઈ રહ્યા.
આ માણસ જલ્દી બોલતો કેમ નથી?
એ વખતે મેઘના મેડમ પણ કિરણને જોઈ રહ્યા હતા.
મેઘના મેડમ ને લાગ્યું કે આ યુવાનને ક્યાંક જોયો છે. યાદ નથી આવતું.
( કિરણની રજુઆત પછી ઝંખના મેડમ શું કહેશે? મેઘના મેડમ કિરણને ઓળખી લેશે?)
- કૌશિક દવે