Single Mother - 4 in Gujarati Moral Stories by Kaushik Dave books and stories PDF | સિંગલ મધર - ભાગ 4

Featured Books
Categories
Share

સિંગલ મધર - ભાગ 4

"સિંગલ મધર"
( ભાગ -૪)

હાઈસ્કૂલમાંથી ભૂલથી ઈમેલ કિરણ નામના યુવાન પર આવે છે,જે અપરણિત હોય છે.
એટલે એ હાઈસ્કૂલમાં ફોન કરે છે. જે આચાર્ય ઉપાડે છે.

હવે આગળ...


આચાર્ય..
જુઓ જે પેરન્ટસના સંતાનો અભ્યાસમાં નબળા હોય છે એ બધાને જાણ કરતો ઈમેલ કર્યો છે. ને બીજો ઈમેલ રિમાઇન્ડર છે.ને આવતી કાલે તમારે હાઈસ્કૂલમાં આવવાનું છે.

કિરણ...

જુઓ સર, ભૂલ આપના તરફથી થઈ છે. મને ખોટો ઈમેલ કર્યો છે. હજુ હું અનમેરિડ છું.એટલે મારે રૂહી નામની કોઈ બેબી નથી. રૂહીના માબાપ પર ઈમેલ મોકલવાના બદલે મને મોકલ્યો છે. આપ આપના મોકલાવેલો ઈમેલ ચેક કરો અને રૂહીના પેરન્ટ્સનો ઈમેલ ચેક કરો. મને માનસિક ટેન્શન થાય છે.

આચાર્ય...
જુઓ.. તમે તમારી જવાબદારીમાંથી છટકી ના શકો. રૂહીના પિતા તરીકે તમારે જવાબદારી લેવી પડે. કદાચ તમે રૂહીની મમ્મી થી અલગ રહેતા હશો કે ડાયવોર્સ લીધા હશે એટલે તમે અનમેરિડ બતાવી રહ્યા છો. જો તમને એવું લાગ્યું હોય કે ખોટો ઈમેલ મોકલ્યો છે તો તમે અત્યારે હાઈસ્કૂલમાં આવી શકો છો. જે ટીચરે ઈમેલ મોકલ્યો છે એ ઓફિસમાં જ છે.

કિરણ..
સારું..પણ આ આપના તરફથી ભૂલ છે. હેરાનગતિ મને થાય છે ‌ તમારા સ્ટુડન્ટ ના સારા માટે હું હાઈસ્કૂલમાં આવી રહ્યો છું. જેથી રૂહીના માબાપને સાચો ઈમેલ કરીને જાણ કરી શકો છો. ને હું રૂહીનો પિતા નથી એ સાબિત કરી બતાવીશ. પણ મારે કયા ટીચરને મળવાનું છે? એનું નામ કહો તો સારું. આપે મને સાંભળ્યા એ બદલ આભાર.

આચાર્ય... મનમાં.. હવે લાઈનમાં આવી ગયા..
બોલ્યા.. તમારે ઝંખના મેડમને મળવાનું રહેશે.

કિરણ...
સારું સર..
આટલું બોલીને કોલ કટ કર્યો...

કિરણ બબડ્યો...
ટીચર તો ટીચર..આ આચાર્ય પણ નંગ લાગે છે. આ હાઈસ્કૂલમાં શું ભણાવતા હશે? પછી સ્ટુડન્ટ્સ ફેઈલ જ થાય ને? રૂહી.. નામ કેટલું સરસ છે.. નાની ઉંમરે ભણતરનો ભાર ઉઠાવવાનો હોય એટલે શું કરે? ભણતર હળવું કરવું જોઈએ. છોઑરાઓના દફતર એટલા બધા વજનદાર હોય છે કે પાંચ દસ વર્ષમાં છોકરાઓને કમરના દુખાવા થઈ જાય.

હવે મારે સીધા હાઈસ્કૂલ જ જવું જોઈએ..
 સાહેબ ગાંધીનગર જવાના છે.. એટલે ઓફિસ જતા મોડું થઈ જાય તો પણ વાંધો નથી. પણ હાઈસ્કૂલ જવું જોઈએ જેથી રૂહીના પપ્પાને ઈમેલ કરી શકે અને જાણ થાય. રૂહીના માબાપને પોતાના સંતાનની પડી નહીં હોય? આટલી મોંઘી ફી ભરતા હોય તો સંતાનનો રિપોર્ટ માંગીને જોઈ લેવો જોઈએ.

થોડીવારમાં કિરણ હાઈસ્કૂલ જવા નીકળી ગયો.

---------
પેરન્ટ્સનો કોલ કટ થતાં જ આચાર્યને ગુસ્સો આવ્યો.
પણ ગુસ્સો કંટ્રોલ કરતા બબડ્યા.. આજકાલ પેરન્ટ્સને બહાના બતાવવા છે. ને બીજા કોઈને ફોન કરવા આપીને કહે કે ખોટા મેસેજ મોકલો છો. સ્ટુડન્ટને શિક્ષણ આપવાની જવાબદારી ફક્ત ટીચર્સની જ છે? આ દસ વર્ષથી આચાર્ય છું. હમણાં કોરોના પછી તો સ્ટુડન્ટ બેદરકાર અને એના વાલીઓ પણ. શું જમાનો આવ્યો છે. હવે એ રૂહીના પપ્પાને આવવા દો એટલે ખબર લઇ લઉં. ને પેરન્ટ્સ મીટીંગ માં પણ કડક શબ્દોમાં સૂચનાઓ આપવી પડશે. ને ટીચર્સ પણ બેદરકાર થતાં જાય છે. પોતાના ટ્યુશન પર ધ્યાન આપે છે પણ ક્લાસના વિધ્યાર્થીઓ પર ધ્યાન ઓછું આપે છે. એના કારણે હાઈસ્કૂલ નું રિઝલ્ટ સામાન્ય થતું જાય છે. પાયામાં જ બેદરકારી દાખવે પછી SSC વખતે શું કરશે? મારે ઝંખના મેડમને પણ ખખડાવવા પડશે. હમણાં હમણાં એમનું ધ્યાન ઓછું રહે છે. એમની બેબીની તબિયત સારી ના હોય તો રજા લે. એવું કહ્યું તો પણ આજે આવી ગયા ્ હમણાં કહેશે કે અડધી રજા લેવી છે ‌ ક્યાંક એણે જ ઈમેલ માં લોચો માર્યો હશે તો! ગઈકાલે ઝંખના મેડમના ગયા પછી એમના મોકલેલા બધા ઈમેલ ફરીથી મોકલી દીધા હતા. મને એમ કે બીજા દિવસે એ નહીં આવે. હવે હાઈસ્કૂલમાં ઈન્સ્પેક્શન પણ આવશે. મારે ટીચર્સ મીટીંગ કરવી જ પડશે. એમના બરાબરના ક્લાસ લેવા પડશે.

આચાર્ય ઝંખના મેડમ પાસે આવ્યા.
બોલ્યા.. હવે પેરન્ટ્સને ફરીથી ઈમેલ કરતા નહીં. કાલે મોડા ફરીથી ઈમેલ કરી દીધા હતા.

ઝંખના:-' સર,તમારે મને પહેલા કહી દેવું જોઈએ. મેં ફરીથી બધાને ઈમેલ કરી દીધા છે. હવે મારો ક્લાસ શરૂ થશે,એના માટે તૈયારી કરવી છે.'

આચાર્ય:-' સોરી..મારે કહેવાનું રહી ગયું હતું. સવારથી કામકાજ વધુ હતું.અને જે ઈમેલ મોકલ્યા હતા એમાના વાલીઓનો ફોન હતા. એક ફોન વિચિત્ર આવ્યો હતો. એ રૂહીના પિતાનો હતો. એમનું કહેવું હતું કે એ રૂહીના પિતા નથી પણ હાઈસ્કૂલ તરફથી ખોટો ઈમેલ એમના પર આવ્યો હતો. એ બહુ ગુસ્સામાં હતા. એમનું કહેવું એ હતું કે એમના મેરેજ થયાં નથી. એટલે મેં કહ્યું કે હાઈસ્કૂલમાં આવીને ઝંખના મેડમ પાસે ખુલાસો કરી લેજો. ને મેડમ તમારી બેબીની તબિયત કેવી છે? તમે આજે આવવાના નહોતા ને!'

ઝંખના:-' બેબીની તબિયત સારી છે. દાઈ બહેન સાંજે ડોક્ટર ને બતાવી આવી હતી. તબિયત સારી છે એટલે આજે આવી છું.'

આચાર્ય:-' સારું સારું..પણ કોઈ વાલી આવે તો એની સાથે વ્યવસ્થિત રીતે વાત કરજો. મોબાઈલ વાઈબ્રેશન પર રાખવા. ભણાવવામાં ધ્યાન આપવું. હમણાંથી રિઝલ્ટ બગડતું જાય છે. એક મહિના પછી સ્કૂલમાં ઈન્સ્પેક્શન આવવાનું છે.અને આવતી કાલે પેરન્ટ્સ મીટીંગ વખતે હાજર રહેવાનું છે. પેરન્ટ્સને વ્યવસ્થિત સલાહ આપવી તેમજ જવાબ આપવા. જો કોઈ વાલીને એટેન્ડ ના કરી શકો તો મારી પાસે લેતા આવજો.ને આજે વહેલા જવા માટે રજા મળશે નહીં. એ વાત ધ્યાનમાં રાખવી. સાંજે બધા ટીચર્સ સાથે અડધો કલાક ચર્ચા કરવી છે.'

આટલું બોલીને આચાર્ય પોતાની કેબિનમાં ગયા.

આચાર્યના જતા જ ઝંખના બબડી..
આટલું બધું કામ હોય કંઈ? બધું અમારે જ કરવાનું? ઈલેકશન આવે ત્યારે પણ જવાનું. રીસેસમાં ઘરે ફોન કરીને બેબીની તબિયત વિશે પૂછવું પડશે. દાઈ બહેન ડોક્ટરને બતાવીને આવે તો સારું. નહિંતર સાંજે ઘરે ગયા પછી બતાવવા જવું પડશે. સિંગલ મધર બનવું આકરું છે. પુરુષોના સ્વભાવ બદલાતા જાય છે ને પતંગિયા જેવા હોય છે. એમને તો કોઈ સુંદર દેખાય એટલે ઘરની પત્નીને દગો કરતા અચકાતા નથી. જવાબદારી તો સ્વીકારવી જ નથી. બસ લોકોને છોકરા જ જોઈએ છે. બેબી આવે એટલે ઓરમાયું વર્તન કરે છે. હમણાં જ ન્યૂઝ પેપરમાં વાંચ્યું હતું કે વીસ વર્ષ પછી પુરુષોની સંખ્યા ઘણી ઘટી જશે. અરે માણસો જ ઘટવા માંડશે. ટેન્શન ટેન્શન અને ટેન્શન.

એટલામાં એક બીજા ટીચર રૂમમાં દાખલ થયા.
બોલ્યા... ઝંખના મેડમ શું વિચારો છો? તમારી બેબીની તબિયત કેવી છે? હવે ફરીથી મેરેજ કરવાનો વિચાર કરવા માંડો. તમને યોગ્ય પુરુષ મળી જશે. હજુ બેબી બહુ નાની છે એટલે તમને વાંધો નહીં આવે.

ઝંખનાએ ઉત્તર આપ્યો નહીં.અને વાંચવામાં પરોવાઈ ગઈ.
( કિરણ હાઈસ્કૂલમાં આવીને શું કરશે? હાઈસ્કૂલ આવતા પહેલા કિરણને રસ્તામાં કોણ મળશે? વધુ આવતી કાલે)
- કૌશિક દવે