ભાઈ હવે તમે મંત્રી બની જાવ એટલે મજા આવી જાય
હમમ મજા આવી જાય અને પાર્ટી મા આપણી શાખ વધી જાય છે બિલાડ બિલ્લો બિલાવર સિંહ ને પાર્ટી માથી લાત મારીને કાઢી મુકું સાલો રાજનીતિ ની આડમાં પોતાના કાળા કામો ને અંજામ આપે છે ના જાણે કેટલાય લોકો ની જમીન હડપી ચૂકયો છે, કેટલાઈની બહેનો દિકરીઓ ની ઈજ્જત સાથે રમી ચૂક્યો છે હું કર્મો નો હિસાબ બરાબર કરીશ કયાં નો રહેવા દઉ અવતાર ના ચહેરા પર ગુસ્સો તરવરી ઉઠે છે
ભાઈ તમે શાંત થઈ જાઉ એ બિલાવર સિંહ તો સમય આવતા જોઈ લેશું અત્યારે કયાં જઉ છે એ.. બોલો.
ઘેર લઈ લ્યે, મમ્મી વાટ જોતાં હશે.
હા... મોટા મમ્મી ને તમારા થી બે જ શિકાયત છે એક તમે ટાઈમસર કયારેય ઘરે નથી આવતા અને બીજું તમે લગ્ન માટે હા નથી પાડતા
અવતાર હસવા લાગે છે.....
ભાઈ તમારે હવે લગ્ન કરી લેવા જોઈએ.. તમને પણ એક સાથીદાર ની જરૂર છે કાઈ સુધી આમ એકલા રહેશો
હું કયાં એકલો છું મમ્મી છે તું છે પાર્ટી ના બધા સભ્યો છે આખું સુર્યપુર છે
નઈ ભાઈ જે તમારો સાથ આપે તમારી એકલતા દૂર કરે
મારી સાથે તમે બધા છો મને જરાપણ એકલું નથી લાગતું
હું આખો દિવસ ઘરની બહાર રહું કયારેક કયારેક તો રાત્રે પણ ઘરે પાછો ના આવું કોઈ ની દિકરી ને વાટ જોવડાવીને દુખી કરની શો ફાયદો
હું ખુલ્લા સાંઢ જોવો આપણને ગળા મા ગાળિયો ના પોષાય હવે તુ ચૂપચાપ ગાડી ચલાવવામાં ધ્યાન આપ અવતાર સીટ મા પાછળ ટેકો દઈને આંખો બંધ કરીને બેસી જાય છે
હું જાણું છું કે તમે અંદર થી સાવ એકલા થઈ ગયા છો તમને તમારો સાથીદાર જલ્દી મળી જશે એવું મારું દિલ કહે છે
અને મારું દિલ તને અત્યારે બે ઘુસા મારવાનું કહે છે ચૂપથા નહિતર પડી જશે મોઢામાં
અવતાર પાર્ટી ની મિંટિગ પતાવી અને વસંત સાથે મગજમારી કરીને તેનાં ઘર પહોચે છે " રાણા હવેલી"
સુંદર રજવાડી ઠાઠ બાઠ વાળી આલિસાન હવેલી, આધુનિક દરેક સુવિધા ધરાવતા ઘર માં એક અવતાર અને તેની માઁ કાવેરી રાણા રહેતા હતા
મમતા અને વાત્સલ્ય ની મૂરત એટલે કાવેરી જી અવતાર ને જન્મ આપતાની સાથે એની સગી મા નું અવસાન થઈ જાય છે અવતાર ચાર વર્ષ નો થયો ત્યારે કાવેરી જી અવતાર ના પિતા અધિકાર રાણા સાથે લગ્ન કરીને અવતાર ની મા બની જાય છે કાવેરી જી એ કયારેય અવતાર ને મા ની કમી મહેસૂસ થવા નથી દીધી સગી મા કરતાં પણ વધુ ધ્યાન રાખ્યું હતું
મમ્મી જમવાનું થઈ ગયું. હું આવી ગયો.
હાં હાથ- મોઢું ધોઈ લે; જમવાનું પીરસું છું
હમ્મ ....મમ્મી
કાવેરી જમવા પીરસી રાખેં ત્યાં સુધી માં અવતાર હાથ- પગ ધોઈ ફ્રેશ થઈ આવી જાય છે
અવતાર, મારે એક વાત કરવી છે
બોલો મમ્મી તમારે થોડું કાઈ પુછવાનું હોય
બેટાં આજે પુરોહિત જી પાસે ના ગામ માંથી તારી માટે સગપણ ની વાત લઈને આવ્યા છે છોકરી સારી છે ભણેલ ગણેલ છે.સંસ્કારી છે, સારાં ખાનદાની પરિવાર થી તાલ્લૂક રાખે છે, તો આપણે એકવાર ખાલી જોઈ આવીયે,
બસ મમ્મી મેં તમને કેટલી વાર ના પાડી મારે લગ્ન નથી કરવાં તો પણ તમે સમજતાં કેમ નથી.
શું...સમજૂ હું બેટાં મને તારી ચિંતા થાય છે કયાં સુધી તૂં આમ એકલો રહીશ ,કયાં સુધી તૂં તારી જાત ને સજા આપીશ,મને તારી એકલતા કોરી ખાઈ છે.તૂં મારી વાત એટલે નથી માનતો ને' હું તારી સગી માઁ નથી સૌતેલી છું એટલે...
બસ મમ્મી..
તમે જ મારી માઁ છો તમે મારું પાલન પોષણ કર્યુ, તમે મારી માટે મારી જન્મ દેવા વાળી માઁ કરતા પણ વિશેષ છો.તમે મારી માટે તમારાં માઁ બાપ, તમારા પરિવાર ખિલાફ જઈ મારાં માટે પાપા સાથે લગ્ન કર્યા, શું હું નથી જાણતો મારાં પ઼ેમ માં કોઈ ભાગ ના પડાવે એ માટે તમે ક્યારેય પોતાના સંતાન નથી થવા દીધા,તમે જ મારાં ભગવાન છો,ભગવાન દરેક જન્મ માં તમને મારી માઁ બનાવે, અને આજ પછી ક્યારેય એમ કીધું છે કે હું તારી માઁ નથી તો તમે મારુ મરતુ મોઢું જોશો.
નઈ કહું ક્યારેય નઈ કહું તારે પણ મારી વાત માનવી પડશે,તારે લગ્ન કરીને જીવન માં આગળ વધવું પડશે.કાવેરી જી અવતાર ને પોતાની વાતમાં બાંધવાની કોશિશ કરે છે
માઁ તમે ખોટી જીદ્દ કરો છો. અવતાર અકળાઈ જાય છે
જીદ્દ તો જીદ્દ સહી ,સવાલ તારાં એકલાં નો નથી હોત તો હજી હું જતું કરે પણ સવાલ આપણા ખાનદાન નાં વંશ નો પણ છે.હું નથી ઇચ્છતી કે તારાં પર રાણા ખાનદાન ખતમ થઈ જાય
અત્યારે તો હું કાઈ નથી કહેતો પણ હું આ બાબત પર જરૂર વિચારીશ. અવતાર બહાર જવા માટે નીકળે છે,અવતાર કાવેરી જી ની વાત માથી છટકવા માટે કહે છે
કયાં જાય છે ! મારી વાત માથી છટકવા ની કોશિશ કરે છે કાવેરી જી પણ કહી દઈ છે
નઈ મમ્મી ખેતર માં કામ છે,ત્યાં જ જાવ છું
હે...માતાજી મારાં અવતાર ની જિંદગી માં કોઈ એવી વ્યકિત લઈ આવો જે તેને સંભાળી લઈ, એને એનાં દુઃખ માંથી બહાર લાવી શકે. એને પણ એના સાથીદાર ની જરૂર છે સાવ એકલો થઈ ગયો છે મારો અવતાર...
લલિત કલા કેન્દ્ર
સફેદ અનારકલી ડ્રેસ સાથે ગુલાબી રંગ નો લહેરયા વાળો દુપટ્ટો કાન માં મોટા મોટા ઝુમખા માથાં પર બિંદી આંખો માં કાજળ અને એકદમ દૂધ જેવો ગોરો વાન લલિત કલા કેન્દ્ર ની સીડીઓ પર દોડી ને ચડી ને ભવ્યા આવી રહી છે

"ઓ માય માતાજી" આજે તો ખરેખર નું મોડું થઈ ગયું છે ગુરુ માઁ ખીજાઈ જશે
ભવ્યા સમયસર પોહચી જાય છે
નટરાજ દેવ નો આશિર્વાદ લઈ ગુરુ માઁ પાસે જઈ એમનો પણ આશીર્વાદ લઈને તે બીજી બધી છોકરીઓ સાથે કથક નૃત્ય નો રીયાઝ શરૂ કરે છે
પ઼ેમ.....કે... રંગ......મેં....એસી....ડૂબી.....
બન....ગયા.......એક....હી....રુપ.......
બન....ગયા.......એક....હી....રુપ.......
પ઼ેમ.....કે... રંગ......મેં....એસી....ડૂબી.....
બન....ગયા.......એક....હી....રુપ.......
પ઼ેમ.........કી...માલા.....ઝપતે...ઝપતે....
આપ.....બની......મેં.....શ્યામ......
પ઼ેમ.........કી...માલા.....ઝપતે...ઝપતે....
આપ.....બની......મેં.....શ્યામ......
સાઁસો.......કી.....સાઁસો......કી
સાઁસો.....કી....માલા....પે....સિમરું....મૈં....પી....કા....નામ..
સાઁસો.....કી....માલા....પે....સિમરું....મૈં....પી....કા....નામ..
પ઼ીતમ.....કા...કુછ....દોષ....નહી...હૈ....વો...તો...હૈ...નિર્દોષ.વો....તો....હૈ...નિર્દોષ...
અપને...આપ...સે...બાતે....કર.....કે....
હો....ગયી....મૈં.....બદનામ........
સાઁસો.......કી.....સાઁસો......કી
સાઁસો.....કી....માલા....પે....સિમરું....મૈં....પી....કા....નામ..
સાઁસો.....કી....માલા....પે....સિમરું....મૈં....પી....કા....નામ..
ભવ્યા રીયાઝ પૂરો કરી તેની બેસ્ટ ફેન્ડ મિનળ સાથે બેસી જાય છે
" યાર ભાવુ ( ભવ્યા ને બધાં પ઼ેમ થી ભાવુ કહે છે) જોને આ ફિલ્મ નો હીરો કેટલો હેન્ડસમ લાગે છે મિનળ ફિલ્મ નું પોસ્ટર જોતા કહે છે
છી..જરાપણ સારો નથી.
તને પણ કોઈ સારુ નથી લાગતું ના કોઈ ફિલ્મ નો હીરો ના કોઈ કોલેજ નો છોકરો તો તને ગમે શું ?
અવતાર રાણા...ભવ્યા ચિલાઈ ને ખુશી ખુશી કહે છે
શું આપણા વિધાયક હા...એ તો બધા ને ગમે છે અવતાર ભાઈ લોકપ્રિય જ છે એવા
ઓય...ભાઈ હશે,એ તારો મારો તો એ દિલ નો ચોર છે.
શું....? મિનળ હતપ્રત થઈ જાય છે
કમશ 💓💓💓💓💓💓💓💓💓
પ્લીઝ સપૉટ મી મને ફોલો કરો રેટિંગ પોઈન્ટ આપો તમારો પ઼તિભાવ આપો સ્ટીકર પણ 😊😊😊😊😊😊😊😊😊😊