ભવ્યા દોડી ને છત પર પોહચી જાય છે તેની નજર અવતાર ને જ ગોતતી હતી આજે વષૉ પછી તે અવતાર ને નજર સમક્ષ જોશે એટલે તેના હરખ નો કોઈ પાર નહોતો.
" આમ તો રોજ ગૂગલ પર સર્ચ કરી અવતાર નો ફોટો જોઇ ભવ્યા ની સવાર થાતી હતી." પણ આજ ની વાત કાઈ અલગ જ હતી
આ વિધાયક સાહેબ ના સમર્થકો પણ સાવ ધીમાં ચાલવા વાળા ખબર ના પડે વહેલા પહોચી જોઇએ ભવ્યા ભાભી સવાર ના વાટ જોઈતા હશે, નારા તો કઈ વાર નાં લગાવે છે હવે આવી દેવ દર્શન આપી દઈ તો સારુ.
તૂં પણ શું ભાવું એમના સમર્થકો થોડી ખબર હોય હું એમની ભાભી છું ભવ્યા માથા પર ટાપલી મારતા કહે છે.
પણ હજી આવીયા કેમ નઈ....
ત્યાં જ અવતાર નો કાફેલો આવતો દેખાય છે
વાઈટ કુર્તા પયજામાં, હાથ માં બ્રાન્ડેટ ઘડિયાળ, ચહેરા પર ગોગલ્સ અવતાર તેની ઉંમર કરતા ઘણા નાનો અને હેન્ડસમ લાગતો હતો
જીપ પર ઊભો હાથ હલાવી બધાં નું સમર્થન ઝીલી રહ્યો હતો
તેનાં અસંખ્ય ચાહકો ભીડ ઉમટી આવી હતી અને હોય કેમ નઈ લોક લાડીલો નેતા હતો
અવતાર ને જોઈ ભવ્યા નાં આંખો માં આસું અને હોઠો પર મુસ્કુરાહટ બંન્ને એક સાથે આવી જાય છે.
અવાજ સાંભળી શોભના બેન અને ઉષા તેના દિકરા અનિલ સાથે છત પર પોહચી જાય છે.
બન્ને ને આવતાં જોઈ ભવ્યા તેની આંખો સાફ કરી લઈ છે
અવતાર ભાઈ ફોટા કરતા પણ કેટલા સરસ લાગે છે.નઈ માસી..ઉષા કહે છે
હા...બેટા વેહવાર માં પણ બોવ સારો છે એકદમ એના પિતા અધિરાજ રાણા જેવો છે સ્વભાવે પણ દેખાવે પણ અધિરાજ ભાઈ નું બીજુ રૂપ છે
માસી તમે મોટાં રાણા સાહેબ ને જાણો છે ઉષા પુછે છે.
જી...મોટા રાણા સાહેબ ને કોણ નથી ઓળખતું દયાળુ સ્વભાવ ના કોઈ પણ ગરીબ તેના ઘરે થી ખાલી હાથ નહોતું જાતું મે એવી લોકવાયકા સાંભળી છે.
હવે અવતાર ભવ્યા નાં ઘર સાવ નજીક પોહચવા આવે છે
માલે પન અવતાલ અતંલ ને જોવા તે.
નીચે ઊભો- ઊભો
ઉષા ની સાડી ખેંચીને નાનકડો અનિલ કહે છે
હા...ભાઈ..હા મારા અનિ ને પણ અવતાર અંકલ જોવા છે ઉષા અનિલ તેડી છત ની પારી પાસે ઊભો રાખે છે.
ઉષા દીદી જાળવજો કયાંક અનિલ પડી નો જાય
હા દીકરા જાળવજે....
ભાવુ માસી તમે ચિંતા ના કરો હું ઊભી છું
અનિલ રોડ શો ને જોઈ જોરજોર થી તાલીઓ વગાડવા લાગે છે. અચાનક અનિલ નો પગ લથડી જાય છે તે છત પર થી નીચે પડી જાય છે બધાં ની રાડ છૂટી જાય છે
તે જ સમયે અવતાર નું ધ્યાન નીચે પડતા અનિલ પર પડી જાય છે તે જીપ પરથી કૂદી અનિલ ને કેચ કરી લઈ છે.રેલી થોડી વાર માટે સ્તંભી જાય છે
વાહ...ભાઈ તે તો સોફટલી લાઈન્ડીગ કરી અવતાર અનિલ ને કહે છે
અનિલ અવતાર સામે જોઈ ખડખડાટ હસવા લાગે છે
હું તમને જોવા માલી નાની ઘલે આવીયો છું આ રહ્યું માલી નાની નું ઘલ
અરછા...
શોભના બેન, ઉષા અને ભવ્યા દોડીને નીચે આવે છે
ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે મારાં દીકરા ને બચાવી દીધો ઉષા હાથ જોડી ને કહે છે
કોઈ વાત નઈ બેન આગળ થી ધ્યાન રાખજો આ લો તમારુ બાળક
દીકરા તને જેટલો ધન્યવાદ કહીયે અટલો ઓછો છે આજે તે અમારી લાજ રાખી દીધી.
આન્ટી કીધું ને કોઈ વાત નઈ આ તો મારી ફરજ કહેવાય તમે તો મારાં માઁ સમાન છો તમે મને ધન્યવાદ ના કહો.
અનિલ બચાવા જતાં અવતાર કપડા પર ધૂળ લાગી જાય છે
બેટાં અંદર આવી હાથપગ ધોઈ ફ્રેશ થઈ જાવ તમારા કપડા પણ ખરાબ થઈ ગયા છે સાફ કરી લો
ના આન્ટી તેની કોઈ જરૂર નથી તમે તકલીફ ના લો અમારે મોડું થાય છે.
બેટાં એમાં તકલીફ શેની પાંચ મિનિટ થશે આમ સારુ ના લાગે
માઁ સમાન કહો છો માઁ ની વાત નઈ માનો
પછી અવતાર કોઈ આનાકાની નથી કરી શકતો અવતાર તેની સાથે ઘર માં જાય છે.
ભાવુ બેટા કૂવા નું ઠડું પાણી સિંચિ અવતાર ને હાથપગ ધોવાણાવ ઠંડા પાણી થી ગરમી માં રાહત રહશે.
ભવ્યા નું ઘર જૂનવાણી ટાઈપ નું હોવાથી ઘર માં કૂવો પણ હતો
ઘર ના આંગણા માં કૂવા માં રાસ નાંખી ભવ્યા પાણી સિંચે છે બાલ્ટી થી પાણી રેડી અવતાર ને હાથપગ ધોવા માં મદદ કરે છે
જ્યાં થી અવતાર ઘર ની અંદર આવ્યો ત્યાર થી ચોરી ચૂપે એને જ જોયા કરે છે.પણ જેવી અવતાર અને એની નજર એક થાય તે આંખો ઝૂકાવી લઈ છે.
બસ-બસ થઈ ગયું ધન્યવાદ...
ભવ્યા હાથપગ સાફ નેપકીન આપે છે અવતાર ચહેરો અને હાથપગ સાફ કરે છે
"બેટાં આ લીબું શરબત પીય લો ગરમી નો સમય છે એટલે આરામ મળશે.અવતાર માટે શોભના બેન લીબું શરબત બનાવી લાવે છે"
આન્ટી આની શું જરૂર હતી તમે ખોટી તકલીફ લો છે
આમાં શેની તકલીફ બેટાં પીય લ્યો શોભના બેન આગ્રહ કરે છે
આન્ટી એક વાત કહું મેં તમને કાઈક જોયા હોય એવાં લાગો છો કયાં એ યાદ નઈ અવતાર ને જાણે શોભના બેન પહેલા જોયા હોય તેઓ આભાસ થાય છે
અરે તમે એક વાર અમારે ઘરે પાંચ વર્ષ ની છોકરી ને પોતાની બાઈક પર મૂકવા આવીયા હતા
હા...યાદ આવ્યું ભાવુ નામ હતું તે છોકરી નું એક નબંર ની બોલકી છોકરી હતી.અવતાર ને ભવ્યા સાથે પહેલી મુલાકાત યાદ આવી જાય છે
હા. આ જ એ છોકરી છે મારી દીકરી ભવ્યા...
અવતાર ભવ્યા સામે જોઈ સ્મિત કરે છે.
ભવ્યા શરમાય જાય છૈ
હું એમને હજી યાદ છું ભવ્યા નાં દિલ માં સુખદ આચંકો લાગે છે
ભવ્યા આ હાલત આ ગીત ફિટ બેસે છે
चोक पुराओ, माटी रंगाओ
आज मेरे पिया घर आएँगे
चोक
पुराओ, माटी रंगाओ
आज मेरे पिया घर आएँगे
आज मेरे पिया घर आएँगे
खबर सुनाऊँ जो, खुशी रे बताओ जो
आज मेरे पिया घर आएँगे
आज मेरे पिया घर आएँगे
हे-री, सखी, मंगल गाओ री
धरती-अंबर सजाओ री
उतरेगी आज मेरे पी की सवारी
अरी, कोई काजल लाओ री
मोहे काला टीकाओ री
उनकी छब से लगूं मैं तो प्रियारी
लछमी जी वारो, दर्शनो
आज मेरे पिया घर आएँगे
आज मेरे पिया घर आएँगे
रंग से रंग मिले, नई-नई झलके
ख़ुशी आज द्वार मेरे डाले हैं नाम
पीहू-पीहू पपीहा रटे, कुहू- कुहू कोयल जपे
आँगन-आँगन है परियों ने घेरा
अनहत नाद बजाओ री सब मिल
आज मेरे पिया घर आएँगे आव
आज मेरे पिया घर आएँगे
अनहत नाद बजाओ री सब मिल
अनहत
नाद बजाओ री सब मिल
કમશ❤️🔥❤️🔥❤️🔥❤️🔥