Prem ni Mosam - 6 in Gujarati Love Stories by janhvi books and stories PDF | પ્રેમ ની મૌસમ - 6

The Author
Featured Books
Categories
Share

પ્રેમ ની મૌસમ - 6

જોત જોતાં માં ચુનાવ નજીક આવી જાય છે.અવતાર જોરશોર થી પ઼ચાર શરૂ કરી દઈ છે. દરેક  શેરી નાકા પર અવતાર ના પોસ્ટર લાગ્યા હતા હાઈવે પર પણ મોટા હોલ્ડિંગ પોસ્ટર લાગ્યા હતા ગલ્લી એ ગલ્લી એ પરચાઓ વેચતાં હતાં ઠેર ઠેર  ઠેકાણે તેની જાહેર સભા ઓ રોડ શો યોજાઈ રહ્યો હતો આ બધું અવતાર હોશે હોશે કરતો હતો

આમ તો અવતાર પ઼ચાર કરવાની પણ જરૂર નથી તેને કરેલા સારાં કામ તેની જીત સુનિશ્ત કરી દઈ છે.
હવે અવતાર ના સમર્થકો આટલી મહેનત કરતાં હોય તો આપણી ભાવુ કેમ પાછળ રહે ભવ્યા પણ અવતાર માટે કોલેજ કેમ્પસ માં સ્ટુડન્ટ્સ વચ્ચે પ઼ચાર કરે છે
સાઉન્ડ સિસ્ટમ વાળા પાસે થી પોતાની પોકેટમ 1000 રૂપિયા માથી 500 રૂપિયા ખર્ચ કરીને સ્પીકર લઈ છે
"ભાઈ મને બે કલાક પૂરતું આ ભોપુ ભાડે આપો ને હું તમને ભાડું ચુકવી દઈશ"
બેન પણ તમારે આ સ્પીકર ને કરવું છે શું દુકાનદાર પણ વિચારમાં પડી જાય છે ભવ્યા ની વાત સાંભળી ને
અરે.. ભાઈ મારે પ્રચાર કરવો છે રાણા સાહેબ નો... ભવ્યા કહે છે
રાણા સાહેબ નો પ્રચાર મતલબ શું બેન હું કાઈ સમજ્યો નઈ  આપણા રાણા જી કાઈ ચીજવસ્તુ થોડી છે એમને  વહેચવા માટે પ્રચાર કરવો છે સામેવાળો દુકાનદાર એની જ ઠોકમ ઠોક કરે છે
ભાઈ,.. હું આપણા રાણા સાહેબ ચૂંટણી મા ઊભા રહ્યા છે એની વાત કરું છું " રાણા જી કોઈ ને દેવાના થોડા છે એ તો મારી  પર્સનલ પોપર્ટી છે " છેલ્લે નુ વાકય ભવ્યા મનમાં બોલે છે

એવું બોલો ને બેન... ચૂંટણી ના પ્રચાર માટે જોઈએ છે 500 રૂપિયા ભાડું લાગશે અને એ પણ એડવાન્સ... અને ભાગી તૂટી ગયું તો અલગ ચાર્જ લાગશે દુકાનદાર બધી ચોખવટ કરે છે

જી હું પૈસા આપુ છું તમે મને આ ભાપુ આપો ભવ્યા પૈસા ની ચૂકવણી તાત્કાલિક કરી દઈ છે

પછી સ્પીકર લઈ આખા કોલેજ કેમ્પસમાં પ્રચાર કરવા લાગી જાય છે
" હમારાં નેતા કૈસા હો અવતાર રાણા જેસા હો"
ગલ્લી ગલ્લી મેં શોર હૈ અવતાર રાણા અવતાર રાણા



"અપકી બાર  ફરી થી અવતાર સરકાર "
હાથ માં સ્પીકર લઈને જાત- જાત નાં નારા ઓ સાથે ભવ્યા કોલેજ કેમ્પસ આખું ગૂજંવી ઉઠવેં છે.



"યાર ભાવુ આ શું કરે છે !"મિનળ તેને રોકતા કહે છે.




ગરબા રમૂ છું તારે રમવા છે ભાવું વ્યંગ માં છે.આધંળી છો શું, જોતી  નથી  હું તારા ભાઈ માટે પ઼ચાર કરુ છુ.



કોન ભાઈ  ! મિનળ આશ્ચર્ય થી પૂછે છે



અરે.....તૂં જ તેને તે દિવસે  અવતાર ભાઈ કહેતી હતી અને અત્યારે પૂછે છે કોન ભાઈ. 




હવે ચૂંટણી છે તો પ઼ચાર તો કરવો પડે ને 
પણ અવતાર ભાઈ જાતે જ પ઼ચાર કરી લેશે.તૂં આમ આખી કોલેજ વચ્ચે કેમ ગળા ફાળે છે.



ચૂપ થા એ તો પ઼ચાર કરશે જ પણ મારેય મહેનત કરવી પડેને; 
મારી પણ કયાંક ફરજ છે.કાલ સવારે ઉઠી ને તારો ભાઈ એમ ના કહેવું જોઈએ મેં એમનો સાથ ના આપ્યો.જેવી મારાં દિલ માં  એની સરકાર છે એની જનતા માં પણ સરકાર બનવી જોઈએ ને.


ભવ્યા ની વાત સાંભળી ને મિનળ પોતાનું માથું કૂટી લઇ છે.


" ભાવુ તૂં પાગલ થઈ ગઈ છે શું"


પ઼ેમ પાગલપન નું બીજું નામ છે ચલ હવે મને પ઼ચાર કરવા દે


'હમારા નેતા કૈસા હો અવતાર રાણા જૈસા હો' નારા ઓ સાથે ભવ્યા આગળ નીકળી જાય છે.



આ ભવ્યા ભોપું લઈ કેમ ફરે છે અવતાર વિરુદ્ધ ઉમેદવાર વિરજી વાળા નો દીકરો રવિ કોલેજ આવતાવેંત ભવ્યા  ને જોતા કહે છે.



જ્યારથી અવતાર રાજનીતિ માં આવ્યો હતો વીરજી વાળા ની પડતી ચાલું થઈ હતી તેનું કોઈ ભાવ પણ પૂછતું નહોતું બે વખત વીરજી વાળા ને અવતાર સામે હાર મળી હતી સત્તા માં આવીયા પછી અવતાર એ તેનાં બધાં ગેરકાયદેસર ઘંઘા પર રેડ પડવી બંધ કરાવી દીધાં હતા તેથી વાળા અવતાર ને પોતાનો સૌથી મોટો દુશ્મન માને છે કોઈ પણ હદ સુધી જઈ તે લોકો અવતાર ને નુકસાન કરી શકે છે પણ અવતાર તેને વેર વાળવા નો કોઈ મોકો નઈ આપતો.


રવિ તેના પિતા ના નકશા કદમ પર ચાલે છે અને અવતાર ને પોતાનો દુશ્મન માંને છે રવિ અમીર બાપ ની બિગડેલ ઓલાદ છે જે ભાવ્યા પસંદ કરે છે પણ ભવ્યા તેને બિલકુલ પણ ભાવ આપતી નથી,



" ઓ....ભવ્યા આ શું કરે છે ! "



"બૂરી નજર વાલે તેરા મુઁહ કાલા અપકી બાર અવતાર રાણા હી જીતને વાલા" ભવ્યા રવિ જોઈ જોરજોર થી નારા લગાવાં  મંડે છે 



જે છોકરી ને તે પસંદ કરે છે તેને પોતાના દુશ્મન  નો પ઼ચાર  કરતી જોઈ રવિ ગુસ્સા થી તમતમી જાય છે.



"હમારે નેતા કૈસા હો અવતાર રાણા જૈસા હો"
ભવ્યા નારા ઓ પર નારા લગાવે છે.




ચુપ એકદમ ચુપ આ શું અવતાર અવતાર માડીયું છે




મેં જે માડીયું હોય તે પણ તારે શું છાનોમાનો જતો રહે 
અને એક વાત આજે વખતે પણ અવતાર સાહેબ જ જીતશે તારે અને તારા બાપ ને જેટલા હાથપગ મારવા હોય મારી લ્યો. 



રવિ ભવ્યા નો હાથ પકડવાની કોશિશ કરે છે.પણ આપણી બહાદુર ભાવુ તેનો હાથ પકડી મરોડી નાંખે છે.





મને સ્પર્શ કરવાનો અધિકાર મારા પિતા અને ભાઇ સિવાય એક જ પુરુષ ને આપ્યો છે.તારી જેવાં લુખ્ખા ને નઈ ચલ નીકળ હવે.



"આ હરકત તને મોધી  પડશે ભવ્યા રાઠોડ "
સસ્તી વસ્તુંઓ નો શોખ પણ ભવ્યા રાઠોડ ને નથી
ત્યાં થી નીકળ ને ભવ્યા કોલેજ નાં બધાં પ્રોફેસર પાસે જઈ અને પછી કોલેજ ના ડીન પાસે જઈ અવતાર ને વોટ આપવાની અપીલ કરે છે બધાં એક જ વાત કરે છે.



" આ પણ કાંઈ કહેવાની વાત છે આપણો વોટ તો અવતાર ને જ હોય ને; એને જ ઉચ્ચ શિક્ષણ માટે કેમ્પસ ને યોગદાન આપ્યું છે"




ભવ્યા જેવી ઓફિસ માંથી બહાર આવે છે તેને મિનળ મળી જાય છે


હવે તારુ મિશન પ઼ચાર પુરુ થઈ ગયું 


હા..ચલ કેન્ટિન કોફી પીવા


યાર ભાવુ કયાં સુધી તારુ આમ એકતરફી પ્રેમ ચાલું રહેશે 



આખી જીંદગી અને જોજે એક દિવસ અવતાર જી પણ મારાં પ઼ેમ ની મૌસમ ના વરસાદ માં ભીજાઈ જશેં મને વિશ્વાસ છે.



ત્યાં જ કેન્ટિન માં વાગતા એફએમ રેડિયા પર ગીત વાંગે છે

जिसपे हम मर मिटे उसको पता भी नहीं

ओह हो जिसपे हम मर मिटे उसको पता भी नहीं

क्या गिला हम करें वो वफ़ा भी नहीं

हमने जो सुन लिया उसने कहा भी नहीं

ये दिल ज़रा सोच कर प्यार कर

ओह हो हो प्यार कर

हे हे आह हा हा हा आ

ला ला ला...


કમશ💓💓💓💓
😊😊😊😊😊😊😊😊😊😊