Prem ni Mosam - 1 in Gujarati Love Stories by janhvi books and stories PDF | પ્રેમ ની મૌસમ - 1

The Author
Featured Books
Categories
Share

પ્રેમ ની મૌસમ - 1

.  પ઼ેમ , પ઼ેમ હોય છે પેમ માં ઉચ- નીચ જાત, ધર્મ. ઉમંર ને કોઈ લેવાં દેવાં નથી હોતા પ઼ેમ એક અહેસાસ હોય છે
કુછ...તો....લોગ...કહેગે....
લોગો...કામ....હૈ કહેનાં.....
પ઼ેમ ક્યારેય લોકો નીં પરવાહ નથી કરતું પ઼ેમ બધી હદ ભૂલી જાય છે.
પ઼ેમ ને અને ઉમંર કોઈ લેવાં દેવાં નથી.ઉમંર એક નબંર છે પણ  સમાજ તેને બોવ મોટો બનાવી દઈ છે
આપણી આ સ્ટોરી માં પણ કાઈક આવું જ છે

જ્યારે વીસ વર્ષ ની ભવ્યા ને પાત્રીંસ વર્ષ ના અવતાર સાથે  પ઼ેમ થશે 
ભવ્યા  કોલેજ નાં છેલ્લા વર્ષ અભ્યાસ કરતી નટખટ પણ સંસ્કારી  એક સભ્ય પરિવાર ની લાડલી યુવતી છે
અવતાર એનાં વિસ્તાર નો વિધાયક અને સારી જમીન જાયદાદ અને બિઝનેસ ઘરાવતો એક દેશી  યુવક છે જે એક ભયાનક ભૂતકાળ ધરાવે છે.

શું ક્યારેય ભવ્યા અને અવતાર ઉમંર નો ફાસલો તોડી શકશે.?
શું ક્યારેય અવતાર દર્દનાક ભૂતકાળ ભૂલાવી જીવન માં આગળ વધી શકશે ?
ભવ્યા કપારેય અવતાર જીવનમાં નવાં રંગ ભરી શકશે ?
શું ક્યારેય ભવ્યા અને અવતાર ની પ઼ેમ ની મૌસમ ખીલી શકશે ?

અષાઢ ગયો શ્રાવણ આવશે
              રીમઝીમ વરસાદ માં પ઼ેમ ની મૌસમ ખીલશે 


સુર્યપુર 

સુર્યપુર ( કાલ્પનિક નામ) સુર્ય ની જેમ ચમકતું ગામ નવી ટેક્નોલૉજી થી લેન્સ વિકસિત ગામ જમાના થી કદમ થી કદમ થી મિલાવે છે દરેક વ્યકિત શિક્ષિત થઈ ગયો છે ગામ નો ખેડૂત આધુનિક નેટ ની ખેતી (ગ્રીન હાઉસ) વાળી ખેતી કરતા થયા  હતા ગામ ની સ્કૂલ માં ઈગ્લીશ મિડિયમ નો સમાવેશ કરવામાં આવીયો હતો ગામ નાં અને આજુબાજુ વિસ્તાર બાળકો અને યુવાનો ને શિક્ષણ માટે બહાર દૂર કોઈ મોટાં શહેર માં ના જાવું પડે એક થી બાર ઘોરણ અને આગળ સ્નાતક ના અભ્યાસ માટે કોલેજ કેમ્પસ ની વ્યવસ્થા છે.ગામ માં છેલ્લાં પાંચ વર્ષ થી સુખી સમુધ્ધ અને વિકસિત થયું હતું 
તેનું એક જ કારણ હતું  વિધાયક અવતાર રાણા 
સુર્યપુર નો મોફી તમે  તેને સુર્યપુર નો રાજા પણ કહી શકો છો આ  ગામમ તેના પૂર્વજો એ વસાવેલું હતું નાની  ઉંમરમાં તેને બોવ મોટું માન મેળવી લીધું હતું ગામના લોકો તેઓને " રાણા સાહેબ " કહીને બોલાવતા હતા હવે રાણા સાહેબ કેવા લાગે છે
                
       

હમેશા વાઈટ અને ક્રીમ કલર નાં કપડા પહેરવાનું પસંદ કરતો હતો.કુર્તા પયજામાં અને માંથે કોટી માં પોલિટિસન હોવાની ઓળખ છતી કરતી હતી ગળા માં સોના ની ચેન માં સુર્ય નું લૉકેટ  તેનાં ખાનદાન ની ઓળખ સમાન છે એક હાથ માં કડું પણ કાયમ માટે સજ્જ રહેતું
ના ઉજળો નાં કાળો થોડો શ્યામ વાન મોટી મોટી આંખો સુંદર નયન-નક્શ ચહેરાં પ઼માણ સર ડાઢી મૂંછ તેની પરિપ઼કવતા ની નિશાની હતી કસરત કરી કસાયેલું શરીર પાત્રીસ વર્ષ ઉમંર માં પણ ત્રીસ વર્ષ નો લાગતો હતો .અવતાર કોઈ નું પણ મન મોહી લઈ એવો પ઼ભાવશિલી પુરુષ હતો.
તેમના ક્ષેત્ર નો લોક લાડીલો અને પ઼ભુત્વ ધરાવતો હતો.
" યાર આ અવતાર ભાઈ શું કરે છે આટલાં મોટો બિઝનેસમેન થઈ, વિધાયક થઈ. પોતાનાં ખેતર માં ટ્રેક્ટર ચાલેવે છે. ભાઈ પણ ખરેખર છે.અને આ બોડી પણ જોરદાર છે અવતાર ભાઈ શર્ટલેસ એકદમ સલમાન ખાન જેવાં લાગે છે" અવતાર ખાસ માણસ વસંત કહે છે
વસંત અવતાર નો નાનપણનો મિત્ર, મિત્ર કરતાં પણ એના માટે નાનો ભાઈ હતો

"શું છે વસંત  કેમ એકલો એકલો  બોલે છે " અવતાર કૂવા પાસે હાથ પગ ધોઈ કપડા બદલતાં પૂછે છે
કાંઈ નઈ  ભાઈ આપણે પાર્ટી  મિંટિગ માં  જવાનો સમય થઈ ગયો છે

હમ્મ 

ભાઈ એક વાત પુછું ભાઈ  તમે આટલાં મોટો માણસ થઈ આમ ખેતર માં કામ કરો છો ?
હું તો હજી ભણવામાં ઠોઠ હતો એટલે ખેતરમાં કામ કરવું પડે છે તમે તો મોટા માણસ છો એવું કાંઈ કરવાની જરૂર પણ નથી તો પણ આટલી મહેનત શા માટે કરો છો
કેમ નો કરી શકું !
પોતાનાં ખેતર માં કામ કરવામાં શેની શરમ  આપણો દેશ ખેતી પ્રધાન  દેશ છે આપણ ને ખેતી કામ કરવામાં  શી શરમ કાઈ ખોટું કામ કરવામાં શરમ ચાલ હવેં મોડું થાય છે પાર્ટી ઓફિસ જવા માટે મોડું થાય છે પાછો બાગડાં બિલ્લો ખારો થશે વસંત ગાડી કાઢે છે અને અવતાર પ્રેસિજર સિટ પર બેસી જાય છે

જનસેવા પાર્ટી ઓફિસ
અવતાર જનસેવા પાર્ટી નો સૌથી યુવાન નેતા હતો પાર્ટી નાં અધ્યક્ષ બિલાવર સિંહ ખાલી નામ નાં અધ્યક્ષ રહીયા હતાં પાટીં માં અવતાર નું એક ચક્ર  શાસન ચાલતું હતું  આથી પાર્ટી  ના ઘણાં લોકો તેનાં પર ઘાત લગાવી બેઠાં હતાં
" નમસ્કાર બધાં ને" અવતાર આવતાં વેંત કહે છે
ચુનાવ નજીક આવી રહ્યો છે દરવખતે જેમ આ  વખતે  પણ બહુમત થી  જીત હાસિલ કરવાની છે બિલાવર સિંહ કહે છે
" જીત પણ હાસિલ કરવાની છે અને મંત્રી પદ પણ, હવે વિધાયક માં મજા નથી આવતી અવતાર આળસ મરોડી કહે છે
અવતાર તું  હજી મંત્રી પદ ની લાયક નથી એ માટે તૂં નાનો કહેવાય 
સરજી મને હવે તમે અધ્યક્ષ પદ ની લાયક નથી લાગતા વિચારું છું તમને પણ અધ્યક્ષ પદ માથી નિવૃત્તિ આપી દઉ

અવતાર.....બિલાવર સિંહ  ચિડાઈ જાય છે
આ ચુનાવ માં મંત્રી પદ નહિતર તમારી સરકાર પડી જશે,અને સરકાર  નઈ બચે તો ખુરશી નઈ બચેં સમજી વિચારીને, 
આ ઉમંરે કયાક તમારી  રાજનેતી ના છૂટી જાય 
ચાલો બાય બાય.....

કાર માં અવતાર ચૂપ ચાપ બેસી રહે છે
"ભાઈ શું આ બાગડ બિલ્લો બિલાવર મંત્રી પદ માટે માનશે,"
'એનો બાપ પણ માનશે' વસંતીયા.....
ભાઈ  હવે તમે મંત્રી બની જાવ  એટલે મજા આવી જાય 
હમ્મ 

કમશ