Miss Kalavati - 3 in Gujarati Women Focused by કરસનજી રાઠોડ તંત્રી books and stories PDF | મિસ કલાવતી - 3

Featured Books
Categories
Share

મિસ કલાવતી - 3

ડીસા ચાર રસ્તા ચોકડી પાસે આખોલ ના પાટિયાને અડીને હાઈવે નજીક આવેલી બે એકર જમીનમાં વાડ કરીને, તેમાં કાચું છાપરું બાંધીને મયુરી અને રણજીત તેમાં રહેતાં હતાં મયુરીનું નામ બદલીને અહીં 'મોના' રાખવામાં આવ્યું હતું. રણજીતે પણ હવે મહેસાણા ની 'પટેલ ટ્રાન્સપોર્ટ 'કંપનીની માસિક 3000 રૂપિયા ના પગારવાળી નોકરી છોડી ડીસા માં જ 'અગ્રવાલ ટ્રાન્સપોર્ટ 'કંપનીમાં ₹4,000 ના પગાર વાળી નોકરી મેળવી લીધી હતી. તેથી અઠવાડિયામાં એક બે- કે ત્રણ દિવસે તો ઘેર આવવા તેને અચૂક મળતું .ભલે ગમે તેટલો લાંબો ફેર હોય તોય, આઠ-દશ દિવસે તો તે ઘેર અચૂક આવી જતો .રણજીત ઉપર હવે જવાબદારી આવવાથી તે હવે પૈસાની પણ ગણતરી કરતો થયો હતો મહિને 4000 પગાર ઉપરાંત ,મહિને હજાર , પંદરસો તો ટ્રકમાં બેસેલા મુસાફરો પાસેથી મળેલ ભાડાના ખર્ચો પાણી કાઢતાં પણ બચતા હતા. અને તે બચતમાંથી તેણે ધીરે- ધીરે છાપરા ની જગ્યાએ માટીની ભીતો વાળું દેશી નળિયા થી છાયેલુ સરસ મકાન પણ બનાવી દીધું. 
ક્યારેક પોતાના ઘેર રણજીત અને 'મોના'બંને એકલાં બેઠાં હોય ત્યારે, ગુલાબ ની 'કળી' જેવી 'કાળી' ને જોઈને બંને વચ્ચે તેના વિશે ચર્ચા થતી. ત્યારે રણજીત મોના ને પૂછતો 'આવી ગુલાબ ના ફૂલ જેવી 'ગોરી' છોકરીનું નામ તને 'કાળી' પાડવાનું કેમ કરીને સૂઝ્યું ?'.    ત્યારે મોના તેનો ખુલાસો કરતા કહેતી કે,' જન્મથી જ તે એટલી 'ગોરી' અને રૂપાળી હતી ,કે' મને થયું કે ક્યાંક કોઈકની  એને નજર લાગી જશે. માટે કોઈ ની નજર ન લાગે, એ માટે જ મેં એનું નામ 'કાળી' પાડ્યું છે.'.         ત્યારે રણજીત ઉત્સાહમાં આવી જઈને કહેતો.' તે ભલે એનું નામ 'કાળી' પાડ્યું હોય,પરંતુ હું તો તેને 'કલી' જ કહીશ:હા ગુલાબની 'કલી!'.       ' કાળી' પોતાનું લોહી છે, કે' બીજા કોઈનું તેની રણજીત પાસે કોઈ ગેરંટી ન હતી .કારણ કે મયુરી પાસે તો રણજીત ઉપરાંત પણ, કેટલાય ગ્રાહકો આવતા -જતા હતા. તેથી મયુરી પણ તેનો સાચો 'પિતા' કોણ છે તે ચોક્કસ કહી શકે તેમ ન હતી . છતાં રણજીત તેને પોતાની જ 'પુત્રી' છે તેમ ગણીને, ખૂબ જ પ્રેમ કરતો હતો તેમનું ઘર આખોલ ગામ થી ખાસું અડધો કિલોમીટર દૂર હતું. અને આજુબાજુ પણ કોઈ રહેતું ન હતું. પરંતુ તેમના ઘર સામે જ પસાર થતો નેશનલ હાઇવે હંમેશા વાહનોથી ધમધમતો રહેતો હોવાથી, અહીં શૂમસામ જેવું લાગતું ન હતું.               આંખોલ ગામમાં તે વખતે એક થી સાત ધોરણની પ્રાથમિક શાળા હતી. અને કાળની ઉંમર છ વર્ષની પૂરી થતાં જ રણજીતે તેણીને ભણવા માટે પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં દાખલ કરી દીધી. અને સ્કૂલના રજીસ્ટરમાં તેનું નામ લખાવ્યું . 'કલાવતી બહેન રણજીત
ભાઈ સોલંકી .' કાળી ભણવામાં બાળપણથીજ હોશિયાર હતી.સાથે -સાથે શાળાની બીજી ઈતર પ્રવૃત્તિઓ માં પણ તે હંમેશા આગળ પડતો ભાગ લેતી હતીઃ તેના શરીર નો બાંધો,પાતળો, ગોરો અને ચપળ હતો. અને તેની ઉંમરની છોકરીઓની સરખામણીમાં તે એક- બે ઈંચ વધુ ઊંચી લાગતી હતી .
રણજીત ને અવારનવાર ટ્રક લઈને અમદાવાદ જવાનું થતું ત્યાં ગુજરી બજાર કે અન્ય બજારમાંથી તે કાળી માટે અવનવાં , રંગબેરંગી કપડાં અને જુદી જુદી જ્વેલરી તથા રમકડાં ખરીદી લાવતો. તેણી જ્યારે નવાં કપડાં અને જ્વેલરી પહેરી ને શાળાએ જતી ત્યારે, આકર્ષણનું કેન્દ્ર બની રહેતી .તેની માં 'મોના' વેશભૂષા કલામાં પહેલેથી જ પારંગત હતી. તે 'કાળી'ને દરરોજ જુદી- જુદી સ્ટાઇલમાં વાળ હોળીને સંવારતી . અલગ -અલગ રંગનાં કપડાં પહેરાવીને સજવા ધજવામાં ખૂબ જ મદદ કરતી હતી. અને પોતાના મનમાં બાકી રહેલા 'અરમાન 'અને 'શોખ' કાળીને સજાવી-ધજાવીને પૂરા કરતી હતી.
રણજિત ટ્રક લઈને ફેરો કરવા જતો, અને કાળી શાળાએ જતી ત્યારે મોના ઘેર એકલી પડતી. તેની પાસે બીજું કોઈ કામ ન હતું. તેથી મોનાના કહેવાથી રણજીત દશ-બાર બકરાં ખરીદી લાવ્યો. જેનાથી મોનાનો સમય પણ જાય અને થોડી ઘણી આવક પણ થાય. 'કાળી' બાળપણથી જ ખૂબ જ 'જીદી' સ્વભાવની હતી . અને તે કોઈ પણ ભોગે પોતાની 'જીદ' પુરી કરીને જંપતી. કારણ કે તે, બાળપણથી જ ખૂબ જ 'લાડકોડ'માં ઉછરી હતી. તેની દરેક જરૂરિયાત રણજીત પૂરી કરતો હતો . જ્યારે તેની દરેક 'જીદ' મોના પુરી કરતી હતી.  શાળામાં તે કબડ્ડી- ખોખો જેવી રમતોમાં છોકરાઓ સાથે ભાગ લેતી. અને તેમાં તે વિજેતા પણ થતી .તેનો ગોરો વાન, ચહેરાની ચમક અને બિન્દાસ વર્તન જોઈ કેટલાય છોકરા ભમરાની ની જેમ તેની આજુ-બાજુ ધુમ્યા કરતા હતા .પરંતુ કોઈને તે મચક આપતી ન હતી .
'કાળી'ની આ પ્રગતિ જોઈને રણજીત અને મોના બંને ખૂબ ખુશ હતાં .બંને ક્યારેક એકલાં બેઠાં હોય ત્યારે રણજીત કાળી ને પોતાની પાસે બોલાવતો. માથે પ્રેમથી હાથ મૂકતો .તેની પીઠ થપથપાવીને, તેણીને પ્રોત્સાહિત કરતો. અને કહેતો.' મારી 'કલી' તો ભણી -ગણી ને મોટી થઈને મોટો 'ફોજદાર' થશે .' રણજીત ને મન 'ફોજદાર' એ બહુ મોટો 'હોદો'હતો .    રોજ સજી-ધજીને શાળાએ આવતી કાળી ને જોઈને, કેટલાક છોકરાઓની સાથે કેટલીક છોકરીઓ પણ તેની ઈર્ષા કરવા લાગી. શાળા ગામમાં હતી અને કાળી નું ઘર ત્યાંથી અડધો કિલોમીટર દૂર હાઇવે પાસે હતું . ત્યાંથી તે એકલી જ શાળાએ આવતી- જતી હતી .તેથી તેની એક પ્રતિસ્પર્ધી ઈર્ષાળુ છોકરીએ શાળાના બે 'માથાભારે' છોકરાઓને ખાનગીમાં લાલચ આપીને સાધ્યા,અને કાળી નું ગુમાન ઉતરવાનું કામ તેણે આ બંને છોકરાઓને સોંપ્યું.        એક દિવસ મોકો જોઈને શાળાએથી ભણીને ઘેર જતી, કાળી ને દૂર વનવગડામાં આ બંને છોકરાઓએ આંતરી. પહેલા તો આ બંને છોકરાઓને જોઈને કાળી ખડખડાટ મુક્તપણે હસી પડી .પરંતુ જેવાં એ બે છોકરાઓએ ચેનચાળા અને અડપલાં ચાલુ કર્યો કે,તેમનો ઇરાદો તે પારખી ગઈ. તેણીએ દફતર જમીન ઉપર મૂકીને સૌ પ્રથમ મોટી ઉંમર વાળો અને ભરાવદાર શરીર વાળો છોકરો હતો તેને, તે કંઈ પણ સમજે તે પહેલાં , કચકચાવીને એવો જોરદાર મુક્કો માર્યો કે, તેના નાકમાંથી દડદડ કરતું લોહી પડવા માંડ્યું. અને તે ગભરાઈને મૂઠિયો વાળીને ત્યાંથી ભાગ્યો. બીજો છોકરો કાંઈ સમજે તે પહેલાં કાળી તેના તરફ ફરી અને તેની ફેટ પકડીને તેને નીચે પાડી દીધો .અને ક્રોધ માં તે તેની છાતી ઉપર ચડી બેઠી.  ને મોં ઉપર મુક્કા ઉપર મુક્કા મારવા લાગી . પેલો છોકરો બચાવો -બચાવો ની બુમો પાડવા લાગ્યો. પરંતુ તેનો સાથીદાર તેને બચાવવા પણ ઉભો રહ્યો ન હતો. આખરે પેલો નીચે પડેલો છોકરો કરગરી પડ્યો .અને હવે પછી જિંદગીભર તેની સામે આંખ ઊંચી કરીને નહીં જુએ ,એવા 'સોગંદ' ખાધા ત્યારે જ માંડ તેને જવા દીધો .
પે'લા છેડતી કરવા આવેલા બંને છોકરાઓને હવે જ ખ્યાલ આવ્યો ,કે 'બકરીના દૂધમાં કેટલી તાકાત હોય છે ઘેર બકરાં હોવાથી કાળી દરરોજ ધરાઈને બકરીનું 'દૂધ' પીતી હતીઃ       પેલી કહેવત છે કે ,બાર વર્ષે ના આવે તો બત્રીસ વર્ષે પણ ન આવે .'   બારમું વર્ષ માણસ ની જિંદગીમાં બુદ્ધિના વિકાસ માટે મહત્વનું ગણાય છે. કાળી બાર વર્ષની ઉંમરે પહોંચતાં જ તેનામાં દુનિયાદારીની બધી જ સમજ આવી ગઈ હતી. તે હવે ઘરકામમાં અને રસોઈ કામમાં મોના ને પણ મદદ કરવા લાગી હતી. રજાઓના દિવસે તે બકરાં ઓને ચરાવવા માટે હાથમાં બાડિયુ ધારિયું લઈને બનાસ નદીના કોતરોમાં એકલી જ નીકળી પડતી. ભય કે બીક જેવી કોઈ વસ્તુનું તેના મનમાં જાણે કે કોઈ અસ્તિત્વ જ ન હતું .  ક્યારેક નવરાશની પળોમાં મા-દીકરી બંને એકલાં બેઠા હોય ત્યારે, કાળી મોનાને જેમના કુટુંબ વિશે, તેમનાં સગાંવહાલાં વિશે જાતજાતના સવાલો પૂછતી પરંતુ કાળી ના કુમળા માનસ ઉપર કોઈ વિપરીત અસર ન પડે ,તે માટે મોના એને કાંઈ જ સાચું ન જણાવતી .અને એને આશ્વાસન આપતાં કહેતી કે ,'તું તારે ભણવામાં જ તારું બધું ધ્યાન લગાવ .સમય આવશે ત્યારે આપણાં ઘરબાર ,કુટુંબ અને સંબંધીઓ વિશે હું તને બધુંજ જરૂર જણાવીશ .'  ભણવામાંને ભણવામાં છ વર્ષ ક્યારે નીકળી ગયા તેની તેમને ખબર પણ ન પડી . કાળી ને હવે બાર વર્ષ પુરાં   થઈ ને તેરમું વર્ષ બેઠું હતું .
એક દિવસ રણજીત ટ્રક ઓફિસે મૂકીને પોતાના ઘેર આવ્યો .ને આવતાં ની સાથે જ ખાટલામાં આડો પડ્યો. ને સૂતાં- સૂતાં જ પોતાને છાતીમાં દુખાવો ,અને પેટમાં બળતરા થાય છે તેવી 'ફરિયાદ' કરી . મોનાએ તેને પાણી પાયું .અને પછી હળવા હાથે છાતી અને પેટના ભાગે માલિશ કરવા લાગી .રણજીત ને દારૂ પીવાની આદત છે તે મા અને દીકરી બંને જાણતાં હતાં રણજીત આજે થોડું વધુ પીને આવ્યો હતો.જે મોના અને કાળી ને મન સામાન્ય વાત હતી . રણજીતને ધીમે -ધીમે છાતીમાં દુખાવો અને પેટની બળતરા વધતાં ચાલ્યાં .હવે કાળી રણજીતની છાતી અને પેટના ભાગે હળવા હાથે માલીશ કરવા લાગી .જ્યારે મોનાએ કપડાંનો એક મોટો ગોટો કર્યો તેને અગ્નિ પાસે લઈ જઈને ગરમ કર્યો. અને તે ગરમ ગોટા થી છાતી અને પેટના ભાગે શેક કરવા લાગી .પરંતુ દુખાવો કે બળતરા આજે ઘટતાં ન હતાં .    ચિંતિત સાદે મોના બોલી.' બેટા કાળી,તું તારા બાપુને થોડીવાર સંભાળજે. હું 'ડોક્ટર 'ને લઈને આહ આવી સમજ.'  કહીને મોનાએ પગ ઉપાડ્યા. પરંતુ રણજીતે તેનો હાથ પકડીને તેને રોકી. તેણે એક -બે વખત કાંઈક કહેવાની કોશિશ કરી. પરંતુ મોઢામાંથી અવાજ જ ન નીકળ્યો .અને થોડીવાર તરફડીને તેનો દેહ શાંત થઈ ગયો.         મા અને દીકરી માથે જાણે કે આભ તૂટી પડ્યું મોના છાતી ખૂટીને હૈયાફાટ રડવા લાગી. કાળીની આંખમાં થી પણ આંસુઓની ધારા અવિરત વહયે જતી હતી . પરંતુ કુદરતે તેને આ સમયે તેનામાં ન જાણે કહી શકતી આપી હતી કે, તે આવા કપરા સમયે પણ બરાડા પાડી- પાડીને રડતી ન હતી .ને ઉલટા નું મોના ને આશ્વાસન આપતી હતી. આ સમાચાર મળતાં જ ગામ લોકો ત્યાં દોડી આવ્યા. દૂરથી કે નજીકથી તો તેમને સગુવાલુ કોઈ આવનાર ન હતું .અને તેમણે ગામ લોકો સાથે મળીને ભારે હૈયે બનાસ નદીના કિનારે આવેલા સ્મશાનમાં રણજીત નો અગ્નિ સંસ્કાર કર્યો .
બીજા દિવસે સમાચાર મળ્યા હતા કે ગઈકાલે રણજીતની સાથે દારૂ પીનારા, બીજા પણ ત્રણ - ચાર જણા મૃત્યુ પામ્યા હતા. જેમાં એક ડીસા નો હતો બીજો જુના ડીસાનો હતો ,એક ભડથ નો હતો અને એક માણસ સામઢી નો પણ હતો જે આ ઝેરી દારૂ પીવાથી મૃત્યુ પામ્યા હતા .
આ રીતસર નો લઠ્ઠાકાંડ જ હતોં .પરંતુ તેની નોંધ સુદ્ધા કોઈએ પણ લીધી ન હતી. કોઈ પ્રચાર માધ્યમોએ, પોલીસે સરકારે, કે લોકોએ પણ તેની નોંધ લીધી ન હતી .
બાર દિવસ સુધી ગામ લોકો મોના ને ત્યાં 'પથારી' એ આવતાં જતાં રહ્યાં . સમાચાર મળ્યા તેમ -તેમ ઓળખીતાઓ અને રણજીતના દોસ્તો પણ આવતા જતા રહ્યા. તો બહારથી તો કોઈ કુટુંબીજનો કે સગાંવહાલાં કોઈ જ આવનાર  ન હતું. અને 'બારમું' વિત્યા પછી મા અને દીકરી બંને એકલા પડ્યાં .
તેમના ત્રણેની નાની છતાં, સુંદર દુનિયા વેરણ-છેરણ થઈ ગઈ હતી. મોના થી 'વાડિયા'પાછું હવે જઈ શકાય તેમ ન હતું .ઉપર આભ અને નીચે ધરતી વગર ,મા દીકરીને કોઈ સહારો ન હતો. એકાદ મહિનો એમ જ શોક'માં ગયો. અને પછીના 15 દિવસમાં તો મોનાએ સ્વચ્છતા ધારણ કરી દીધી. તેણીએ મનોમન નિર્ધાર કર્યો કે, પોતે ગમે તેવા સંજોગોમાં હિંમત નહિ હારે. પોતાને ભલે ગમે તેવી મજૂરી કરવી પડે, પરંતુ પોતાના પતિનાં સ્વપ્ન પૂરાં કરીને જ તેણી જંપશે .અને કોઈ પણ ભોગે તે કાળી ને મોટો 'ફોજદાર' બનાવીને જ રહેશે .
દોઢ મહિનાની રજા પાડ્યા બાદ મોના એ કાળી ને પાછી શાળામાં ભણવા મૂકી દીધી.  હવે તે સાતમા ધોરણમાં આવી હતી .પરંતુ રણજીત ના અવસાન બાદ તેનામાં આમૂલ પરિવર્તન આવી ગયું હતું. હંમેશા બિન્દાસ દોડતી -કૂદતી, ખીલખીલાટ હસતી  અને વાતે -વાતે કોઈનાથી ઝઘડી પડતી કાળી, હવે એકદમ 'ગીર ગંભીર' રહેતી હતી તેણીએ પહેલાં ની જેમ સજવા -ધજવાના શોખ પણ બહુ ઓછા કરી નાખ્યા હતા. ભણવામાં તેણીને ગુજરાતી કરતાં પણ , હિન્દી અને ગણિત વિષય વધુ પસંદ હતા . તે સરળતાથી હિન્દી લખી ,વાંચી અને બોલી શકતી હતી. તે ઉપરાંત તેણી ને અંગ્રેજી વિષયમાં પણ ખાસ રસ હતો. અને તે પણ તે થોડું ઘણું લખી- વાંચી શકતી હતી. ક્યારેક ઘેર એકલી પડે ત્યારે , કાળી તેના માટે રણજિતે લાવેલા રમકડાં અને કપડાંને નેં જોઈને તેને પોતાની છાતી સાથે  લગાવીને છાનાં -માંના આંસુ વહાવી લેતી .પરંતુ જાહેરમાં રડવાનું કે આંસુ નહીં વહાવવાનું તેણીએ જાણે કે પર્ણ લીધું હતું.  તેને ખબર હતી કે જાહેરમાં રડવાથી કંઈ જ વળવાનું નથી . ઊલટાના લોકો જાહેરમાં તો તેમના તરફ સહાનુભૂતિ દર્શાવશે. પરંતુ ખાનગીમાં તેમની હાંસીઉડાવશે 
ધેર દસ -બાર બકરીઓ તો હતી જ, તેનાથી દૂધ, દહીં અને છાશ તો જોઈએ એટલાં મળી રહેતાં હતાં .પરંતુ તે ઉપરાંત પણ જીવન નિર્વાહ માટે અનાજ,  શાકભાજી, કરિયાણું, કપડાં ઘણું -બધું જોઈતું હતું. ઉપરથી કાળી ને ભણાવવાની હતી. તેથી મોના ને હવે ક્યાંક મજૂરી કામ કરવા તો ક્યાંક ઘર કામ કરવા પણ  જવું પડતું હતું.
જેમ- તેમ કરીને મા-દિકરીએ એક વર્ષ તો ખેંચી કાઢ્યું. કાળી હવે સાતમું પાસ કરીને આઠમા ધોરણમાં આવી હતી અને આઠમા ધોરણની શાળા'આખોલ' ગામમાં ન હતી તેના માટે ચાર કિલોમીટર દૂર નદી પાર કરીને, છે ક ડીસા ભણવા જવું પડે તેમ હતું . અને જ્યાં જીવનનિર્વાહ નાં જ ફાંફા હતા,ત્યાં કાળી ને ડીસા મૂકીને ભણાવવી તે વાત મોના માટે સ્વપ્ન સમાન હતી. અને ના છૂટકે કાળી ને આગળ ભણાવવાનું છોડવું પડ્યું.
કાળી એ ભણવાનું છોડ્યા પછી મા અને દીકરી બંને જીવન નિર્વાહ માટે મજૂરી કામ કરવા લાગ્યાં .ક્યારેક મોના ઘરકામ કરતી ત્યારે કાળી ,બકરીઓને લઈને એક હાથમાં નાનું ધારિયું અને બીજા હાથમાં કાતોર લઈને, બિન્દાસ બનાસનદી નાં કોતરોમાં બકરાં ચરાવવા નીકળી પડતી. ક્યારેક તેને બકરીઓ ચરાવીને ઘેર આવતાં મોડું થાય ત્યારે મોના ચિંતા કરતી .અને તે ઘેર આવે ત્યારે તેને કહેતી કે 'બેટા ,તારે ઘેર વહેલા આવી જવાનું.તુ ના આવે ત્યાં સુધી મને તારી ચિંતા થાય છે .'  ત્યારે કાળી ગર્વથી કહેતી. 
'તુય શું કામ માં માંરી નકામી  ચિંતા કરે છે ? કોની મા એ સવા શેર સૂઠ ખાધી છે, કે 'તારી આ તારી કાળી સામે આંખ ઉઠાવીને જોવાની હિંમત પણ કરે .'
ક્યારેક કોઈક પુરુષ મજૂરી કામ માટે મજૂર શોધવા આવે અને તે માણસ, એકલી કાળી ને જ મજૂરીએ મૂકવાનું કહે તો, મોના તરત જ તેને ના પાડી દેતી .અને કહેતી કે 'લઈ જવી હોય તો મા અને દીકરી બંનેને સાથે મંજૂરી એ લઈ જાઓ ,બાકી એકલી છોકરી મજુરી કામે નહીં આવે.' આવા સંજોગોમાં માં- દીકરીને એક -એક રૂપિયા માટે ફાંફાં મારવાં પડતાં હતાં. એમની પાસે એવી કોઈ ખેતીની જમીન પણ ન હતી કે , જેમાં તેઓ ખેતી કરી શકે અને પાસે એવી કોઈ મોટી 'મૂડી' પણ ન હતી કે' તેનાથી તેઓ કોઈ વેપાર -ધંધો કરી શકે. આવા સંજોગોમાં શું કરવું એ જ બંને માટે સવાલ હતો. અને હવે જ તેમને ખ્યાલ આવ્યો કે, પૈસા એ શું ચીજ છે . અને પૈસા કમાવા માટે રણજીત રાત- દિવસ ટ્રક ચલાવવાની કાળી મજૂરી શા માટે કરતો હતો.
મોનાએ જોયું કે અહીં કાળી મજૂરી કરવા છતાં બે જણનું પેટ ભરવાના પણ સાંસા હતા. જ્યારે અહીં એવા પણ કેટલાક માણસો છે .કે જેઓ ઓછી મજૂરીએ પણ એશો આરામની જિંદગી જીવી રહ્યા છે .તેથી તેમણે પણ કોઈ પણ ભોગે, કોઈ પણ 'ધંધો' કરીને ખૂબ જ પૈસા કમાવાનો મા અને દીકરીએ નિર્ણય કર્યો .  મોના હવે 34 વર્ષની ઉંમરે પહોંચી હોવા છતાં, હજુ પણ તે યુવાન લાગતી હતી. અને સ્વરુપવાન તો તે પહેલેથીજ હતી. કેટલાય પુરુષો તેના રૂપ થી આકર્ષાયા હતા. આજે પણ જો તે મેં મેક-અપ કરીને સજી-ધજીને જુનો 'ધંધો 'ફરીથી ચાલુ કરે તો, ગ્રાહકોની લાઈન લાગે તેમ હતી. પરંતુ તેણી ને એ 'દલદલ' માં હવે પાછું ફરી ફરક આવવું ન હતું . તો કેટલાક પુરુષો તેને 'પ્રપોઝ' પણ કરતા હતા. પરંતુ મોનાએ જોયું કે ભમરાની જેમ આજુ-બાજુ ઘુમનારા આ પુરુષો,ભમરો જેમ ફૂલ માંથી 'રસ' ચૂસીને ઉડી જાય તેમ, પોતાના રૂપને માણી ને ઉડી જવા માંગતા હતા.  કોઈ તેમની સાથેનો સંબંધ જાહેરમાં સ્વીકારીને મા અને દીકરી ની જવાબદારી લેવા માંગતા ન હતા.        ખૂબ જ મનોમંથનના અંતે મા અને દીકરી બંને એક દિવસ બાબુસિગ ના અડ્ડે પહોંચી ગયાં પોતે મૃતક રણજીત ની વિધવા પત્ની છે. અને આ તેની દીકરી 'કાળી' છે તેવી ઓળખાણ આપી .અને તેઓ અત્યારે આખોલ ચાર રસ્તા પાસે તેમણે જ અપાવેલી જમીનમાં મકાન બાંધીને રહે છે ,એ પણ જણાવ્યું .અને મા -દીકરી તેમની પાસેથી માલ લઈને ક્યાંક દારૂ'નો ધંધો કરવા માંગે છે, એ પણ જણાવ્યું .બાબુસિંહ આ મા અને દીકરીની વાત ધ્યાનથી સાંભળી રહ્યો. તે ઘડીભર તેમની સામે જોઈ રહ્યો. ને વિચારવા લાગ્યો.' આજથી દોઢ વર્ષ પહેલાં પોતાના જ અડ્ડે થી દારૂ પીને ચાર-પાંચ જણા મૃત્યુ પામ્યા હતા. જેમાંનો એક આ રણજીત પણ હતો. પહેલાં તો તેણે દયાથી પ્રેરાઈને મા અને દીકરીને ક્યાંક અહીં જ કામે લગાડવાનું તેણે વિચાર્યું .પરંતુ બાબુસિંહ માથાભારે જરૂર હતો. પરંતુ ચારિત્રનો એ ચોખ્ખો હતો. તેથી પોતાના તરફ કોઈ આંગળી ચીંધી જાય તે તેને કોઈપણ ભોગે પોષાય તેમ ન હતું .તેથી તે કંઈક વિચારીને બોલ્યો .'તમને વેપાર કરવા 'માલ' તો હું આપું ,પરંતુ ત્યાં વનવગડામાં દારૂ લેવા ગ્રાહક કોણ આવશે ?'   અને પછી થોડીવાર કંઈક વિચારીને તે આગળ બોલ્યો .'એમ કરો, મારા અડ્ડા થી બે કિલોમીટર દૂર પાટણ જતા ત્રણ -રસ્તા આજુબાજુ ક્યાંક જમીન રોકીને તેમાં અડ્ડો બનાવી દો . અને ત્યાં જ માલ વેચવાનું ચાલુ કરી દો ! ને કોઈ રોકે- ટોકે તો બે ધડક મારું નામ દઈ દેજો.'         ત્યારબાદ માલના ભાવ-તાલ નક્કી થયા. કાયમી પોતાની પાસેથી જ માલ લેવો તેવા મૌખિક કરાર થયા .અને બાબુસિગ નો ખૂબ -ખૂબ આભાર માની  મા અને દીકરી ત્યાંથી રવાના થઈ .'બનાસ નદીના પુલથી ડીસા માં ઢળતાં જ જમણા હાથે ડીસા માં બાબુસિંહ નો વિશાળ અડ્ડો હતોં .જે ત્રણ હેક્ટર જમીનમાં ફેલાયેલો હતો. તે ઉપરાંત બનાસ નદીના કિનારે ફેલાયેલાં કોતરોમાં માં ચારેક હેક્ટર જમીનમાં ,વધારાનો ગેરકાયદેસર કબજો કરીને ,તેમણે એ જમીન પણ રોકી લીધી હતી .જેનો ઉપયોગ તેઓ દેશી દારૂ ગાળવા માટેની ભઠ્ઠીઓ માટે કરતા હતા .મોના એ બાબુસિગ ના અડ્ડા થી બે કિલોમીટર દૂર પાટણ ત્રણ રસ્તા પાસે, ડીસા નવા માર્કેટ યાર્ડની રોડની સામે ની સાઈડમાં ખુલ્લી સરકારી પડતર જમીનમાં પોતાનો અડ્ડો બનાવવા માટે જગ્યા પસંદ કરી .અહીંથી એક રસ્તો પાટણ જતો હતો, જ્યારે બીજો રસ્તો પાલનપુર જતો હતો ,અને ત્રીજો રસ્તો ડીસામાં આવતો હતો . અહીં આશરે 2 હેક્ટર જમીન બાબુસિગ ના સહકારથી અને તેના નામનો ઉપયોગ કરીને રોકી લીધી.ને તેમાં કાચું છાપરું બનાવીને તેમાં પોતાનો અડ્ડો ચાલુ કરી દીધો. બાબુસિગે પોલીસને કહી દીધું હતું કે 'તેઓ માં-દીકરી મારો જ માલ વેચે છે .તેથી મારી જ બીજી 'બ્રાંચ' સમજવી .' માટે પોલીસ પણ તેમના પાસેથી ખર્ચા -પાણી પૂરતો નામનો જ હપ્તો તો લેતી હતી .
આખોલ ચાર રસ્તા વાળા મકાનને તાળું મારીને એ જમીન ઉપરનો એમનો કબજો કાયમ રાખીને, મા-દીકરી હવે નવા અડ્ડે રહેવા આવી ગયાં હતાં . અને થોડા જ મહિનામાં અહીં ઘરાકી જેમ- જેમ વધતી ગઈ તેમ- તેમ અડ્ડો પ્રખ્યાત થતો ગયો . પ્રથમ લોકો આ અડ્ડા ને 'મોના' ના અડ્ડા તરીકે ઓળખતા હતા. પરંતુ ધીમે- ધીમે લોકોમાં એ મોના'ના અડ્ડા ને બદલે 'માસી'ના અડ્ડા તરીકે 'ડીસા' જ નહીં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ પ્રખ્યાત થઈ ગયો.
બનાસ નદીના કોતરોમાં બાબુસિંહના માણસો રાત -દિવસ દેશી 'દારૂ' ગાળતા હતા .અને તે માટે જોઈતો સડેલો અખાદ્ય ગોળ , ફટકડી અને નવસાર ડીસા ની બજારમાં પુષ્કળ પ્રમાણમાં સસ્તા ભાવે મળી રહેતાં હતાં .તો તે માટે જોઈતું પુષ્કળ પાણી પણ બનાસનદીમાંથી મળી રહેતું હતું પરંતુ દારૂ ની માંગ હવે એટલી ઝડપે વધી ગઈ હતી કે માલ પૂરો પડતો જ ન હતો . અને આ વધેલી માંગને પહોંચી વળવા બાબુસિંહના માણસો , દારૂ ના વોશ માં હવે જાત-જાતનાં કેમિકલ નાંખતા હતા .તેથી વોશ નું કાયદેસર પાંચ દિવસે ઉભરાતું માટલું, એક જ દિવસમાં ઉભરાઈને તૈયાર થઈ જતું હતું .તે ઉપરાંત દારૂ નેં વધારે નશાકારક બનાવવા માટે આ લોકો , તેમાં કેફી પદાર્થ કે ઘેન ની ગોળીઓ પણ નાંખતા હતા .
'માસી' નો અડ્ડો હવે એવો પ્રખ્યાત થઈ ગયો હતો કે, બાબુસિંગ નો 50% માલ તો મોના અને તેની દીકરી કાળી જ ઉપાડી જતાં હતાં.અને બાબુસિંહ ને તો તેમાં ફાયદો જ હતો. કારણ કે તે માલ ઉપર ઘણો બધો નફો ચડાવીને જ તે આ લોકોને માલ વેચતા હતા.  ગુજરાતી રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશમાં એક એવો શિરસ્તો છે કે સરકારી ખુલ્લી પડતર જમીનમાં કોઈ એક છાપરું બાંધીને રહેવા લાગે ,તો તેના થોડા જ સમયમાં તેની આજુ-બાજુ કાંઈ પણ લાગતું -વળગતુ ના હોય તેવાં અજાણ્યાં લોકો પણ છાપરા બાંધીને તરત જ રહેવા આવી જાય છે. એ જ પ્રમાણે એક વર્ષના ટૂંકા ગાળામાં જ અહીં પણ કેટલાંક અજાણ્યાં કુટુંબો રહેવા દોડી આવ્યાં હતાં .પરંતુ 'ધંધા'ને અડચણરૂપ ન થાય તે માટે 'મોના 'એ બધાને કડક ફરમાન કર્યું હતું કે 'પોતાના અડ્ડા થી દોઢસો -બસો મીટર આજુબાજુ, કોઈએ પણ છાપરું બાંધવાનું નથી. અને બાબુસિંહ ના નામથી અને તેની 'ધાક' થી કોઈએ પણ એ ફરમાનનો ભંગ કર્યો ન હતો .   અડ્ડા ની શરૂઆત આ લોકોએ 'દેશી' દારૂ વેચવાથી કરી હતી.  પરંતુ બાબુસિગ ના અડ્ડે હવે ઈંગ્લીશ દારૂ ની પેટીઓ પણ આવવા લાગી હતી. ને ગ્રાહકો પણ હવે ઇંગ્લિશ દારૂ ની માંગ વધુ કરતા હતા. તેથી મા- દીકરી બાબુસિગ પાસેથી દેશી દારૂ ઉપરાંત ઇંગલિશ દારૂ લાવીને પણ વેચતાં હતાં .
માસીના અડે ઘરાકી જેમ- જેમ વધતી ગઈ, અને અડ્ડો જેમ -જેમ પ્રખ્યાત થતો ગયો. તેમ- તેમ પોલીસ પણ હવે તેને બાબુસિંહની બ્રાન્ચ ગણવાને બદલે, એક સ્વતંત્ર અડ્ડો જ ગણવા લાગી. અને તેમના હપ્તા પણ વધારી નાખ્યા. અને હવે તો ઘરાકી એટલી વધી ગઈ હતી કે, મોના અને કાળી ને હવે બાબુસિગ ના અડ્ડે રૂબરૂ જઈને માલ લેવાનો સમય પણ મળતો ન હતો . અને તેથી તેમણે એક લેન્ડલાઈન ફોન પણ ખરીદી લીધો હતો. અને એ ફોન દ્વારા જે જોઈએ તે માલ ઓર્ડર પ્રમાણે તેઓ બાબુસિગ ના અડ્ડે થી મંગાવતા હતાં .જે માલ બાબુસિંહના એક- બે માણસો જીપ કે રિક્ષામાં છેક, અડ્ડે આવીને પહોંચાડી જતા હતા .અને ઘરાકી વધતી ગઈ તેમ- તેમ માસી ને આ અડ્ડા ની જગ્યા હવે નાની પડવા લાગી .પૈસાની હવે છૂટ થઈ ગઈ હતી. તેથી મજૂરોને બોલાવીને ,તે અડ્ડા ની બાજુમાં જ 20 ફૂટ પહોળો અને 60 લાંબો સરસ મજાનો ઉપર ઘાસથી છાયેલો (ઢાંકેલો) નવો અડ્ડો તૈયાર કરાવી નાખ્યો.            આ નવો અડ્ડો બહાર થી તો દેખાવમાં તે સામાન્ય ભુંજા જેવો લાગતો હતો. પરંતુ તેની રચના બહુ જ સરસ રીતે કરવામાં આવી હતી . તેની ચારે બાજુ જમીનમાં દોઢ -દોઢ ફૂટ ઊંડી પાતળી ખાઈ ખોદીને તેમાં 'ઈકડ'ની  સાંઠીઓના 'કટલાં ' તેમાં ઉભાં કરીને ગોઠવવામાં આવ્યાં હતાં . અને તે 'કટલા'  ને  બંને બાજુથી, છાણ થી લીપી ને' ચારે બાજુ સરસ પાતળી દીવાલ બનાવવામાં આવી હતી. અને એ દીવાલને અડીને ચારે બાજુ, અને મધ્યમાં ,લાકડાની મજબૂત કુભીઓ ઉભી કરીને ,લંબચોરસ અડ્ડા માં ઉપર લાકડાની વાળીઓ ગોઠવીને ,બંને બાજુ સરસ ઢાળ પાડવામાં આવ્યો હતો. અને એના ઉપર બાજરીની 'કડબ' નાં ગૂંથેલા 'નિરીયા'છાઈ દેવામાં આવ્યાં હતાં .'નિરિયા'ઉપર જાડી તાડપત્રી ઢાંકી દેવામાં આવી હતી .અને એના ઉપર પણ કોથળા નાં કંતાન છાઈ દેવામાં આવ્યાં હતાં .
અડ્ડા ની અંદર વીસ બાય વીસ ના અલગ - અલગ ત્રણ રૂમ બનાવવામાં આવ્યા હતા.  અને બાજુના બંને રૂમનાં બારણાં પણ વચ્ચેના રૂમ માં જ પડતાં હતાં . જ્યારે વચ્ચેના રૂમમાં, એક પૂર્વમાં અને એક પશ્ચિમમાં હાઇવે બાજુ ,એમ બે બારણાં મૂકવામાં આવ્યાં હતાં .વચ્ચેના રૂમનું પૂર્વ દિશા તરફનું બારણું ખાસ કામ સિવાય હંમેશા બંધ જ રહેતું હતું. જ્યારે હાઇવે સાઈડના પશ્ચિમ દિશા ના બારણા પાસે 'મોના' ટેબલ અને ખુરશી લઈને બેસતી અડ્ડામાં આવનાર ગ્રાહક સૌ પ્રથમ તેની પાસે જ આવતો. તેને કઈ 'આઈટમ' જોઈએ છે તે માગતો .અંદર પણ દેશી દારૂ પીનારા, ઇંગ્લિશ દારૂ પીનારા ,અને અધિકારીઓ માટેના એમ અલગ -અલગ ત્રણ ખંડ પાડેલા હતા.  અને એ ત્રણેય ખંડમાં ખુરશીઓ , ટેબલ,પાટલી, પાણી ગ્લાસ બધાની વ્યવસ્થા હતી. અને જે આઈટમ પિનારો ગ્રાહક હોય ,તેને એ ખંડમાં જવા માટે મોના તેને કહેતી. અને પછી કાળી ને ગ્રાહક ના ઓર્ડર પ્રમાણેની 'આઈટમ'  આપવા કાળી ને સાદ પાડતી .
બહારથી મોટા છાપરા જેવા લાગતા 'ભુજા' ની અંદર ની રચના અને વાતાવરણ ખરેખર કોઈ 'થ્રી સ્ટાર હોટેલને પણ પાછા પાડે તેવાં હતાં .અંદર ઉનાળામાં ગરમીથી બચવા, શિયાળામાં ઠંડીથી બચવા ,અને ચોમાસામાં વરસાદથી રક્ષણ મળી શકે એવી સરસ રીતના કરી હતી .અહીં એક વખત આવનાર ગ્રાહક 'અહીં દારૂ પીને ગયા પછી આ અડ્ડા નાં વખાણ કરતાં થાકતો ન હતો . અને કહેતો કે આટલી બધી 'સેફટી 'અને સગવડ તો તેઓ છેક રાજસ્થાનમાં દારૂ પીવા જાય છે, તો પણ નથી મળતી.
સમય માણસને દુઃખ ભુલાવી શકે છે. અને પરિસ્થિતિ માણસના બુઝાયેલા 'શોખ' ને જગાવી પણ શકે છે. ધંધો હવે ધમધોકાર ચાલતો હતો. પૈસાની હવે કોઈ કમી ન હતી અને 'કાળી'ના રણજીત જીવીત હતો તે વખતના 'શોખ' પાછા ઉભરાઈ આવ્યા હતા. હવે તે રોજ- રોજ નવાં -નવાં અલગ -અલગ સ્ટાઇલ નાં રંગબેરંગી કપડાં પહેરતી. અલગ- અલગ સ્ટાઇલમાં વાળ હોળીને આછો મેકઅપ કરતી ,અને ગ્રાહકોને દારૂ પીરસતાં તેમની સાથે હસી- હસીને વાતો પણ કરતી .ગ્રાહકોને આકર્ષવા માટે જાણી- જોઈને જાત-જાતનાં નખરાં કરતી. અવનવા ચેનચાળા કરતી .કોઈની સામે આંખ મિચકારતી, તો કોઈને જમણા હાથનો અંગૂઠો બતાવીને લલચાવતી પણ ખરી .અને તેના આ ચેનચાળા અને બિન્દાસ વર્તન જોઈને, 'માસી:ના અડ્ડે હવે ગ્રાહકોનું ઘોડાપ