ઔરંગઝેબના ગંજ-એ-સવાઈની લૂંટ

(3)
  • 5k
  • 0
  • 2.2k

સતરમી સદીના ઉત્તરાર્ધમાં, કાળચક્રના પરિઘનો કદાચ નાનકડો, પણ અતિ ક્રૂર અને નિર્દય ભાગ ભારતની ભૂમિ પર ચકરાવો લઈ રહ્યો હતો. તે ભારતના રાજાઓ તેમજ પ્રજાજનો પર પોતાની નિર્દયતાનો પ્રભાવ પાડતો પસાર થઈ રહ્યો હતો. દિલ્હીના તખ્ત પર બાદશાહ ઔરંગઝેબનું રાજ હતું. તેની રાજ્ય વિસ્તારની ઝંખનાથી પ્રેરાઈને તેણે વિશાળ સૈન્ય શક્તિ વિકસાવી હતી. તેના સૈન્ય બળ, લશ્કરી વ્યૂહરચના તેમજ કુટનીતિઓને લીધે તે અજેય બની ગયો હતો અને લગભગ અર્ધી સદી સુધી પોતાનું સામ્રાજ્ય વિસ્તારીને અનેક રાજાઓને પોતાને તાબે કર્યા હતા. આ સત્તાલાલચી, સામ્રાજ્યવાદી અને રક્તપિપાસુ નરપિચાશ, જેણે પોતાની મહત્વાકાંક્ષા સંતોષવા માટે પોતાના સગા ભાઈઓ, પિતા, પુત્રી અને અનેક સંતો તેમજ વીરોને પણ નહોતા છોડ્યા.

1

ઔરંગઝેબના ગંજ-એ-સવાઈની લૂંટ - ભાગ 1

*એક ઐતહાસિક નવલકથા* એવો સમય કે જ્યારે મોગલ સામ્રાજ્ય તેના સર્વોચ્ચ શિખર પર હતું, તેની સામે બાથ ભીડવાની હિંમત કોઈથી થતી ત્યારે...... ...Read More

2

ઔરંગઝેબના ગંજ-એ-સવાઈની લૂંટ - ભાગ 2

પ્રકરણ - ૨ બળવોબપોરનાં ભોજન બાદ, થોડીવાર આડા પડખે થઈ, ઊઠીને એડમિરલ ઓ’બાયર્ન બેઠો બેઠો પાઈપ ફૂંકી રહ્યો હતો. દરવાજા પર ટકોરા પડ્યા અને એક નાવિકનો અવાજ આવ્યો,"અમે અંદર આવીએ, સાહેબ?""જી, ખુશીથી."એડમિરલ ઓ’બાયર્ને અનુમતિ આપી.ત્રણ નાવિકો એડમિરલની કેબિનમાં દાખલ થઈ ઊભા રહ્યા.એડમિરલે તેમને બેસવાનો ઈશારો કરતાં આવવાનું કારણ પૂછ્યું."કંઈ ખાસ તો નહી, પણ ગઈ કાલે આપ સાથે વેતન મુદ્દે થયેલી થોડી બોલાચાલી બદલ અમે શર્મિંદી અનુભવતા હતા. તો!""થાય એવું. તમારી પરિસ્થિતિ હું પણ સમજું છું અને મેં તમારો પક્ષ પણ લીધો હતો, પણ રોકાણકારો પૈસા છૂટા ન કરે ત્યાં સુધી શું કરવું? હું પણ ગડમથલમાં છું.એડમિરલ વચ્ચે જ બોલી ...Read More

3

ઔરંગઝેબના ગંજ-એ-સવાઈની લૂંટ - ભાગ 3

પ્રકરણ - 3જહાજનું નામકરણરાત્રે શું બન્યું હશે એ જાણવાની ઉત્કંઠા સાથે, બીજા દિવસે સવારે ઉતાવળે ઉગેલા સૂરજે જ્યારે ક્ષિતિજ ખોડાતાં સાથે જ પોતાની અધખૂલી આંખો વડે આછેરું અંજન પાથરીને પૃથ્વી તરફ જોયું, ત્યારે એ જહાજ ગુલામીની અંધકારમય ઝંઝીરોને તોડીને આઝાદીના આછેરા પ્રકાશ સુધી પહોંચી ગયું હતું. મધદરિયે હંકારાતું એ જહાજ સમુદ્રની લહેરો વચ્ચે જાણે આઝાદીની ખુશીથી ઝૂમી રહ્યું હતું. પવનની લહેરખીઓથી ફરકતા સઢ, પતંગાના પડદાઓ એક આઝાદી ગીત જેવો ધ્વનિ ઉત્પન્ન કરી રહ્યા હતા, જાણે કે જહાજને નાચવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા હતા. જહાજના આગળના પહોળા ભાગ સાથે અથડાતો પવન અને જહાજ સાથે વારંવાર અથડાતી અને શમી જતી લહેરો ...Read More

4

ઔરંગઝેબના ગંજ-એ-સવાઈની લૂંટ - ભાગ 4

પ્રકરણ - ૪ પ્રથમ લૂંટઆખરે, આઝાદી અને નવું નામ મળ્યાની ખુશી સાથે સમુદ્રની લહેરો પર નાચતું-કૂદતું એ જહાજ ફેન્સી વર્ડેના બંદરગાહમાં લંગરાયું. ફેન્સીમાં અન્ન-પાણીનો પુરવઠો ખૂબ ઓછો હતો. સમુદ્ર પર રાજ્ય સ્થાપવા જઈ રહેલા આ નાવિકો હજુ રંક જ હતા, એટલે નામમાત્રનો ખાદ્ય જથ્થો અને પાણીનો પુરવઠો ભર્યા બાદ થોડો વિશ્રામ કરી, હેન્રીએ નાવિકોને લંગર ઉપાડવાનો આદેશ આપ્યો. ફેન્સીએ કેપ વર્ડેનું બંદરગાહ છોડ્યું અને ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં થઈ, કેપ ઓફ ગુડ હોપની દિશામાં આગળ વધી રહ્યું હતું.ફેન્સીના નાવિકોના મનમાં અન્ન-પુરવઠાને લઈને મુંજવણ હતી, તો કેપ્ટન હેન્રીના મગજમાં પણ એ જ બાબતે અનેક ગણિતીય સમીકરણો આકાર લઈ રહ્યા હતા. જહાજ ...Read More

5

ઔરંગઝેબના ગંજ-એ-સવાઈની લૂંટ - ભાગ 5

પ્રકરણ -૫ ફેન્સીમાં સુધારોથોડીવાર પહેલાં થયેલા યુદ્ધ બાદ ફેન્સીને થયેલા નુકસાનનું આંકલન કરી સુકાન વિલિયમને સોંપી હેન્રી તૂતક પર સમુદ્રમાં દૂર નજર કરતો કોઈક ઊંડા વિચારોમાં ગરકાવ હતો. એની દૃષ્ટિ સમક્ષ વારંવાર દુશ્મનના જહાજમાંથી છૂટેલો તોપગોળો આવતો હતો. જહાજની ઝડપ અને સંતુલન જાળવી રાખવા માટેના તમામ વિચારો એના મગજમાં ફરી રહ્યા હતા. સારી એવી વાર સુધી એ જ સ્થિતિમાં ઉભા રહી અનેક વિચારો કર્યા બાદ તેમણે તેના બધા જ સાથીદારોને બોલાવ્યા અને આદેશ આપ્યો;"ફેન્સીના દરેક ખૂણેથી બધો જ નકામો સમાન દૂર કરો! જૂના બેરલ, વધારાના લાકડા, ભારે દોરડાં જે કંઈ નકામું હોય એને ફેંકી દયો. યુદ્ધ દરમિયાન જહાજ તેજ ...Read More

6

ઔરંગઝેબના ગંજ-એ-સવાઈની લૂંટ - ભાગ 6

પ્રકરણ - ૬દોસ્તીઘર-પરિવારની યાદમાં ખોવાયેલો હેન્રી—એક જ લૂંટનો નિર્ણય કરતો—પોતાના જહાજના ડેક પર ઊભો હતો, ત્યારે બાજુમાં લંગરાયેલા જહાજનો નાવિક જહાજના મુખ્ય સ્તંભના દોરડાઓ પર લટકી રહ્યો હતો. હેન્રીએ વિચાર્યું કે તે સઢ કે પતંગા બાંધવાનું કામ કરતો હશે, એટલે શરૂઆતમાં તેને અવગણ્યો. થોડી વાર પછી, હેન્રીનું ધ્યાન ફરી તેના તરફ ગયું, ત્યારે તે એક હાથમાં દૂરબીન લઈ, બંદર તરફ અને ક્યારેક જહાજના અંદરના ભાગ તરફ તાકી રહ્યો હતો.હેન્રીએ તેનું ધ્યાન ખેંચવા જોરથી આવાજ કર્યો,"ઓયે! શું કરી રહ્યો છે?"પેલા લટકી રહેલા યુવકે તેની સામે જોયું. હેન્રીએ પોતાનો હાથ કમરે ચામડાના પાકીટમાં બાંધેલી પિસ્તોલ પર લઈ જઈ, પિસ્તોલ બતાવતો ઈશારો ...Read More

7

ઔરંગઝેબના ગંજ-એ-સવાઈની લૂંટ - ભાગ 7

પ્રકરણ - ૭ સ્પર્ધા અને પ્રયાણબીજે દિવસે પ્રભાતના કિરણો એટલાન્ટિક મહાસાગરની સપાટી પર પથરાયાં હતાં. સાગરની સપાટી સ્વર્ણ રંગે રહી હતી, અને એ સ્વર્ણ રંગની સપાટી પર બે જહાજો એકબીજાને પડકાર કરતાં ઊભાં હતાં. એક જહાજની કાળી ધજા પર સફેદ રંગનો જમૈયો ધરાવતો હાથ હતો, જ્યારે બીજા જહાજની લાલ ધજા પર પીળા રંગની ખોપરી અને તેની નીચે ક્રોસ આકારનાં બે હાડકાંની આકૃતિ હતી.થોમસ એમિટીના તૂતક પર ઊભો રહી, તોફાની નખરાં કરતો હેન્રીને ચીડવી રહ્યો હતો. હેન્રી તેની બાલિશતા અને મસ્ત સ્વભાવ જોઈ હસી પડ્યો."હસે છે શું? સોનું તૈયાર રાખ્યું છે ને? લૂંટનું અર્ધું સોનું ક્યાંક ગુપ્ત કોઠારમાં દબાવી રાખ્યું ...Read More

8

ઔરંગઝેબના ગંજ-એ-સવાઈની લૂંટ - ભાગ 8

પ્રકરણ-૮ ગઠબંધનએક સાંજે કોમોરોસ ટાપુ સમૂહમાં આવેલા જોહાના ટાપુના બંદરે પહોંચી, એમિટી અને ફેન્સી બંને જહાજોના લંગર નાખવામાં આવ્યા. આસપાસ નજર ફેરવી તેના મિત્રોની શોધ કરી. તેમનાં જહાજો ત્યાં લંગરેલાં હતાં, પણ બંદરના કાંઠે કોઈ દેખાયું નહીં.થોમસ અને હેન્રી તેમને શોધવા શહેરમાં આવેલા દારૂના પીઠાઓ તરફ ગયા. એક પીઠામાં ચોતરફ દારૂની મીઠી સુગંધ પ્રસરી હતી. સંગીતનો જલસો ચાલતો હતો. ઢોલની થાપ ગુંજતી હતી અને મધ્યમાં એક નર્તકી નાચી રહી હતી. ત્યાં ખૂણામાં એક દાઢીવાળો, ચહેરાથી કપટી દેખાતો યુવાન દારૂ પીતાં-પીતાં સંગીતના તાલે ડોકું હલાવી રહ્યો હતો અને નર્તકી પર સિક્કા ઉછાળી રહ્યો હતો."હે, માયેસ! શું ચાલે છે આજકાલ?"થોમસે તેની ...Read More