ઔરંગઝેબના ગંજ-એ-સવાઈની લૂંટ

(3)
  • 2k
  • 0
  • 736

સતરમી સદીના ઉત્તરાર્ધમાં, કાળચક્રના પરિઘનો કદાચ નાનકડો, પણ અતિ ક્રૂર અને નિર્દય ભાગ ભારતની ભૂમિ પર ચકરાવો લઈ રહ્યો હતો. તે ભારતના રાજાઓ તેમજ પ્રજાજનો પર પોતાની નિર્દયતાનો પ્રભાવ પાડતો પસાર થઈ રહ્યો હતો. દિલ્હીના તખ્ત પર બાદશાહ ઔરંગઝેબનું રાજ હતું. તેની રાજ્ય વિસ્તારની ઝંખનાથી પ્રેરાઈને તેણે વિશાળ સૈન્ય શક્તિ વિકસાવી હતી. તેના સૈન્ય બળ, લશ્કરી વ્યૂહરચના તેમજ કુટનીતિઓને લીધે તે અજેય બની ગયો હતો અને લગભગ અર્ધી સદી સુધી પોતાનું સામ્રાજ્ય વિસ્તારીને અનેક રાજાઓને પોતાને તાબે કર્યા હતા. આ સત્તાલાલચી, સામ્રાજ્યવાદી અને રક્તપિપાસુ નરપિચાશ, જેણે પોતાની મહત્વાકાંક્ષા સંતોષવા માટે પોતાના સગા ભાઈઓ, પિતા, પુત્રી અને અનેક સંતો તેમજ વીરોને પણ નહોતા છોડ્યા.

1

ઔરંગઝેબના ગંજ-એ-સવાઈની લૂંટ - ભાગ 1

*એક ઐતહાસિક નવલકથા* એવો સમય કે જ્યારે મોગલ સામ્રાજ્ય તેના સર્વોચ્ચ શિખર પર હતું, તેની સામે બાથ ભીડવાની હિંમત કોઈથી થતી ત્યારે...... ...Read More

2

ઔરંગઝેબના ગંજ-એ-સવાઈની લૂંટ - ભાગ 2

પ્રકરણ - ૨ બળવોબપોરનાં ભોજન બાદ, થોડીવાર આડા પડખે થઈ, ઊઠીને એડમિરલ ઓ’બાયર્ન બેઠો બેઠો પાઈપ ફૂંકી રહ્યો હતો. દરવાજા પર ટકોરા પડ્યા અને એક નાવિકનો અવાજ આવ્યો,"અમે અંદર આવીએ, સાહેબ?""જી, ખુશીથી."એડમિરલ ઓ’બાયર્ને અનુમતિ આપી.ત્રણ નાવિકો એડમિરલની કેબિનમાં દાખલ થઈ ઊભા રહ્યા.એડમિરલે તેમને બેસવાનો ઈશારો કરતાં આવવાનું કારણ પૂછ્યું."કંઈ ખાસ તો નહી, પણ ગઈ કાલે આપ સાથે વેતન મુદ્દે થયેલી થોડી બોલાચાલી બદલ અમે શર્મિંદી અનુભવતા હતા. તો!""થાય એવું. તમારી પરિસ્થિતિ હું પણ સમજું છું અને મેં તમારો પક્ષ પણ લીધો હતો, પણ રોકાણકારો પૈસા છૂટા ન કરે ત્યાં સુધી શું કરવું? હું પણ ગડમથલમાં છું.એડમિરલ વચ્ચે જ બોલી ...Read More

3

ઔરંગઝેબના ગંજ-એ-સવાઈની લૂંટ - ભાગ 3

પ્રકરણ - 3જહાજનું નામકરણરાત્રે શું બન્યું હશે એ જાણવાની ઉત્કંઠા સાથે, બીજા દિવસે સવારે ઉતાવળે ઉગેલા સૂરજે જ્યારે ક્ષિતિજ ખોડાતાં સાથે જ પોતાની અધખૂલી આંખો વડે આછેરું અંજન પાથરીને પૃથ્વી તરફ જોયું, ત્યારે એ જહાજ ગુલામીની અંધકારમય ઝંઝીરોને તોડીને આઝાદીના આછેરા પ્રકાશ સુધી પહોંચી ગયું હતું. મધદરિયે હંકારાતું એ જહાજ સમુદ્રની લહેરો વચ્ચે જાણે આઝાદીની ખુશીથી ઝૂમી રહ્યું હતું. પવનની લહેરખીઓથી ફરકતા સઢ, પતંગાના પડદાઓ એક આઝાદી ગીત જેવો ધ્વનિ ઉત્પન્ન કરી રહ્યા હતા, જાણે કે જહાજને નાચવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા હતા. જહાજના આગળના પહોળા ભાગ સાથે અથડાતો પવન અને જહાજ સાથે વારંવાર અથડાતી અને શમી જતી લહેરો ...Read More