શરદ ઋતુ ની ઍક રસ ભરી રાત હતી, પ્રણયી હૈયા ને ઘેલા કરતી માદક ચાઁદની નુ સામરાજય છવાયેલુ હતુ,શાલ વૃક્ષ ની મંજરી ખરી ખરી ને મઘમઘતી પથારી પાથરી રહી હતી,આછા આહલાદક વરસાદ ની છાંટ આવા વાતાવરણ ને વધારે માદક બનાવી રહી હતી કોઈ દિવીય સિંધુ ની પેલે પાર થી આવતી સુવાસ થી આજે અંધકાર ખુશબુ ભઁયો લાગતો હતો