આવો જો શરણમાં,
તો પ્રાણ આપે પણ તમારો વાળ વાંકો ન થાય;
આવો જો અતિથિ બનીને,
તો “અતિથિ દેવો ભવઃ” કહેવાય.
કરો જો દોસ્તી,
તો પ્રાણથીય વધુ સાચવાય;
આબરૂ ને મોભા પર આંચ આવે,
તો પ્રાણની પણ પરવા ન થાય.
હતો રાજાના મહેલમાં,
વટ ને મોભો જેનો નિરાળો;
શૂરવીરતાની શૌર્યગાથા,
જેના નામે ગવાય ઉજાળો—
એ તો બારોટ જ કહેવાય.
શરણાગતની લાજ રાખે,
દોસ્તીને દિલથી નિભાવે;
દુશ્મન સામે છાતી તાણી,
રણમાં શૌર્ય બતાવે.
વાણીમાં વીરતા,
હૈયામાં ખુમારી—
એ તો બારોટ જ કહેવાય!
- Anuradha