🎇 " દિલની તિજોરી "🎇
રાખી દીધી છે ખુલ્લી દિલની તિજોરી હવે;
નથી રાખી છુપાવી એમાં એકે સ્ટોરી હવે;
લાગે ન કાટ એના પર કોઈ દ્રાવણ તણો,
એટલે તો પીએ છીએ ચા આ મોરી હવે.
તમે જ તો છો મારી સાચી તાકાત મિત્રો,
કહીએ છીએ તમને જ ખુદની કમજોરી હવે.
થયા કેટલા લાગણીહીન દિલ આજકાલ?
કે મસાણમાં પણ રહે છે આંખો કોરી હવે;
ડહોળાઈ ગયું જીવન તણું કેનવાસ જ્યારે,
ક્યાંથી બતાવે "વ્યોમ" કોઈ ચિત્ર દોરી હવે?
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી) અંજાર. મુ. રાપર.