હા,હું શિક્ષક છું
શિક્ષક છું બાળકો સાથે બાળક બની જાઉં
શિક્ષક છું બાળકોને દિલથી સમજી જાઉં....
હા,હું શિક્ષક છું!.............
બેન બોલતાં બોલતાં માં,મમ્મી,બઇ કહી દે બાળકો
માના સ્તરના ઉપનામથી માસ્તર હું કહેવાઉં!......
હા, હું શિક્ષક છું!...............
બદલાતા સમય સંગાથે, કદમથી કદમ મિલાવી
ટેક્નોલોજી સંગાથે કદમ
મિલાવી બાળકોને શીખવું!..............
હા,હું શિક્ષક છું!...........
શાળાના પ્રથમ પગથિયેથી
શરૂઆત કરાવી શિક્ષણની
જે તે ક્ષેત્રે શિક્ષક બની
શિક્ષણ થકી માસ્ટર હું બનાવું!.........
હા, હું શિક્ષક છું.............
શિક્ષણ સાથે મૂલ્ય શિક્ષણ પણ શીખવું
માનવતા પાઠ ભણાવી શ્રેષ્ઠ નાગરિક હું બનાવું!..
હા,હું શિક્ષક છું!............
જ્ઞાન કેરો અમુલ્ય ખજાનો આપી,
આપુ જીવનને નવી દિશા
ગુરુ ગોવિંદ સુધી પહોચાડવાનો માર્ગ હું બતાવું!..
હા, હું શિક્ષક છું!................
તમામ ગુરુજનોને શિક્ષક દિવસની હાર્દિક શુભકામનાઓ. પુષ્પા એસ.ઠાકોર "પુષ્પ"