આપણે જેવું જીવન જીવવા માંગીએ છીએ, અને એવું જીવન પ્રાપ્ત કરવા માટે આપણે જે રસ્તો પસંદ કર્યો છે, એ રસ્તા પર આગળ વધતા પહેલા ખાલી એટલું ચકાસી લેવું કે, આપણે જે રસ્તે જે પ્રાપ્ત કરવા માંગીએ છીએ, એવું કેટલા લોકોએ કર્યું છે ? અને એમાં કેટલા લોકો સફળ રહ્યા છે ? અને એમની એ સફળતાએ એમને કેટલો સમય સાથ આપ્યો છે ?
આના ઉપરથી પૂરો ખ્યાલ આવી જશે કે, આપણે સાચા રસ્તે સાચી મહેનત કરવા વાળો રસ્તો અપનાવ્યો છે ? કે પછી આપણા વિચારો ખાલી ગેસ ભરેલા ફુગ્ગાની જેમ ગમે ત્યારે ફૂટી જાય એવા છે ?
- Shailesh Joshi