Gujarati Quote in Whatsapp-Status by SUNIL ANJARIA

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાજકોટ ની ચર્ચિત કથાની ઘણી પોસ્ટ્સ વાંચી. છેલ્લે હમણાં જ જે વસાવડાની કે હનુમાનજી તો ભૂત નસાડે, એની કથામાં ભૂતો ધૂણ્યા?
આમ તો વિષય સાઇકિઆટ્રિસ્ટી ને સ્પર્શતો છે પણ આવું મેં જોયેલું છે. એક જ રિધમમાં અમુક ધૂન ગવડાવે , એક જ મ્યુઝિક. સાવ પ્રાથમિક ટોન માં તો મા બાળકને હીંચકો નાખતી હાલરડાં ગાય એવું, એક જ રિધમ, હીંચકાની એક sooyhing પેટર્ન બાળકને ઊંઘાડી દે છે. એમ જ અહીં કોઈ ધૂન, પાછી ડોલતાં ડોલતાં બોલવાની, પહેલાં ધીમે, પછી ખબર ન પડે એમ વધુ ધીમે, પછી ફાસ્ટ. એટલે મગજ કન્ફ્યુઝ થઈ એમાં ઓતપ્રોત થઈ જાય અને પેલુ મ્યુઝિક સાથે ડોલવાનું જોર પકડે, હજી વધુ, હજી ઝડપથી ધૂન અને મ્યુઝિક. પછી તે ઓચિંતું બંધ થાય .
ચાલતી ટ્રેન ઉભી રહે તો એકદમ આગળ ઝૂકીએ એમ મગજનું બેલેન્સ અને એમ આખું શરીર એ ડોલન શૈલીમાં હોય જે એકદમ ધૂન, મ્યુઝિક બંધ પડતાં થોડી વાર ધૂણ્યા કરે. મગજ પર કાબુ ન હોય એટલે માણસ ગોળ ફરે, હાથ પગ પછાડે.
થોડું માસ હિપ્નોટિઝમ જેવું પણ. મગજના વેવ્ઝ ને એ આલ્ફા કે થીટા કહે છે એવું.
વર્ષો પહેલાં અમરેલી નોકરી કરતો ત્યારે કોઈ પ્રોગ્રામ માં હરિ ઓમ તત્સત્.. જય ગુરુદત્ત.. એ રીતે બોલાવતા હતા. એક નાગર, સ્માર્ટ બહેન મંદાકિની પુંડરિકરાય અંજારિયા તરત ઊભાં થઈ બહાર જઇ આવ્યાં અને એક મીનળ ઓઝા નામની યોગ એક્સપર્ટ છોકરી ભાન ગુમાવવા માં જ હતી તેને થપ્પડ કે ચોટીઓ ભરી કહે જાગૃત રહે, ધૂન બંધ કરી દે.
આ વાત એ બહેને કરી હતી. એ ધૂન સાથે સાવ ધ્યાનમાં હોય કે ટ્રાન્સ માં હોય તેમ લોકોને ધુણતા જોયા છે.
અહીં પણ આવું જ હોવું જોઈએ. માસ હિપ્નોટિઝમ દ્વારા કોઈ ખેલ.

Gujarati Whatsapp-Status by SUNIL ANJARIA : 112027277
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now