માં
સુખનો સાગર ને મમતાની હેલી છે માં
કરુણા ને મમતાનો સાગર છે માં........
જોઈ સંતાનને વાતને પામી જાય માં
આશિષ તારા સંતાનનું રક્ષા કવચ છે માં...
તું નથી નાથ ભલે પ્રત્યક્ષ પણ
તારું જીવંત રૂપ તે છે માં..........
શ્વાસ ભલે છે મારા પણ
અસ્તિત્વ અમારું તુજથી જ છે માં....
ખોળો તારો સઘળું દુઃખ ભુલાવે છે માં
સુખ શાંતિનો તું સાગર છે માં...........
ના ચૂકવી શકાય ૠણ તારું ઓ માં
ના થઈ શકે તારા પ્રેમના લેખા જોખા માં....
કાયમ વહેતું પ્રેમનું ઝરણું છે માં
એક અક્ષર નો હેતભર્યો શબ્દ છે "માં"