શીર્ષક - કૃષ્ણ વિરહ
હે કાન્હા ભાન ભૂલી,
આવી તારા ઉંબરે.
ખબર નય કાન્હા,
પણ તું મારા હૈયે જઈ વસ્યો.
હે કાન્હા અધિરી બની,
દરવાજે તારી રાહ જોઈ ઉભી છું.
તરસી રહી છું કાન્હા,
તારી એક ઝલક જોવા.
હે કાન્હા તારા વિરહના,
દુઃખથી તડપી રહી છું.
ખબર નય કાન્હા પણ,
તને યાદ કરતા જ;
હું બધું ભૂલી જાવ છું.