" ઉદાસ બની ગયું "
આજકાલ મન મારું ઉદાસ બની ગયું.
હાલતું ચાલતું આ તન લાશ બની ગયું.
હતાં ખાસ જેમના માટે ક્યારેક અમે,
કોઈ બીજું જ એમનું ખાસ બની ગયું.
આ તે શું થઈ રહ્યું છે મારી જિંદગીમાં?
કે, તારા નિર્ણયથી મન નિરાશ બની ગયું.
ફરીયાદ નથી, બસ ઊભરો ફાલવું છું પ્રભુ,
સાથે છે તું તો જીવન કેમ ભાસ બની ગયું?
નથી રહ્યું કોઈ સ્થાન મારા માટે ધરા પર,
"વ્યોમ" જ હવે અંતિમ નિવાસ બની ગયું.
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર