કઈ મન નથી, કઈ રસ નથી,
કઈ સુખ નથી, કઈ દુઃખ નથી,
ભીડમાં નથી, એકલો નથી,
ભુખ્યો નથી, તરસ્યો નથી,
વાણી નથી, મૌન નથી,
રસ્તો નથી, લક્ષ્ય નથી,
શૂન્ય નથી, અનંત નથી,
અંધકાર નથી, પ્રકાશ નથી,
ખોવાણો નથી, મળ્યો નથી,
છૂટ્યો નથી, બંધાણો નથી,
તું પ્રત્યક્ષ નથી, તું હાજર નથી,
તું મધ્યમાં છો, તું મધ્યમાં છો,
તું સત્ય છો, તું સત્ય છો,
પણ હું અજાણ, અજાણ છું.
મનોજ નાવડીયા