॥ હાટકેશ્વર સ્મરણ।।
@કૌશિક દવે
મન મારું મુંઝાય ત્યારે કરું હું સ્મરણ,
મનને શાંત કરે છે એ નામ રટણ..એ નામ રટણ.
જય જય જય જય હાટકેશ્વરમ્... (૨)
હાટકેશ્વરના સ્મરણમાં જીવનું છે કલ્યાણ,
ઈશ્વરને પ્રાર્થના કરું, મનને સમર્પિત કરું.
જય જય જય જય હાટકેશ્વરમ્...
અંબાજીની આરાધના ને હાટકેશ્વર જયંતિ,
કરવી રે આરતી મારે હર હર મહાદેવની.
જય જય જય જય હાટકેશ્વરમ્...
- : કૌશિક દવે
હાટકેશ્વર જયંતિની શુભકામનાઓ 💐 જય હાટકેશ્વર 🙏
- Kaushik Dave