(હિન્દીમાં કોકની સરસ સાંભળેલી કવિતા ઉપરથી )
આ આંખો તારાથી થોડું જૂઠું બોલી શકી હોત,
તો વેદનાના આ અસંખ્ય ઘા મેં છુપાવી લીધા હોત.
તારા જ સ્પર્શથી મેં તૂટેલા આ મનને ફરી સાંધ્યું છે,
જરા રિસાઈને ફરી તારા જ સ્નેહમાં દિલને બાંધ્યું છે.
ભલે જાણતા-અજાણતા તેં દિલને મારા ચારણી કર્યું,
પણ આશાનું બીજ તો એમાં જ તારા હાથે ફરી રોપ્યું.
રોઈને પણ હસી પડી બસ તારી 'ખેરિયત' જાણીને,
આજ તને ખબર પણ ન હોત, જો આંખો જૂઠું બોલી હોત તને.
(એકદમ એવું તો નથી પણ ઠીક છે કંઈક સરસ બનીગયુ)
હિના