પરીક્ષા જિંદગીનું બીજું નામ છે.
સ્કૂલમાં છેક કેજી થી કોલેજ સુધી,
આમજ પરીક્ષા આપી કંઈક ઘણી!
પણ આ જિંદગીની પરીક્ષા કંઈક અનેરી,
પલકે ને પલકે નવી પહેલી આવે સુનહેરી!
સુલજાવો તો સહેલી યા ઉલજાવે પહેલી,
કડીથી કડી મેળવી ઘણી ના સુલજી પહેલી!
કલ્પના ના સપના કંઈક અનમોલ વણવેલા,
પળભરમાં સપના કંઈક વેરાઈ મેળવેલા!
આવી જીવનની શૈલી કંઈક શણગારેલી,
મળેલી જીવનની ભેટ કંઈક શવારેલી!
ખુશીથી આકાશમાં મોતી પરોવા ચાલ્યા,
દુઃખથી સાયરમાં આસુ ભરી આવ્યા!
પરીક્ષા જીંદગીનું બીજું નામ છે.
કપિલા પઢિયાર