હોળી વમળમાં ઉતારી છે, ભાઈ,
જોજે ડૂબી ના જાય રે જી.
જોજે ડૂબી ના જાય, મારી નાવડી,
જોજે ડૂબી ના જાય રે જી.
ભેગો ફાનસ છે, ભાઈ,
જોજે બુજાઈ ના જાય રે જી.
જોજે બુજાઈ ના જાય, મારો દીવડો,
જોજે બુજાઈ ના જાય રે જી.
દૂર સફર છે, છે ઊંડો દરિયો, ભાઈ,
જોજે સફર અધૂરી રહી જાય ના રે જી.
જોજે સફર અધૂરી રહી જાય ના, મારો પંથ,
જોજે સફર અધૂરી રહી જાય ના રે જી.
(ઢમક) heena gopiyani