ખામોશી ઓઢીને, નેક કર્મ કરતા રહીએ,
વાણી નહીં, પણ દિલથી દુઆઓ દેતા રહીએ.
નિસ્વાર્થ ભાવે, બસ સેવા કરતા રહીએ,
કોઈને ખબર ના પડે, એમ પુણ્ય કમાતા રહીએ.
દુનિયાની ભીડમાં, ભલે કોઈ ના જાણે,
આપણાં કર્મની સુવાસ, પ્રભુ જરૂર માણે.
ના જોઈએ માન, ના જોઈએ કોઈ ધન,
બસ, બીજાના ભલામાં, આપણું જીવન અર્પણ.
જ્યારે એ દુઆઓ, આકાશે ગુંજે છે,
અદ્રશ્ય શક્તિ બની, આશીર્વાદ વરસે છે.
ત્યારે જુઓ, જિંદગી કેવી મુસ્કુરાય છે,
અજાણ્યા ખુશીના રંગોથી, જીવન મહેકાય છે.
DHAMAk