સવાર પડતા સાંજ આવી, જીવન ચક્ર ફરતું રહેશે,
મનન કરો આ સફરમાં, કેવું જીવન જીવવું આપણે.
સાંજ પડે તો દર્શન કરવું, ઈશ્વરનું નામ લેવું,
સત્ય અને શાંતિથી જીવવું ,હૃદયને પાવન કરવું.
સાંજનો સંદેશો આપે એવો, કર્મનું ભાથું બાંધો,
થોડું પુણ્ય કરો પ્રેમથી, દુઃખોને દૂર હાંકો.
જીવન સંધ્યા સમયે, સત્કર્મ કરો સાચા,
શ્રદ્ધાથી જીવો જીવન, મન નિર્મળ રાખજો.
જીવનની સંધ્યાએ, એકલતા દૂર કરવી,
થોડો સ્વભાવ સુધારીને, કુટુંબ સાથે ભળવું.
નવી સવારની આશામાં, સાંજને માણો પ્રેમથી,
જીવનની દરેક ક્ષણને, સ્વીકારો ખુશી ખુશીથી.
- કૌશિક દવે
- Kaushik Dave