નહોતી વાળતી ઘરે કપડાં ને પણ ઘડી ,
પણ હવે ઈસ્ત્રી વાળો રૂમાલ આપવા લાગી ગઈ
આ દિલ ને તારા પ્રેમ માં રહેવાની
આદત લાગી ગઈ.....
નહોતી ઉઠાવતી ઘરે એક ચમચી
પણ હવે ગૃહ દરેક કામ કરવા લાગી ગઈ,
આ દિલ ને તારી અર્ધાંગિની બનવાની
આદત લાગી ગઇ....
નહોતી બનાવતી ઘરે ચા
પણ... હવે ગરમા ગરમ બનાવવા લાગી ગઇ
આ દિલ ને તારા પ્રેમ માં ગૃહિણી બનવા ની આદત લાગી ગઇ......
નહોતી કરતી પ્રભુ દર્શન પણ હવે ,
બન્નેવ ને પ્રભુમય બનાવવા લાગી ગઇ
આ દિલ ને તારી સહ ધર્મ ચારિણી
બનવાની આદત લાગી ગઇ......
નહોતી સચવાતી પહેલાં એક સંબંધ
પણ હવે અનેક સાચવવા લાગી ગઇ,
આ દિલ ને તારી જિંદગી ની કહાની માં જીવનસાથી બનવાની આદત લાગી ગઇ.... હેતુ.....