Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.
સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તેમજ વિશ્વ સંગીત દિવસની શુભકામનાઓ....
તમે વિચારો જો આ દુનિયામાં કોઈ પણ જાતનો અવાજ ન હોત તો મતલબ કે silent હોત તો ??? અવાજ વગરની દુનિયા કલ્પી જ નથી શકાતી, કારણ કે અવાજ - સંગીત એ જીવંતતા છે.
અવાજને કોઈ વસ્તુના માધ્યમથી proper manner કે rhythm માં રજૂ કરવો,એટલે સંગીત.આખુ જગત સંગીતમય છે, એ પછી કુદરતી માધ્યમ હોય કે કૃત્રિમ.આપણી બોલવાની સ્ટાઇલ, ગુસ્સામાં પગ પછાડવા, વૃક્ષોના પાંદડાનું ફડફડવું, વાદળાંનો ગડગડાટ,પક્ષીઓનો કલરવ વગેરે એક પ્રકારનું સંગીત જ છે, even અવકાશી ગ્રહોનો પણ પોતાના પરિભ્રમણનો અવાજ છે. સંગીતનો મૂળભૂત સ્ત્રોત આપણે ૐ કહી શકીએ.કૃત્રિમ પદાર્થ દ્વારા અવાજ કે સંગીત ઉત્પન્ન કરવું એ મનુષ્યની આવડતની દેન છે. આપણી આસપાસની તેમજ ઘરગથ્થુ વસ્તુઓથી પણ સંગીત ઉત્પન્ન થઈ શકે. આપણે સહુએ સ્કૂલ ટાઈમમાં બેન્ચ પર તબલા વગાડ્યા જ હશે, ચા બનાવતી વખતે આપણે ચા અને ખાંડના ડબ્બા પર તાલ આપીને તબલા વગાડીએ છીએ.
ટૂંકમાં કહીએ તો, સંગીત વગર જીવન શક્ય નથી. સંગીત - અવાજ વગરનું જીવન માત્ર ને માત્ર શૂન્ય છે.અતિશય ખાલીપો ઘણી દર્દનાક પરિસ્થિતિ સર્જે છે.
- વિશાખા મોઠિયા