Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.
બાણશંકરી મંદિર, બેંગલોર. ગઇકાલે બેંગલોર મ્યુનિ ની સર્વિસ, જે અહીં સારીગે નામ છે તેના દ્વારા નવી શરૂ થયેલ દિવ્યદર્શન ટૂરમાં સવારથી સાંજ જઈ આવ્યો. તેમાં અંતિમ પડાવ આ મંદિર. અત્યંત ભીડભાડ વાળી જગ્યાએ. મંદિરમાં પણ માણસો માય નહીં એટલી ભીડ.
અહીં માતાજી સામે દીવડા પ્રગટાવેલી થાળી ફેરવવાનું ખૂબ મહત્વ છે. કેમ એ ખબર નથી. પાછળ તરફ લંગર કે પ્રસાદ જેવું પણ હતું. હમણાં જ જાણ્યું કે એ દિવડાઓ લીંબુના અડધીયા ની છાલમાં પ્રગટાવેલા હતા અને હોય છે! અમુક મુશ્કેલીઓના નિવારણ માટે પ્રાર્થના કરવા કે કુંડળીમાં રાહુકાળ હોય એ દરમ્યાન રાહત માટે આ રીતે લીંબુની ફાડમાંથી ગર્ભ કાઢી એમાં તેલના દિવસ પ્રગટાવી અહીં માતાજી સમક્ષ આરતી થાય છે.
ટુરની બીજી જગ્યાઓ પણ સરસ હતી અને અમે વરથુર થી જઈ શકીએ એવી જગ્યાએ ન હતી. બધી દૂરદૂરની. ઇસ્કોન ટેમ્પલ પણ આ ટૂર વસંતનગર માં પ્રમાણમાં નવાં બનેલાં મંદિરે લઈ ગઈ. પેલું હમણાં કહેલું એ દરેક સ્ટેપ પર ઊભી હરે રામ.. હરે કૃષ્ણ.. વગેરે આખો મંત્ર બોલી 20 મિનિટમાં 108 પગલાં જવાનું એ ધતિંગ અહીં ન હતું. દર્શન પણ વધુ સારાં અને મૂર્તિઓ રત્નજડિત હતી.
અત્યાર પૂરતા એ અંતિમ પડાવ બાણશંકરી મંદિરના જુઓ.
બેંગલોર આવતા ધર્મપ્રેમી કે વયસ્ક લોકો આ BMTC ની દિવ્યદર્શન ટૂર ના લાભ અચુક લે.